માલદીવ : ચીન સમર્થક રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની જશે ખુરશી? મહાભિયોગ લાવવાની તૈયારી

Maldives : મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની સંસદમાં બહુમતી છે અને તેણે મહાભિયોગ માટે સાંસદોની સહીઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે

Maldives : મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની સંસદમાં બહુમતી છે અને તેણે મહાભિયોગ માટે સાંસદોની સહીઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Maldives President Muizzu, Maldives

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ (Photo/X@presidencymv)

Maldives President Muizzu : માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. માલદીવમાં મુખ્ય વિપક્ષી પાર્ટીએ રાષ્ટ્રપતિ મુઇજ્જુ પર મહાભિયોગ લાવવાની યોજના બનાવી છે. મુખ્ય વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીની સંસદમાં બહુમતી છે અને તેણે મહાભિયોગ માટે સાંસદોની સહીઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. સરકારે ચીનના જાસૂસી જહાજને માલેમાં હોલ્ટ કરવાની મંજૂરી આપ્યા બાદ વિરોધ પક્ષોએ ચીન તરફી વલણ બદલ રાષ્ટ્રપતિ મુઈજ્જુ પર હુમલો કર્યો છે.

Advertisment

રવિવારે માલદીવની સંસદમાં જોરદાર હંગામો થયો હતો, જે બાદ વિપક્ષે મહાભિયોગ લાવવાનો નિર્ણય કર્યો હતો. મુઇજ્જુ સરકાર માટે સંસદીય મંજૂરી પર નિર્ણાયક વોટિંગ થવાની હતી અને સાંસદો (પીપીએમ/પીએનસી પાર્ટી)એ કાર્યવાહીમાં વિક્ષેપ પાડ્યો હતો હિંસા શરુ થઇ હતી.

રાષ્ટ્રપતિ મુઇજ્જુની ચીન સમર્થક માનવામાં આવે છે

રાષ્ટ્રપતિ મુઇજ્જુએ માંગ કરી હતી કે માર્ચ સુધીમાં દેશમાં તૈનાત ભારત તેના સૈનિકોને પાછા ખેંચે. માલદીવે પોતાની નીતિમાં અચાનક ફેરફાર કર્યો છે, જેને ત્યાંના વિપક્ષનું પણ સમર્થન નથી. માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી એટલે એમડીપી અને ડેમોક્રેટ્સે સરકાર પર કટ્ટર ભારત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો અને એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં નીતિગત ફેરફારોને દેશના લાંબા ગાળાના વિકાસ માટે અત્યંત જોખમી ગણાવ્યા હતા.

આ પણ વાંચો - Video : માલદીવની સંસદ બની અખાડો, થઇ મારામારી, ગળું દબાવવાનો પ્રયત્ન થયો

Advertisment

ભારતના સૈનિકોને પાછા ખેંચવા માટે એક ઉચ્ચ-સ્તરીય કોર ગ્રુપની રચના

માલદીવ અને ભારતે સૈનિકોના ડિસએન્ગેજમેન્ટ માટે વાટાઘાટો કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય કોર ગ્રુપની રચના કરી હતી. આ પછી માલેમાં વિદેશ મંત્રાલયના મુખ્યાલયમાં તેની પ્રથમ બેઠક મળી હતી. માલદીવના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય હાઈ કમિશનર મુનુ મહાવરે પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. માલદીવમાં ભારતીય સૈનિકોની કોઈ મોટી ટુકડી નથી. સરકારી આંકડા મુજબ માલદીવમાં ભારતીય સેનાના માત્ર 88 જવાનો છે.

માલદીવની સેનાને તાલીમ આપવા માટે ભારતીય સૈનિકોને વિવિધ સ્થળોએ માલદીવ મોકલવામાં આવ્યા છે. તેમ છતાં રાજકારણીઓ સહિત માલદીવના કેટલાક નાગરિકો છે જેમણે કોઈ પણ ક્ષમતામાં દેશમાં તેમની હાજરીનો વિરોધ કર્યો છે. માલદીવ અને ભારતના વિશ્લેષકોનું કહેવું છે કે 'ઇન્ડિયા આઉટ' અભિયાને માલદીવમાં આ સૈનિકોની ભૂમિકાને અતિશયોક્તિ કરી છે અને તેમની હાજરીને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા તરીકે રજૂ કરી છે.

માલદિવ્સ india વિશ્વ