Nepal Next PM: નેપાળની રાજનીતિમાં રવિવારે નાટકીય મોડ આવ્યો છે. હવે 6 પાર્ટીઓના સમર્થનથી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ (Pushpa Kamal Dahal Prachand) નેપાળના આગામી પ્રધાનમંત્રી બનશે. હાલમાં જ પુરી થયેલી ચૂંટણીમાં કોઇ પક્ષને બહુમતી મળી ન હતી. રાષ્ટ્રપતિના આમંત્રણ પર ઘણા રાજનીતિક દળો ગઠબંધનને લઇને વિચાર વિમર્શ કરી રહ્યા હતા. પ્રચંડની આગેવાનીમાં થયેલી પક્ષોની બેઠક પછી સાંજે બતાવવામાં આવ્યું કે પ્રચંડ નેપાળના આગામી પ્રધાનમંત્રી બનશે.
પ્રચંડ સોમવારે પ્રધાનમંત્રી પદની શપથ લેશે
નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી આ સંબંધમાં પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રચંડને નેપાળના આગામી પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. પ્રચંડ સોમવારે સાંજે પ્રધાનમંત્રી પદની શપથ લેશે.
કેપી શર્મા ઓલીના ઘરે થઇ હતી મિટિંગ
સીપીએન-એમસી દેબના મહાસચિવ ગુરંગે કહ્યું કે એક સમજુતી પત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે. પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નિવાસસ્થાને મિટિંગ થઇ હતી. જેમાં ઓલી, પ્રચંડ, આરએસપી અધ્યક્ષ રવિ લામિછાને, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના પ્રમુખ રાજેન્દ્ર લિંગડેન, જનતા સમન્વયવાદી પાર્ટીના અધ્યક્ષ અશોક રાય સહિત અન્ય લોકોએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો – LAC પર ભારતના જડબાતોડ જવાબ પછી હોશમાં આવ્યું ડ્રેગન! ચીનના વિદેશ મંત્રીએ કહ્યું- ભારત સાથે કામ કરવા તૈયાર
અઢી-અઢી વર્ષના રોટેશન પર પ્રચંડ અને ઓલીને પીએમ બનાવવા પર સહમતિ
મિટિંગમાં રોટેશનના આધારે પ્રચંડ અને ઓલીને પ્રધાનમંત્રી બનાવવા પર સહમતિ બની હતી. અઢી વર્ષ માટે પ્રચંડ પીએમ રહેશે અને તે પછી અઢી વર્ષ માટે ઓલી પીએમ બનશે. ઓલી પોતાની માંગણી પ્રમાણે પ્રચંડને પહેલા પ્રધાનમંત્રી બનાવવા પર સહમત થયા. નવા ગઠબંધનને 275 સદસ્યની પ્રતિનિધિ સભામાં 165 સાંસદોનું સમર્થન મળ્યું છે.
આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે સત્તાધારી માઓઇસ્ટ સેન્ટરને સમર્થન આપવાથી ઇન્કાર કરી દીધો હતો અને તેમણે ગઠબંધન પણ છોડી દીધું હતું. મીડિયામાં નેપાળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામચંદ્ર પૌડેલના હવાલાથી આ વાત સામે આવી હતી.