મંગળ ઝડપથી ફરી રહ્યો છે, વૈજ્ઞાનિકોને ચોક્કસ ખાતરી નથી કે શા માટે

Mars News : નાસાના ઇનસાઇટ લેન્ડરના ડેટાના ઉપયોગથી કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર મંગળનું પરિભ્રમણ ઝડપથી વધી રહ્યું હોય તેવું લાગે છે

Written by Ashish Goyal
August 09, 2023 01:07 IST
મંગળ ઝડપથી ફરી રહ્યો છે, વૈજ્ઞાનિકોને ચોક્કસ ખાતરી નથી કે શા માટે
વૈજ્ઞાનિકોએ મંગળના પરિભ્રમણનું અત્યાર સુધીનું સૌથી ચોક્કસ માપ લીધું (NASA/JPL-Caltech/University of Maryland)

Science News : વૈજ્ઞાનિકોએ મંગળના પરિભ્રમણનું અત્યાર સુધીનું સૌથી ચોક્કસ માપ લીધું છે અને પ્રથમ વખત શોધી કાઢ્યું છે કે ગ્રહ પોતાના પીગળેલા ધાતુનો કોરની ધીમી ગતિના કારણે કેવી રીતે ડગમગે છે. તેઓએ એ પણ શોધી કાઢ્યું કે ગ્રહનું પરિભ્રમણ ઝડપી થઈ રહ્યું છે.

નેચર જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસના લેખકોએ લેન્ડરના રોટેશન એન્ડ ઇન્ટિરિયર સ્ટ્રક્ચર એક્સપેરિમેન્ટના (RISE)ડેટાનો અભ્યાસ કર્યો હતો. આ ડેટાનો ઉપયોગ કરીને તેઓએ શોધી કાઢ્યું કે ગ્રહનું પરિભ્રમણ દર વર્ષે લગભગ 4 મિલીઆર્સ સેકંડ જેટલું ઝડપી થઈ રહ્યું છે. પ્રવેગ એકદમ સૂક્ષ્મ છે અને વૈજ્ઞાનિકોને ખરેખર ખાતરી નથી કે તેનું કારણ શું છે.

પરંતુ તેઓ કેટલીક શક્યતાઓ સૂચવી રહ્યા છે – તે ધ્રુવીય કેપ્સ પર એકઠો થતો બરફ અથવા હિમનદી પછીના ઉછાળાને કારણે હોઈ શકે છે, જ્યારે બરફ દ્વારા દફનાવવામાં આવ્યા પછી લેન્ડમાસિસ વધે છે. ગ્રહના સમૂહ વિતરણમાં આ ફેરફાર તેને વેગ આપવાનું કારણ બની શકે છે. જરા વિચારો કે બરફના સ્કેટર તેમના હાથને બહારની તરફ લંબાવીને અથવા અંદર ખેંચીને તેઓ કેટલી ઝડપથી ફરી રહ્યા છે તેની ગતિને કેવી રીતે બદલી શકે છે.

આ પણ વાંચો – ઈસરો ચંદ્રયાન 3 બાદ રશિયા પણ ચંદ્ર પર યાન મોકલશે, Luna 25 કેમ છે ખાસ

શું તમે જોયું છે કે જેમ-જેમ એમ્બ્યુલન્સની નજીક આવે છે અને દૂર થઇ જાય છે, તેની પિચ કેવી બદલી જાય છે? ખગોળશાસ્ત્રીઓ એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકે છે જે ગ્રહની પરિભ્રમણ ગતિને માપવા માટે ડોપ્લર અસર તરીકે ઓળખાય છે.

ઉદાહરણ તરીકે ઇનસાઇટ લેન્ડર સાથે, વૈજ્ઞાનિકો ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરીને લેન્ડરને રેડિયો સિગ્નલ પ્રસારિત કરી શકે છે. આરઆઇએસઇ (RISE) સાધન, જેમાં રેડિયો ટ્રાન્સપોન્ડર અને એન્ટેનાનો સમાવેશ થાય છે, તે સિગ્નલ બેકને પ્રતિબિંબિત કરશે. વૈજ્ઞાનિકો ગ્રહ કેટલી ઝડપથી પરિભ્રમણ કરી રહ્યો છે તે માપવા માટે ડોપ્લર શિફ્ટ તરીકે ઓળખાતી અસરને કારણે થતા આવર્તનમાં નાના ફેરફારો શોધી શકે છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો


Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ