/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/plane.jpg)
મોસ્કો જઇ રહેલ પેસેન્જર પ્લેન અફઘાનિસ્તાનમાં ક્રેશ થયું છે. પ્રતિકાત્મક તસવીર (Photo - freepik)
Moscow Plan crash: મોસ્કો જઇ રહેલ આ વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાંના વાખાન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. બદખ્શાંમાં તાલિબાનના સુચના અને સંસ્કૃતિ વિભાગના વડાએ આ દુર્ઘટના અંગે જાણકારી આપતાં જણાવ્યું કે, મોસ્કો જઇ રહેલ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ સમગ્ર મામલે તપાસ કરવા માટે એક ખાસ ટીમ રવાના કરી દેવાઇ છે.
ડીજીસીએના અધિકારીએ આ અંગે જણાવ્યું કે, આ ભારતીય વિમાન નથી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે એ મોરક્કન માન્યતા પ્રાપ્ત DF 10 વિમાન છે. જોકે હાલમાં આ દુર્ઘટના અંગે વધુ વિગતો સામે આવી નથી. મુસાફરો અને ક્રુ સભ્યોના મોત કે અન્ય કોઇ અંગે જાણકારી મળી શકી નથી.
DGCA official confirms this is not an Indian plane. A plane that crashed in the mountains of Topkhana alongside the districts of Kuran-Munjan and Zibak of Badakhshan province, was Moroccan registered DF 10 aircraft, as per senior Directorate General of Civil Aviation (DGCA)…
— ANI (@ANI) January 21, 2024
આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ એક ભારતીય પેસેન્જર એરક્રાફ્ટ છે. પરંતુ હવે લેટેસ્ટ માહિતી અનુસાર એ વાત સામે આવી રહી છે કે આ એરક્રાફ્ટ ભારતીય નથી અને આ એરક્રાફ્ટ પેસેન્જર એરક્રાફ્ટ હોવાની પુષ્ટિ નથી થઈ રહી.
ન્યૂઝ એજન્સી રોયટર્સે રવિવારે અહેવાલ આપ્યો છે કે ભારતથી મોસ્કો થઈને ઉઝબેકિસ્તાન જઈ રહેલું એક ચાર્ટર્ડ પ્લેન અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં ક્રેશ થયું છે.
રશિયન ઉડ્ડયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન ફ્રાંસનું ડેસોલ્ટ ફાલ્કન 10 જેટ હતું અને તે ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો જઈ રહ્યું હતું. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વિમાન ભારતીય ન હતું. મંત્રાલયે આ નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.
રવિવારના રોજ, રોઇટર્સે સ્થાનિક પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે વિમાન દુર્ઘટના અફઘાનિસ્તાનના દૂર ઉત્તરમાં બદખ્શાંના દૂરના પર્વતીય પ્રદેશમાં થઈ હતી અને તેની તપાસ ચાલી રહી છે. પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ કે જાનહાનિની ​​પુષ્ટિ કરી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us