રશિયાની રાજધાની મોસ્કોથી (Russian capital Moscow) ગોવા આવતા ચાર્ટર્ડ ફલાઇટને શનિવારે ઉઝ્બેકિસ્તાન (Uzbekistan) ડાયવર્ટ કરાવ્યું હતું. બોમ્બની ધમકી મળવાના કારણે શનિવારે ફ્લાઇટને ડાયવર્ટ કરાઇ હતી.
વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રશિયાના પર્મ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા જઇ રહેલી અજુર એરના ચાર્ટર્ડ પ્લેનની સુરક્ષાનો ખતરો હતો. ત્યારબાદ વિમાનને ઉઝ્બેકિસ્તાન તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. વિમાનમાં બે બાળકો, પ્લેન ક્રૂના સાત સભ્યો સહિત કુલ 238 યાત્રીઓ હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન (AZV2463)ને ભારતીય એર સ્પેશમાં પ્રવેશ કરતા પહેલા જ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ પ્લેન ગોવાના ડાબોલિમ એરપોર્ટ પર સવારે ચાર વાગ્યે ઉતરવાનું હતું. એક અધિકારીએ પીટીઆઈ- ભાષાને જણાવ્યું હતું કે ડાબોલિમ એરપોર્ટના નિદેશકને રાત્રે 12.30 વાગ્યે એક ઇમેલ મળ્યા બાદ આ પ્લેનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઇમેલમાં વિમાનને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કર્યો હતો.
11 દિવસમાં બીજી ઘટના
જણાવી દઈએ કે 11 અગિયાર દિવસમાં મોસ્કો-ગોવા ફ્લાઈટમાં બોમ્બની ધમકીની આ બીજી ઘટના છે. 9 જાન્યુઆરીના રોજ, 244 મુસાફરો અને ક્રૂ સાથે મોસ્કોથી ગોવા જતી ચાર્ટર ફ્લાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું જ્યારે ગોવા એર ટ્રાફિક કંટ્રોલને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર બોમ્બની ધમકીનો દાવો કરતો ઈમેલ મળ્યો હતો.