અમેરિકા : નાસાએ ચંદ્ર પર માણસને ઉતારવા માટેના આર્ટેમિસ 2 અને આર્ટેમિસ 3 મિશન ને મુલતવી રાખ્યું, જાણો કારણ

NASA Moon Mission Artemis 2 and 3 : યુએસ સ્પેસ એજન્સી (US Space Agency) નાસા એ ચંદ્ર પર માણસ (human on moon) ઉતારવા આર્ટેમિસ 2 અને આર્ટેમિસ 3 (Artemis 3) મિશનને મુલતવી રાખ્યું છે.

Written by Kiran Mehta
January 10, 2024 18:45 IST
અમેરિકા : નાસાએ ચંદ્ર પર માણસને ઉતારવા માટેના આર્ટેમિસ 2 અને આર્ટેમિસ 3 મિશન ને મુલતવી રાખ્યું, જાણો કારણ
CSA (કેનેડિયન સ્પેસ એજન્સી) અવકાશયાત્રી જેરેમી હેન્સન, અને NASA અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ, વિક્ટર ગ્લોવર અને રીડ વાઈઝમેન (ડાબેથી જમણે) આર્ટેમિસ 2 મિશનનો ભાગ હશે. (ફોટો - નાસા)

NASA Moon Mission Artemis 2 and 3 : પચાસ વર્ષથી વધુ સમય પછી, ઉત્તેજના સ્પષ્ટ હતી. માણસને આર્ટેમિસ મિશન સાથે ચંદ્ર પર લઈ જવા માટે નાસા તૈયાર પણ હતુ. પરંતુ હવે લાગે છે કે, આપણે થોડી વધુ રાહ જોવી પડશે. નાસાએ બુધવારે જાહેરાત કરી હતી કે, તે ટેકનિકલ ખામીઓને કારણે તેના આગામી આર્ટેમિસ 2 અને 3 મિશનમાં થોડો વિલંબ કરશે.

યુએસ સ્પેસ એજન્સીના એક અખબારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આ મિશનને સુરક્ષાના ભાગરૂપે સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે, એજન્સીના વૈજ્ઞાનિકોએ આર્ટેમિસ II અને આર્ટેમિસ III ના સમયપત્રકને બદલવાની ફરજ પડી છે, જેથી ટીમોને પ્રથમ વખત વિકાસ, કામગીરી અને એકીકરણથી આગળ વધવાની મંજૂરી મળે.”

શું છે આર્ટેમિસ 2 મિશન અને આર્ટેમિસ 3 મિશન

આર્ટેમિસ 2 મિશન, જે અવકાશયાત્રીઓને ચંદ્રની આસપાસ લઈ જશે અને ઉતરાણ કર્યા વિના જ પરત ફરશે, આ પહેલા આ મિશન માટે નવેમ્બર 2024 નું આયોજન હતુ જે હવે સપ્ટેમ્બર 2025 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યારે આર્ટેમિસ 3, જે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પ્રથમ માનવ ઉતારવાની યોજના છે, તેને 2025 ના અંત અથવા 2026 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ગેટવે ચંદ્ર અવકાશ સ્ટેશન માટે મહત્વાકાંક્ષી આર્ટેમિસ 4 મિશન હજુ પણ 2028 માટે હાલમાં ટ્રેક પર છે.

કેમ મિશન મુલતવી રાખવામાં આવ્યું

સીધા શબ્દોમાં સમજીએ તો, મિશનને માનવ સાથે સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે, આર્ટેમિસ II અને આર્ટેમિસ III ના લોન્ચિંગ સમયને વધારવામાં આવ્યો છે, જેથી વૈજ્ઞાનિકોએ સુનિશ્ચિત કરી શકે કે, આ મિશનમાં જનારા અવકાશયાત્રીઓ સુરક્ષિત રહેશે. નાસા અનુસાર, વિલંબ પાછળનું મુખ્ય કારણ અવકાશયાત્રીની સુરક્ષા છે, ચંદ્રની સપાટી પર અવકાશયાત્રીઓ પહેરી શકે તે સ્પેસસુટ્સ માટે એન્જિનિયરિંગ અને અન્ય સાધનોને પૂર્ણ કરવામાં વિલંબનો સામનો કરી રહ્યા છે.

નાસાના ચંદ્ર મિશનનો પહેલા શું સમય નક્કી થયો હતો

તમને જણાવી દઈએ કે, પહેલા નાસા 2024 ના નવેમ્બરમાં આર્ટેમિસ 2 મિશન હેઠળ ચાર મનુષ્ય સાથે ચંદ્ર નજીક જવાનું હતુ, ત્યારબાદ આર્ટેમિસ 3 મિશન સાથે 2025 માં ચાર અવકાશયાત્રીને ચંદ્ર પર ઉતારવાના હતા. પરંતુ હવે આ મિશન મુલતવી રાખવામાં આવ્યું છે. અને અવકાશયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ જાય તે માટે મિશન માટે થોડો વધુ સમય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમેરિકા આ પહેલા પણ ચંદ્ર પર માણસ ઉતારી ચુક્યું છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 1972 માં ચંદ્રની સપાટી પર ઉતરાણ કર્યું હતુ, તે હવે ફરી એકવાર માનવ સાથે ચંદ્ર મિશન કરવા આતુર છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ચંદ્ર નજીકથી પાછા ફરી રહ્યા છીએ જે આપણે પહેલાં ક્યારેય કર્યું નથી, પરંતુ, અમારા અવકાશયાત્રીઓની સલામતી એ નાસાની ટોચની પ્રાથમિકતા છે કારણ કે, અમે ભવિષ્યના આર્ટેમિસ મિશન માટે તૈયારી કરી રહ્યા છીએ. આર્ટેમિસ I પરથી અમે ઘણું શીખ્યા છીએ, અને આગામી પ્રારંભિક મિશનની સફળતા તેના પર નિર્ભર છે. આપણા સૌરમંડળમાં માનવતાના સ્થાનની અમારી ઍક્સેસ અને સમજણને આગળ વધારવા માટે અમારી વ્યાપારી અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી છે. આર્ટેમિસ એ રજૂ કરે છે કે, આપણે એક રાષ્ટ્ર તરીકે કોણ છીએ અને વૈશ્વિક જોડાણ તરીકે આપણે શું પ્રાપ્ત કરી શકીએ છીએ. જ્યારે આપણા માટે શું મુશ્કેલ છે તેના પર અમારી દૃષ્ટિ નક્કી કરીએ છીએ, ત્યારે આપણે સાથે મળીને આપણે શું કરી શકીએ છીએ, જેનાથી મહાનતા હાંસલ કરી શકીએ.”

આર્ટેમિસ 2 એ ઓરિઓન અવકાશયાન પરના ક્રૂ સાથે પ્રથમ ઉડાન પરીક્ષણ હશે અને તે પર્યાવરણીય નિયંત્રણો અને જીવન સહાયક પ્રણાલીઓનું પરીક્ષણ કરશે, જે અવકાશયાત્રીઓને જીવંત રાખવા માટે મહત્વપૂર્ણ છે. NASA ટીમો બેટરીની મુશ્કેલી નિવારણ કરી રહી છે અને વેન્ટિલેશન અને તાપમાન નિયંત્રણ માટે જવાબદાર એવા કેટલાક ઘટક સાથે અન્ય સમસ્યાઓનું નિરાકરણ કરી રહી છે.

આર્ટેમિસ 1 અંક દરમિયાન ઓરિઅનના હીટ શિલ્ડમાંથી ચાર સ્તરના ટુકડાઓનું અણધાર્યું નુકસાન પણ થયું હતું અને તપાસ આ વર્ષે વસંતમાં પૂર્ણ થવાની ધારણા છે. નવી સમયરેખા એ પણ સુનિશ્ચિત કરે છે કે, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસે આર્ટેમિસ 3 ને સુધારવા માટે આર્ટેમિસ 2 પાસેથી પણ શીખવા માટે પૂરતો સમય હશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ