ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણે ભીખ માંગીએ છીએ, નવાઝ શરીફે પાકિસ્તાનના સેના પ્રમુખો અને જજો પર કર્યા આકરા પ્રહાર

Pakistan News : નવાઝ શરીફે કહ્યું - જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેમનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર એક અબજ ડોલરનો હતો પરંતુ હવે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 600 અબજ ડોલર થઈ ગયો છે

Pakistan News : નવાઝ શરીફે કહ્યું - જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેમનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર એક અબજ ડોલરનો હતો પરંતુ હવે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 600 અબજ ડોલર થઈ ગયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
nawaz sharif | pakistan

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (File)

Nawaz Sharif : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારતના વખાણ કર્યા છે. નવાઝ શરીફે કહ્યું છે કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને જી-20 સમિટનું સફળ આયોજન કર્યું છે, જ્યારે પાકિસ્તાન આખી દુનિયા પાસે માંગી રહ્યું છે. લંડનમાં રહેતા નવાઝ શરીફે દેશની આર્થિક દુર્દશા માટે પાકિસ્તાનના પૂર્વ જનરલો અને જજોને જવાબદાર ગણાવ્યા હતા.

Advertisment

પાકિસ્તાન ઘણા મહિનાઓથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં આસમાનને આંબતી મોંઘવારી, વધી રહેલા ઊર્જાના ભાવ અને ઈંધણની અછતના કારણે ગરીબ વસ્તી પર દબાણ આવી ગયું છે. સોમવારે સાંજે લંડનથી લાહોરમાં પાર્ટીની બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા નવાઝ શરીફે કહ્યું કે આજે પાકિસ્તાનના વડાપ્રધાન પૈસાની ભીખ માંગવા માટે દેશ-દેશમાં ફરી રહ્યા છે, જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને જી-20 બેઠકો કરી રહ્યું છે. ભારતે જે સિદ્ધિઓ મેળવી તે પાકિસ્તાન કેમ મેળવી શક્યું નહીં? આના માટે અહીં કોણ જવાબદાર છે?

નવાઝ શરીફે દાવો કર્યો હતો કે ભારતે 1990માં તેમની સરકાર દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાઓનું પાલન કર્યું હતું. જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેમનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર એક અબજ ડોલરનો હતો પરંતુ હવે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 600 અબજ ડોલર થઈ ગયો છે. શરીફે સવાલ કર્યો હતો કે આજે ભારત ક્યાં પહોંચી ગયું છે અને દુનિયા પાસે પૈસાની ભીખ માંગવામાં પાકિસ્તાન ક્યાં પાછળ રહ્યું છે.

આ પણ વાંચો - ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધોથી વેપાર પર શું થશે અસર?

Advertisment

નવાઝ શરીફની જેમ જ તેમના પ્રતિસ્પર્ધી અને પૂર્વ પીએમ ઈમરાન ખાને પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરખામણી કરી હતી અને ભારતની આર્થિક અને ફૂટનીતિક તાકાતના વખાણ કર્યા હતા. જુલાઈમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) પાસેથી બેલઆઉટ ડીલ મેળવી હતી, જે દેશના અર્થતંત્રને સ્થિર કરવાના સરકારના પ્રયત્નોને ટેકો આપવા માટે 9 મહિના માટે 3 અબજ ડોલરના બેલઆઉટ પ્રોગ્રામનો એક ભાગ છે.

નવાઝ શરીફે આગામી ચૂંટણીમાં પાર્ટીના રાજકીય અભિયાનનું નેતૃત્વ કરવા માટે 21 ઓક્ટોબરે પાકિસ્તાન પરત ફરવાની જાહેરાત કરી છે. તે છેલ્લા ચાર વર્ષથી બ્રિટનમાં રહે છે. શરીફે એવી પણ જાહેરાત કરી હતી કે તેમનો પક્ષ આગામી સામાન્ય ચૂંટણીઓ જીતશે.

પાકિસ્તાન વિશ્વ