Nepal Air Crash: ચીનની મદદથી બન્યું હતું પોખરા એરપોર્ટ, બે સપ્તાહ પહેલા થયું હતું ઉદ્ઘાટન, હવે ઉઠી રહ્યા છે સવાલો

Nepal Air Crash : પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન નેપાળના નવ-નિયુક્ત વડાપ્રધાન પુષ્ય કમલ દહલ પ્રચંડે બે સપ્તાહ પહેલા જ કર્યું હતું.

Nepal Air Crash : પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન નેપાળના નવ-નિયુક્ત વડાપ્રધાન પુષ્ય કમલ દહલ પ્રચંડે બે સપ્તાહ પહેલા જ કર્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Nepal Aircraft crash, Nepal Air Crash, Nepal plane tragedy

નેપાળ પ્લેન ક્રેસ

Nepal Air Crash: નેપાળના પોખરા આંતરરાષ્ટ્રી એરપોર્ટ ઉપર કાઠમાંડૂથી આવી રહેલા 72 સીટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણનું કહેવું છે કે વિમાનમાં 53 નેપાળી, 5 ભારતીય, 4 રશિયન, 2 કોરિયન, 1 ઓસ્ટ્રલિયન, 1 આર્જેન્ટીયન, 1 આયરિશ અને એક ફ્રાન્સીસ મુસાફર સવાર હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 68 લોકોના મોત નીપજ્યા છે. અત્યારે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.

Advertisment

પીટીઆઈ પ્રમાણે પોખરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન નેપાળના નવ-નિયુક્ત વડાપ્રધાન પુષ્ય કમલ દહલ પ્રચંડે બે સપ્તાહ પહેલા જ કર્યું હતું. આ એરપોર્ટ ચીનની મદદથી બનાવવામાં આવ્યું હતું. આ ચીનના પ્રમુખ બેલ્ટ એન્ડ રોડ ઇનશિએટિવના સહયોગનો ભાગ હતો.

સ્થાનિક સૂત્રો પ્રમાણે ક્રેશ - લેન્ડિંગની ડિટેલ સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉભા થશે. જેવા કે શું નેપાળના પોખરા ક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જ્યાં રવિવારે 72 લોકોને લઇ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરપોર્ટનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરીએ કામ પુરુ કર્યા વગર જ થયું હતું. શું ચીનની CAMC એન્જિનિયરિંગ કંપની લિમિટેડ દ્વારા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ સહયોગના ભાગના રૂપમાં નિર્માણ કાર્ય પુરું થયું ન્હોતું?

નેપાળના એક ઉચ્ચ સ્થાને રહેલા સ્ત્રોતે CNN-News18 ને જણાવ્યું હતું કે ગયા વર્ષે એપ્રિલમાં, ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ બાલુવાતારમાં આયોજિત સૌજન્ય બેઠક દરમિયાન નેપાળના તત્કાલિન વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને પોખરા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ચાવીઓ સોંપી હતી. તેનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરીએ પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું. હેન્ડઓવર બાદ એરપોર્ટ પર આ પ્રથમ અકસ્માત છે. ટેક્નિકલ ટીમે વપરાયેલી સામગ્રીનો અભ્યાસ કરવાનો રહેશે.

Advertisment

તમને જણાવી દઈએ કે, એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા પ્રચંડે કહ્યું હતું કે નેપાળ જેવા લેન્ડલોક દેશ માટે કનેક્ટિવિટીનું સૌથી અસરકારક માધ્યમ એર કનેક્ટિવિટી છે. તેમણે કહ્યું હતું કે આ એરપોર્ટ શરૂ થવાથી પોખરાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે જોડાણ સ્થાપિત થયું છે. કાઠમંડુ પોસ્ટ અખબાર અનુસાર, નેપાળ સરકારે એરપોર્ટના નિર્માણ માટે માર્ચ 2016માં ચીન સાથે $215.96 મિલિયન સોફ્ટ લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

નેપાળના હવાઈ ઉદ્યોગમાં તાજેતરના વર્ષોમાં તેજી આવી છે, જે દૂરના વિસ્તારોમાં માલસામાન અને લોકો તેમજ વિદેશી ટ્રેકર્સ અને ક્લાઇમ્બર્સનું વહન કરે છે, પરંતુ અપૂરતી તાલીમ અને જાળવણીને કારણે તે અસલામતીથી પીડાય છે.

એરક્રાફ્ટ ઓપરેટરોએ જણાવ્યું છે કે નેપાળમાં ચોક્કસ હવામાનની આગાહી માટે માળખાકીય સુવિધાઓનો અભાવ છે, ખાસ કરીને પડકારરૂપ પર્વતીય પ્રદેશો સાથેના દૂરના વિસ્તારોમાં કે જેણે ભૂતકાળમાં જીવલેણ અકસ્માતો જોયા છે. પર્વતોમાં પણ, હવામાન ઝડપથી બદલાઈ શકે છે, જે ખતરનાક સ્થિતિ તરફ દોરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ દેશ