Nepal plane crash : નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું વિજય માલ્યા સાથે ક્નેક્શન, બ્લેક બોક્સ મળતા અકસ્માતનું કારણ બહાર આવશે

Nepal plean crash : નેપાળમાં (Nepal) પોખરા એરપોર્ટ (Pokhara airport) પર દૂર્ઘટનાગ્રસ્ત ATR 72 વિમાનમાં (ATR 72 aircraft cresh) બેઠેલા તમામ મુસાફરોના મોત થયા. ઘટનાસ્થળેથી એરક્રાફ્ટનું બ્લેક બોક્સ (Black Box) મળી આવતા અકસ્માતનું કારણ જાણી શકાશે. વિજય માલ્યા (Vijay mallya)ની કિંગફિશર એરલાઇન્સ (Kingfisher Airlines) કંપની સાથે આ વિમાનનું છે ખાસ કનેક્શન

Written by Ajay Saroya
Updated : January 16, 2023 21:22 IST
Nepal plane crash : નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું વિજય માલ્યા સાથે ક્નેક્શન, બ્લેક બોક્સ મળતા અકસ્માતનું કારણ બહાર આવશે

નેપાળના પોખરા શહેરમાં રવિવાર 15 જાન્યુઆરી, 2023ના રોજ એક વિમાન ક્રેશ થતા તેમાં બેઠેલા તમામ 72 લોકોના મોત થયા છે. તો 16 જાન્યુઆરીએ અધિકારીએ જાણકારી આપી કે નેપાળમાં બનેલી વિમાન દૂર્ઘટના બાદ ચાર વ્યક્તિઓની શોધખોળ હજી પણ ચાલી રહી છે. નોધનિય છે કે, દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ (Black Box) મળી આવ્યુ અને તેનાથી આ પ્લેન કેવી રીતે ક્રશ થયુ તેનું કારણ જાણી શકાશે.

બ્લેક બોક્સ CAANને સોંપવામાં આવ્યુ

આ દૂર્ઘટના અંગે પીટીઆઇ એ યતિ એરલાઇન્સના એક પ્રવક્તા સુદર્શન બરતૌલાના હવાલાથી જણાવ્યુ કે, દૂર્ઘટનાગ્રસ્ત વિમાનના બંને બ્લેક બોક્સને અકસ્માત સ્થળેથી મેળવી લેવાયા છે. બ્લેક બોક્સને નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીને (CAAN) સોંપી લેવામાં આવ્યુ છે. નોંધનિય છે કે, આ દૂર્ઘટના બાદ બચાવ કામગીરી કરી રહેલા એક વ્યક્તિએ જણાવ્યુ કે, યતિ એરલાઇન્સ દ્વારા સંચાલિત ATR-72 વિમાનમાં કુલ 72 વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા, જેમાં માત્ર 68 લોકોના મૃતદેહો મળ્યા છે.

દૂર્ઘટનાગ્રસ્ત ATR-72 પ્લેનનું વિજય માલ્ય સાથે કનેક્શન

Cerium Fleetsના ડેટા અનુસાર, નેપાળમાં ક્રેશ થયેલા ATR 72 એરક્રાફ્ટને વર્ષ 2007માં વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઈન્સે ખરીદ્યું હતું. અત્રે નોધનિય છે કે, વિજય માલ્યાએ ફ્રેન્ચ-ઇટાલિયન રિજનલ એરક્રાફ્ટ ઉત્પાદક કંપની એટીઆર પાસેથી આ દૂર્ઘટનાગ્રસ્ત પ્લેન ખરીદ્યું હતું. એરક્રાફ્ટ કાફલો, તેના ઉપકરણો અને ખર્ચને ટ્રેક કરતી સીરિયસ ફ્લિટ્સના આંકડા મુજબ 9N-ANC બંધ થયેલી કિગફિશર એરલાઇન્સને આપવામાં આવ્યુ હતુ.

વર્ષ 2007ના 6 વર્ષ બાદ આ એરક્રાફ્ટ થાઇલેન્ડની નોક એર દ્વારા ખરીદવામાં આવ્યુ હતુ. ત્યાર પછી વર્ષ 2019માં નેપાળની યતિ એરલાઇન્સને આ વિમાન વેચવામાં આવ્યુ હતુ. Cerium Fleets ડેટા અનુસાર, વિમાનનું સંચાલન Investec Bank દ્વારા કરવામાં આવ્યું હતું. નેપાળના ઉડ્ડયન ઈતિહાસમાં આ પહેલી ઘટના હતી કે આ મોડલના વિમાનનો અકસ્માત થયો છે.

દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 5 ભારતીયો પણ હતા

ઉલ્લેખનિય છે કે, નેપાળમાં વિમાન દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોમાં 5 ભારતીયો પણ હતા. જેમાંથી ચાર ભારતીયો નેપાળના ટૂરિસ્ટ સેન્ટર પોખરામાં પેરાગ્લાઈડિંગની મજા માણવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ