/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Nepal-Monkey-Terror.jpg)
નેપાળ વાંદરાનો આતંક
નેપાળ વાંદરા આતંક થી પરેશાન છે. તેથી, નેપાળમાં “વાનર આતંક” અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ સમસ્યાના ઉકેલ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે લોકોને વાંદરાઓના આતંકથી મુક્ત કરવા નેપાળી સાંસદો અને ડોક્ટરોની એક ટીમ ભારતની મુલાકાત લેશે. આ ટીમ ભારતમાં વાંદરાઓની વસ્તીને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તે વિશે માહિતી મેળવશે. વાંદરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે ટીમ ભારતમાં અભ્યાસ કરશે.
નેપાળ વાંદરા આતંક થી મુક્ત કરવામાં ભારત મદદ કરશે
મીડિયા અહેવાલો અનુસાર, મુલાકાત પહેલા કૃષિ, સહકારી અને પ્રાકૃતિક સંસાધન સમિતિના સભ્યોએ સંસદીય બેઠકોમાં "વાનરના આતંક" નો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વાંદરાઓની વસ્તીને અંકુશમાં લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે. આ માટે ભારત સરકાર મદદ કરશે તેવું આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું. આ નિર્ણય પછી, દસ પશુચિકિત્સકો અને પાંચ વન રેન્જર્સ ભારતમાં વાંદરાઓની વસ્તીને નિયંત્રિત કરવા અભ્યાસ કરશે.
વાંદરાઓને મારવાની પરવાનગી આપવામાં આવી છે
આ મુલાકાત દરમિયાન, આ ટીમ કાસ્ટ્રેશન દ્વારા વાંદરાઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે અભ્યાસ કરશે. આ માટે ટીમ ભારતના હિમાચલ પ્રદેશ જશે. વર્ષ 2016 માં હિમાચલ પ્રદેશે પહેલીવાર વાંદરાઓને એક વર્ષ માટે 'નાશક જીવડા' તરીકે જાહેર કર્યા હતા. આ પછી, તેમની વસ્તીને નિયંત્રિત કરવા માટે વાંદરાઓને મારવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે પરવાનગીની સમયમર્યાદા ઓછામાં ઓછી ચાર વખત 2021 સુધી લંબાવી હતી.
આ પણ વાંચો - ચંદ્ર સંકોચન ખતરાની ઘંટી! સંકોચાઈ રહ્યો છે ચંદ્ર, આવી રહ્યા છે ભૂકંપ અને ભૂસ્ખલન, NASAનું સપનું રોળાશે?
નેપાળના પ્રતિનિધિ સભાની એક સમિતિ ભારત પહોંચી
નેપાળના પ્રતિનિધિ સભાની અન્ય સમિતિના સભ્યો સંસદીય સંવાદ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર મંગળવારે ભારત આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય સંબંધો સમિતિના સભ્યો 7 ફેબ્રુઆરીએ નેપાળ પરત ફરશે. 11 સભ્યોની આ સમિતિમાં આઠ સાંસદો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us