ઉદિત મિશ્રાઃ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ કરવાની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે જીત મેળવી લીધી છે. પાર્ટીએ તેમને પોતાના નવા નેતા પસંદ કરી લીધા છે. સુનક બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. આવું પહેલીવાર થશે કે ભારતીય મૂળના વ્યક્તિ બ્રિટનના વડાપ્રધાન બનશે. જોકે, બ્રિટનમાં છવાયેલા રાજકીય અને આર્થિક સંકટોના વાદળો ઓછા થશે એ જોવાનું રહ્યું.
કાર્યભાર સંભાળ્યાના 45 દિવસની અંદર જ લિઝ ટ્રસે વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે જાહેર કરેલું મિની બજેટ જ તેમના માટે ઊંધો દાવ પડ્યો હતો. સરકારને આશા હતી કે વધતાં ફુગાવાથી લોકોને રાહત અને બ્રિટનની સ્થિર વિકાસને ગતિ મળશે. પરંતુ આ યોજના ઊંધી પડી. હવે આ સ્થિતિને સંભાળવાની જવાબદારી સુનક ઉપર છે. સાત સપ્તાહની અંદર દેશ ત્રીજા વડાપ્રધાન જોવા માટે તૈયાર છે. આવી રાજકીય અસ્થિરતા પણ એક પડકાર છે.
- બ્રિટનની આર્થિક સ્થિતિ ખુબ જ પડકારજનક છે. Institute of Fiscal Studies પ્રમાણે બ્રિટનની આર્થવ્યવસ્થામાં નબળાઈ હવે એક ચિંતાનો વિષય બન્યો છે. જ્યારે દેશમાં ઉત્પાદન પૂર્વ કોવિડ પ્રવૃત્તિથી 2.6 ટકા ઓછું થયું છે. આવી સ્થિતિમાં સ્થાનિક ઉત્પાદનના આંકડા એટલે કે જીડીપીમાં 1.4 ટકાના વધારો કરવો પડશે.
- અર્થવ્યવસ્થાની સામે વ્યાપારની પણ શરતો એક મુખ્ય પડકાર છે. આવનારા દિવસોમાં સ્થાનિક અને કોર્પોરેટ બંને વિસ્તારો ઉપર અસર પડશે. આર્થિક રૂપથી નબળા લોકો આનાથી પરેશાન થઈ શકે છે. પ્રમુખ નીતિગત પ્રશ્ન એ છે કે આ નુકસાનને કેવી રીતે પહોંચી વળશે.
- માંગ ઘટવાથી નજીકના ભવિષ્યમાં બેરોજગારી વધવાની આશંકા છે. ભવિષ્યમાં વધનારી બેરોજગારી ઉપર કાબુ મેળવવો સુનક માટે મોટો પડકાર છે.
- મોંઘવારી વધારે વધી શખે છે. અભ્યાસ પ્રમાણે 2023 સુધી મોંઘવારી ઉચ્ચ સ્તર ઉપર પહોંચી શકે છે. જેની સામે લડવું એક પડકાર સમાન છે.
- એક તરફ છૂટક મોંઘવારી બે આંકડામાં હોવાના કારણે જનજીવન પર સંકટ છે. બીજી તરફ રોકાયેલી આર્થિક વૃદ્ધિ પણ સમસ્યા છે. જો સરકાર મોંઘવારીને નિયંત્રિત કરવા માટે ખર્ચ ઉપર અંકુશ લગાવે તો આર્થિક વિકાસ વધુ નીચે જતો રહેશે. આઈએફએસનો રીપોર્ટ કહે છે કે આ કોઈપણ બ્રિટિશ નીતિ નિર્માતાઓ માટે સૌથી વધારે ચિંતાજનક છે.
- ઋષિ સુનક સામે પહેલો રાજકીય પડકાર એ છે કે તેમણે સાબિત કરવું પડશે કે તેઓ પાર્ટીને નિયંત્રિત કરી શકે છે.
- સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીની બહુમતી છે પરંતુ તે બ્રેક્ઝિટ સહિતના તમામ મુદ્દાઓ પર વિભાજિત છે. આવી સ્થિતિમાં પાર્ટીને એક કરવી પણ મોટો પડકાર છે.
- આગામી દિવસોમાં પાર્ટીના કેટલાક લોકો ઊંચા ટેક્સનો વિરોધ કરશે. લોકો સ્વાસ્થ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ખર્ચમાં કાપનો પણ વિરોધ કરશે. સુનકે આવા વિરોધને પણ સંભાળવો પડશે.
- ઋષિ સુનકે બ્રેક્ઝિટનું સમર્થન કર્યું. પરંતુ પાર્ટીમાં કેટલાક હજુ પણ યુરોપિયન યુનિયન પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. આ હકીકતને અસંતુલન તરીકે જોવામાં આવી રહી છે.
- ઉત્તરી આયર્લેન્ડ સાથે વેપારના મુદ્દે પણ સુનકને દબાણનો સામનો કરવો પડી શકે છે.