કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકાના વોશિંગટન ડીસીમાં સ્થિ અમેરિકી થિંક ટૈક પીટરસન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સમાં એક કાર્યક્રમ દરમિયાન ભારત માટે પશ્વિમી દેશોની ધારણા અંગે ભારે ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે ભારતમાં મુસલમાનોની સ્થિતિ, પાકિસ્તાનમાં રહેનારા મુસલમાનોની તુલનાએ ખૂબ જ સારી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતમાં જે થઇ રહ્યું છે તેના ઉપર એક નજર નાંખો, નહીં કે એ લોકો દ્વારા ફેલાવવામાં આવેલી ધારણાઓને સાંભળો. જે ગ્રાઉન્ડ પર ગયા નથી અને રિપોર્ટ રજૂ કરી રહ્યા છે.
સીતારમણે કહ્યું કે પશ્વિમી મીડિયામાં કહેવામાં આવે છે કે ભારતમાં શાસનના સમર્થનથી મુસ્લિમોનું જીવન કઠીન છે. પરંતુ આ બધુ નિરાધાર છે. નાણામંત્રીએ કહ્યું કે જો એવું હોત તો ભારતમાં દુનિયાની બીજી સૌથી વધારે મુસ્લિમ વસ્તી કેવી રીતે હોત. ઉલ્લેખનીય છે કે નિર્મલા સીતારમણ રવિવારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક મીટિંગમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
નાણામંત્રીએ કહ્યું કે જે લોકો ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે પ્રશ્નો કરે છે. મને લાગે છે કે આ પ્રશ્નનો જવાબ એ રોકાણકારો પાસે છે જે ભારતમાં આવી રહ્યા છે. તેમણએ કહ્યું કે હું માત્ર એટલું જ કહીશ કે આવીને જુઓ કે ભારતમાં શું થઇ રહ્યું છે. પીઆઇઆઇઇના અધ્યક્ષ એડમ એસ પોસેનને નાણામંત્રીને એ પણ પ્રશ્ન કર્યો હતો કે પશ્વિમી પ્રેસમાં વિપક્ષીદળના સાંસદોની સ્થિતિ ખોવા અને ભારતમાં મુસ્લિમ અલ્પસંખ્યકોની હિંસાનો શિકાર હોવા અંગે મોટા પ્રમાણમાં રિપોર્ટિંગ થઇ રહ્યું છે.
આ પણ વાંચોઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારની નિંદા કરનાર જ્યોર્જ સોરોસ ‘ખતરનાક’ : વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર
ભારતમાં કેમ વધી રહી છે મુસ્લિમોની સંખ્યા?
નિર્મલા સિતારમણે કહ્યું કે ભારતમાં દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી રહે છે અને વસ્તી વધી રહી ચે. નાણામંત્રીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ વસ્તી 1947ની તુલનાએ વધી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની હાલત ખરાબ થતી રહે છે. આવી સ્થિતિમાં શું આ પ્રશ્ન ભારત માટે કરવો જોઈએ? પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો ઉપર મામૂલી આરોપો લગાવવામાં આવે છે. જેના માટે મોતની સજા જેવી સજા પણ આપવામાં આવે છે. જ્યારે ભારતમાં મુસલમાન પોતાનો વ્યવસાય કરી રહ્યા છે. તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ફેલોશિપ પણ આપવામાં આવી રહી છે.