UAE New Circular For Tourist Passengers: હાલ ખાડી દેશોની યાત્રા કરનાર લોકોએ પાસપોર્ટમાં પોતાનું નામ જરૂર સુધારી લેવું જોઈએ. જો પાસપોર્ટમાં ફક્ત એક નામ લખેલું છે તો આવા લોકોને સંયુક્ત અરબ અમિરાત (UAE)ની સરકાર પોતાને ત્યાં આવવા દેશે નહીં. આ નિયમથી ઘણા લોકો સામે પરેશાની ઉભી થઇ છે. જે યાત્રીઓએ પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે અને યાત્રા પર જવાના છે તેમાંથી ઘણા લોકોને તેની જાણકારી નથી.
એરપોર્ટથી પરત ફર્યા યાત્રી
સોમવારે જ્યારે ઘણા પ્રવાસીઓ અરપોર્ટ પર સંયુક્ત અરબ અમિરાત જવા માટે પહોંચ્યા તો તેમને પાછા મોકલી દીધા હતા. તેમને જણાવવામાં આવ્યું કે પહેલા પોતાના પોસપોર્ટ પર પોતાનું નામ બદલાવો. આ યાત્રીઓને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો – પાકિસ્તાનના રક્ષા મંત્રીનો દાવો- ઇમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ પણ વેચી દીધો

સિગલ નામવાળા ઇન્ડિયન નાગરિક UAE માં પ્રવેશી શકશે નહીં
સંયુક્ત અરબ અમિરાતના નવા દિશા-નિર્દેશો પ્રમાણે હવે પાસપોર્ટમાં ફક્ત એક નામવાળા લોકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી રહેશે નહીં. યૂઈએ સરકારના મતે બધા યાત્રીયોના પાસપોર્ટ પર પ્રથમ અને અંતિમ નામ સ્પષ્ટ હોવા જોઈએ. યૂએઈના નવા દિશા-નિર્દેશોનો ઉલ્લેખ કરતા એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સર્કુલર પ્રમાણે કોઇ પાસપોર્ટ ધારક જેનું ફક્ત એક શબ્દનુ નામ છે તેને સંયુક્ત અરબ અમિરાતમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. યાત્રીઓને અસ્વીકાર્ય યાત્રી માનવામાં આવશે.
UAE એક નામ વાળાને નહીં જાહેર કરે વિઝા
સર્કુલર પ્રમાણે એક નામ વાળા યાત્રીઓને વિઝા જારી કરવામાં આવશે નહીં. જો પહેલા વિઝા જાહેર કરવામાં આવ્યા છે તો ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા તેમને આઈએનડી યાત્રી માનવામાં આવશે.