ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી પહેલીવાર દુનિયા સમક્ષ આવી, ફોટા વાયરલ

Kim Jong Un With Daughter : ઉત્તર કોરિયાના (North Korea) તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un ) અને તેમના પરિવાર વિશેની મોટાભાગની માહિતી દુનિયાથી હજી પણ છુપાયેલી છે, ત્યારે તાજેતરમાં પહેલીવાર તેઓ પોતાની દિકરી (Daughter) સાથે નજર આવતા ફરી ચર્ચાનો વિષય બન્યા

Kim Jong Un With Daughter : ઉત્તર કોરિયાના (North Korea) તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un ) અને તેમના પરિવાર વિશેની મોટાભાગની માહિતી દુનિયાથી હજી પણ છુપાયેલી છે, ત્યારે તાજેતરમાં પહેલીવાર તેઓ પોતાની દિકરી (Daughter) સાથે નજર આવતા ફરી ચર્ચાનો વિષય બન્યા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી પહેલીવાર દુનિયા સમક્ષ આવી છે. હકીકતમાં, શનિવારે ઉત્તર કોરિયાની સૌથી મોટી બેલેસ્ટિક મિસાઈલના લોન્ચિંગ સમયે કિમ જોંગ ઉન તેમની પુત્રી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉન પોતાની 12 વર્ષની પુત્રીનો હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા.

Advertisment

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર છે જ્યારે કિમ જોંગ ઉન પોતાની પુત્રી સાથે દુનિયાની સામે આવ્યા છે. જોકે તેની પુત્રી વિશે અન્ય કોઈ માહિતી જાહેર આવી નથી. તેમાં ન તો કોઇ ખુલાસો કરાયો છે કે ન કોઇ માહિતી આપવામાં આવી છે. આ ફોટો તે સમયનો છે જ્યારે કિંમ જોગ ઉન અને તેમની પુત્રી Hwasong-17 ICBM મિસાઈલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

પુત્રી વિશે કોઇ માહિતી જાહેર કરાઇ નથી

કિમ જોંગ ઉનની દીકરી વિશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેની ઉંમર 12 થી 13 વર્ષની હશે. જાણકારી અનુસાર મિસાઈલ લોન્ચિંગ જણાવો કે કિમની દીકરીની હાજરી વિશે કોઈને અગાઉથી કોઈ જાણકારી નહોતી. દુનિયા સમક્ષ સામે આવેલી તસવીરોમાં કિમ જોંગ ઉન સફેદ કોટમાં પિતા સાથે હાથ પકડેલી દેખાઇ છે.

publive-image
સરમુખત્યારને છે ત્રણ બાળકો

અમેરિકાના સ્ટિમસન સેન્ટરના ઉત્તર કોરિયાના લીડર એક્સપર્ટ્સ માઈકલ મેડને જણાવ્યું હતું કે, "આ પહેલી ઘટના છે જ્યારે લોકોએ કિમ જોંગ ઉનની પુત્રીને જાહેર કાર્યક્રમમાં જોઇ છે." તેણે કહ્યું કે આ ઘટન બહુ જ ખાસ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કિમને ત્રણ બાળકો છે, જેમાં બે દીકરીઓ અને એક દીકરો હોવાનું મનાય છે.

Advertisment

વર્ષ 2013માં નિવૃત્ત અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર ડેનિસ રોડમેને કહ્યું હતુ કે, ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનને ‘જૂ એ’ નામની પુત્રી છે. રોડમેને તે વર્ષે ઉત્તર કોરિયાની મુલાકાત પછી ધી ગાર્ડિયન અખબારને જણાવ્યું હતું કે તેણે કિમ અને તેના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. મેડને કહ્યું કે ‘જૂ એ’ લગભગ 12-13 વર્ષની હશે, તેથી તે આગામી ચારથી પાંચ વર્ષમાં યુનિવર્સિટી અથવા લશ્કરમાં જવાની તૈયારી કરશે.

કિમ જોગ ઉનની પત્ની

કિમ જોંગ ઉનની પત્નીની વાત કરીયે તો તેનું નામ રી સોલ-જુ છે, તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1989ના રોજ થયો હતો. રિપોર્ટ અનુસાર, સોલ પહેલા ચીયર લીડર તરીકે કામગીરી કરતી હતી. કિમ અને સોલના લગ્ન ક્યારે થયા તે અંગે કોઈ નક્કર માહિતી નથી, પરંતુ અચાનક 2012માં ત્યાંના સરકારી મીડિયાએ જણાવ્યું કે સોલ કિમની પત્ની છે.