/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Kim-Jong-Un.jpg)
ઉત્તર કોરિયાના સરમુખત્યા કિંમ જોંગ ઇન રડવા લાગ્યા હતા. (Photo - @GardensR4Health)
North Korean Kim Jong Un Crying Viral Video : ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સરમુખ્યાતર કિંમ જોગ આંસુ લૂછતા જોવા મળે છે. તેઓ તેમના કડક શાસન અને સરમુખત્યારશાહી માટે જાણીતા છે. જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર સવાલોનો મારો શરૂ થયો કે તે કયા કારણે રડવા લાગ્યા હતા.
સરમુખ્ખત્યાર કિમ જોંગ ઉનના રડવાનું કારણ ઉત્તર કોરિયામાં ઘટી રહેલા જન્મ દર છે. તેઓ ઉત્તર કોરિયામાં ઘટી રહેલા જન્મ દરનો સામનો કરવા માટે મહિલાઓને વધુ બાળકો પેદા કરવાની વિનંતી કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ રડવા લાગ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તે મહિલાઓને વધારે બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા હતા ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે નીચે જોઈને આંસુ લૂછતો જોઈ શકાય છે.
Kim Jong Un just started crying on national TV because people are not having enough babies pic.twitter.com/IJd3u2M6An
— Matt Wallace (@MattWallace888) December 5, 2023
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શું કહ્યું?
ન્યૂઝ એજન્સી રોયટર્સે રવિવારે પ્યોંગયાંગમાં મહિલાઓ માટે આયોજિત એક કાર્યક્રમનો હવાલો આપતા જણાવ્યું કે, કિમ જોંગ મહિલાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે જન્મ દરમાં ઘટાડો અટકાવવો અને બાળકોની સારી સંભાળ રાખવી એ અમારી તમામ ઘર સંભાળની જવાબદારીઓ છે જે તમારે માતા તરીકે નિભાવવી જોઈએ, જે તમારે કામકાજ કરવા દરમિયાન પણ સંભાળવી જોઇએ. તેમણે રાષ્ટ્રીય શક્તિને મજબૂત કરવામાં તેમની ભૂમિકા બદલ માતાઓનો પણ આભાર માન્યો હતો.
આ પણ વાંચો | બ્રિટિશ સરકાર ઈમિગ્રેશન પર કડક કાર્યવાહી કરશે, પીએમ ઋષિ સુનકે ક્રાંતિકારી પગલાં લેવાની વાત કરી
કિમ જોંગે કહ્યું કે, "જ્યારે મને પાર્ટી અને રાજ્યના કામકાજમાં મુશ્કેલી પડે છે ત્યારે હું હંમેશા માતાઓ વિશે પણ વિચારું છું." યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડનો અનુમાન છે કે, 2023 સુધી ઉત્તર કોરિયામાં પ્રજનન દર, કે ેક મહિલાથી જન્મ લેતા બાળકોની સરેરાશ સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. લગભગ 2.5 કરોડની વસ્તી ધરાવતા ઉત્તર કોરિયાને તાજેતરના દાયકામાં ભોજનની ભયકંર અછતનો પણ સામનો કરવો પડી રહ્યો છે, જેમાં 1990ના દાયકામાં ભીષણ દૂષ્કાળ પણ સામેલ છે, જે મોટાભાગે પૂરી જેવી કુદરતી આપત્તિઓના પરિણામસ્વરૂપ પાકને નુકસાન પહોંચા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us