OMG News : ઘણી વખત એવા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, જ્યાં લોકો મૃત્યુના થોડા સમય પછી જીવિત થઈ જાય છે અને પછી તેમના અનુભવો પણ વર્ણવે છે. તેવી જ રીતે અમેરિકામાં એક મહિલા 24 મિનિટ સુધી મૃતપાય રહીને જીવતી થઈ. મહિલાએ ભાન ગુમાવ્યા બાદ મૃત્યુની નજીક આવવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે. લેખિકા લોરેન કેનેડીનું હૃદય ધબકતું બંધ થઈ જતાં, તેને તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવી હતી. લગભગ અડધા કલાક પછી તેણી ફરી જીવતી થઈ અને કહ્યું કે જાગ્યા પછી તેણીને પાછલા અઠવાડિયાનું કંઈપણ યાદ નથી.
કેનેડે રેડિટ પર ચાલી રહેલા ‘આસ્ક મી એનિથિંગ’ સત્ર દરમિયાન આ ઘટસ્ફોટ કર્યો હતો. મહિલાએ કહ્યું કે, તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને જાગ્યા પહેલા બે દિવસ કોમામાં રહી હતી. કેનેડીએ ઝડપથી CPR શરૂ કરવા બદલ તેમના પતિનો આભાર માન્યો અને કહ્યું કે, તેઓ હંમેશા તેમના હીરો રહેશે.
ડોક્ટરોએ તપાસ બાદ મહિલાને મૃત જાહેર કરી હતી
લોરેન કેનેડે જણાવ્યું કે, મૃત્યુ પછી તેણે કંઈક એવું જોયું, જેના પર ભાગ્યે જ કોઈ વિશ્વાસ કરી શકે. તેણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં તેને અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યારે તે તેના ઘરે હતી. તેના પતિએ તરત જ 911 પર ફોન કર્યો અને મદદ માંગી. આ સમય દરમિયાન, લોરેનના પતિએ તેણીને સીપીઆર પણ આપ્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
લોરેને કહ્યું કે, ડોકટરોએ ઘરે આવીને તેની તપાસ કરી અને પછી શ્વાસ ન લેવાના કારણે તેને મૃત જાહેર કરી. લગભગ 24 મિનિટ પછી એક ચમત્કાર થયો. લોરેને અચાનક શ્વાસ લેવાનું શરૂ કર્યું અને તે ફરી જીવતી થઈ ગઈ. આ પછી તેને ICU માં લઈ જવામાં આવી, જ્યાં તેના મગજને કોઈ નુકસાન નથી થયું તે જોઈને ડૉક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લોરેનના જણાવ્યા અનુસાર, ફરીથી ‘જીવંત’ થયા પછી, તે બે દિવસ સુધી કોમામાં રહી, પરંતુ તે પછી જ્યારે તે જાગી ત્યારે તેના મગજે લગભગ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેને જૂની વાતો પણ યાદ ન હતી.
મહિલાએ કહ્યું કે મૃત્યુ બાદ તેને અપાર શાંતિનો અનુભવ થયો
કેનેડેએ રેડિટ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ICU માં 9 દિવસ પછી, મને સક્રિય જાહેર કરવામાં આવી અને MRI માં જાણવા મળ્યું મગજને કોઈ નુકસાન થયું ન હતું.” એક યુઝર્સે જવાબ આપતા, લેખકે કહ્યું કે, તેણીને પેરામેડિક્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેણીની કાર્ડિયાક અરેસ્ટ કોવિડની ગૂંચવણોને કારણે છે.
આ પણ વાંચો – Australia visa | ઓસ્ટ્રેલિયા વિઝા : હવે ઓસ્ટ્રેલિયા જવું સરળ નહીં? વિઝા નિયમો કડક કર્યા, આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે
લોરેન હવે એકદમ ઠીક છે. તેણી કહે છે કે, મૃત્યુ પછી તે અપાર શાંતિ અનુભવી રહી હતી. તેણે કહ્યું કે જેમ અન્ય લોકો કહે છે કે મૃત્યુ પછી તેઓએ સુરંગ અથવા તેજસ્વી પ્રકાશ જોયો, પરંતુ તેની સાથે આવું કંઈ થયું નથી. તેઓએ કોઈ પ્રકાશ જોયો ન હતો. મૃત્યુ પછી, તેણીને લાગ્યું કે, તે તેના ઓફિસ અને જીવનની બધી ચિંતાઓ ભૂલીને શાંતિથી સૂઈ રહી છે. લોરેન કહે છે કે હવે તે મૃત્યુથી બિલકુલ ડરતી નથી.





