/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/OpenAI-GPT-4o.jpg)
OpenAI GPT 4o: ઓપનએઆઈ જીપીટી 4ઓ લોન્ચ થયું છે. (Photo- OpenAI)
OpenAI ChatGPT-4o Launch: ઓપનએઆઈએ તાજેતરમાં જ તેનું લેટેસ્ટ લાર્જ લેંગ્વેજ મોડલ (LLM) GPT 4o લોન્ચ કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ અત્યાર સુધીનું સૌથી ઝડપી અને સૌથી પાવરફુલ એઆઇ મોડલ છે. ઓપનએઆઇએ દાવો કર્યો છે કે નવા મોડલની સાથે ચેટજીપીટી પહેલા કરતા વધુ સ્માર્ટ થઇ ગઇ છે અને તેનો ઉપયોગ કરવો પણ ખૂબ જ સરળ છે. જણાવી દઈએ કે જીપીટી-4 અત્યાર સુધી ઓપનએઆઈનું સૌથી એડવાન્સ એલએલએમ હતું જે માત્ર પેઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ હતું. જો કે જીપીટી-4ઓ નો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ ફ્રીમાં કરી શકે છે.
ઓપનએઆઈ જીપીટી 4o શું છે? (What is OpenAI GPT-4o?)
ઓપનએઆઈ જીપીટી-4o માં ઓ (o) નો મતલબ Omni છે, એટલે કે તમામ પ્રકારની વાતચીતને સમજવાની ક્ષમતા. આ એઆઈ મોડેલને ક્રાંતિકારી એઆઈ મોડેલ તરીકે જોવામાં આવી રહ્યું છે કારણ કે તે મનુષ્ય અને મનુષ્ય વચ્ચે વધુ સારી ક્રિયાપ્રતિક્રિયાના હેતુથી વિકસિત કરવામાં આવ્યું છે. નવા જીપીટી-4ઓ દ્વારા યુઝર્સ ટેક્સ્ટ, ઓડિયો અને ઇમેજનો એક સાથે ઇનપુટ તરીકે ઉપયોગ કરી શકે છે, અને એઆઇ મોડેલ તેમને સમાન ફોર્મેટમાં પ્રત્યુત્તર આપે છે. આ ફીચરના કારણે જીપીટી-4ઓ એક મલ્ટીમોડલ એઆઈ મોડલ છે જે પાછલી જનરેશન મોડલ કરતા મોટું અપગ્રેડ છે.
નવા મોડલ વિશે જાણકારી આપતા ઓપનએઆઇના સીટીઓ મીરા મુરાતીએ જણાવ્યું હતું કે, ઓપનએઆઇ દ્વારા તેનો સરળતાથી ઉપયોગ કરવા માટે પહેલીવાર આટલું મોટું પગલું ભરવામાં આવ્યું છે.
લાઈવ ડેમો જોતા એવું લાગે છે કે, ચેટજીપીટીને ડિજિટલ પર્સનલ આસિસ્ટન્ટ તરીકે બદલીને જીપીટી-4o કરવામાં આવ્યું છે. જે અનેક પ્રકારના કામ કરી શકે છે. રિયલ-ટાઇમ ટ્રાન્સલેશનથી માંડીને યુઝરનો ચહેરો વાંચવા અને રિયલ-ટાઇમ સ્પોકન ટોક બોલવામાં આવતી વાતચીત સુધી, આ નવું મોડેલ ઘણુ એડવાન્સ છે.
જીપીટી-4o ટેક્સ્ટ અને વિઝન એટલે કે યુઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવેલા સ્ક્રીનશોટ, ફોટો, ડોક્યુમેન્ટ્સ અથવા ચાર્ટ્સ વિશેની માહિતી આપી શકે છે. ઓપનએઆઈ એ જણાવ્યું છે કે, ચેટજીપીટીના નવા અપડેટેડ વર્ઝનમાં મેમરી ક્ષમતાને પણ અપડેટ કરવામાં આવી છે અને તે યુઝર્સની જૂની વાતચીતને યાદ રાખશે.
GPT-4o માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે?
એઆઈ ચેટબોટ્સની કરોડરજ્જુ LLMs છે. આ એઆઈ મોડેલોમાં ઘણા બધા ડેટા દાખલ કરવામાં આવ્યા છે જેથી તેઓ જાતે જ બાબતો શીખી શકે.
પાછલી જનરેશનના ચેટજીપીટીએ અલગ અલગ કામ કરવા માટે મલ્ટીપલ મોડેલોની જરૂર હતી. પરંતુ જીપીટી-4o એક સિંગલ-ટ્રેન્ડ મોડેલ છે જે ટેક્સ્ટ, વિઝન અને ઓડિયો જેવી વિવિધ બાબતોને એક સાથે હેન્ડલ કરી શકે છે. આ દર્શાવવા માટે, કંપનીના CTO એ અગાઉના મોડેલ પર વોઇસ મોડ સમજાવ્યો હતો જે ટ્રાન્સક્રિપ્શન, ઇન્ટેલિજન્સ અને ટેક્સ્ટ-ટુ-સ્પીચ માટે ત્રણ જુદા જુદા મોડેલોના સંયોજનનો ઉપયોગ કરે છે.
સરળ શબ્દોમાં સજીયે તો, જીપીટી-4o એક એવા ઇન્ટિગ્રેશન સાથે આવે છે જે તેને ઇનપુટ પર વધુ સારી રીતે પ્રક્રિયા કરવા અને સમજવાની મંજૂરી આપે છે. દાખલા તરીકે, જીપીટી-4o ઓડિયો ઇનપુટની ટોન, બેકગ્રાઉન્ડનો ઘોંઘાટ અને ભાવનાત્મક સંદર્ભને એક સાથે સમજી શકે છે. જ્યારે જૂના મોડલ માટે આ એક મોટો પડકાર હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/OpenAI-GPT-4o-Launch.jpg)
ફીચર્સ અને કેપેબિલિટીની વાત કરવામાં આવે તો જીપીટી-4o સ્પીડ અને કામ કરવાની સ્પીડ શાનદાર છે. એક સવાલના જવાબમાં તે માણસની જેમ જ જવાબ આપે છે અને તેમા માત્ર 232થી 320 મિલિયન સેકન્ડનો સમય લાગે છે. અગાઉના મોડેલોની તુલનામાં એક વ્યાપક અપગ્રેડ છે જે કોઇ પ્રતિસાદની પ્રતિક્રિયા આપવા માટે થોડીક સેકંડનો સમય લે છે.
જીપીટી-4o મલ્ટી લેંગ્વેજ સપોર્ટ સાથે આવે છે અને ખાસ વાત એ છે કે, તે અંગ્રેજી સિવાયની અન્ય ભાષાઓમાં ઝડપી જવાબ આપે છે, એટલે કે દુનિયાભરના યુઝર્સ માટે તેનો ઉપયોગ કરવો સરળ છે.
જીપીટી-4o ઓડિયો અને વિઝનને સમજવાની ક્ષમતા પણ ધરાવે છે. લાઇવ ઇવેન્ટ દરમિયાન, ચેટજીપીટીએ રીઅલ-ટાઇમમાં પ્રશ્નનો ઉકેલ લાવી દીધો હતો જ્યારે યુઝર્સ તેને કાગળ પર લખી રહ્યા હતા. તે કેમેરા દ્વારા યુઝર્સની લાગણીને સમજે છે અને ઓબ્જેક્ટને ઓળખે છે.
જીપીટી-4o ક્યારે ઉપલબ્ધ થશે? (When Will GPT-4o Be Available?)
જીપીટી-4oને સામાન્ય લોકો માટે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટેક્સ્ટ અને ઇમેજ સમજવા વાળા ફીચર્સ પહેલાથી જ ચેટજીપીટી પર રોલ આઉટ કરવામાં આવી રહી છે. સાથે જ ધીમે ધીમે ડેવલપર્સ અને સિલેક્ટ પાર્ટનર્સને ઓડિયો અને વીડિયો ફંક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપની અગાઉથી સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક મોડિલિટી (વોઇસ, ટેક્સ્ટ-ટુ-સ્પીડ, વિઝન) પહેલાં થી જ તમામ સુરક્ષાના માપદંડ પૂર્ણ કર્યા છે.
GPT-4o કેટલું સુરક્ષિત છે?
કંપની ભલે દાવો કરી રહી હોય કે તે સૌથી એડવાન્સ મોડલ છે, પરંતુ જીપીટી-4ઓની પણ પોતાની મર્યાદાઓ છે. સત્તાવાર બ્લોગ અનુસાર ઓપનએઆઇનું કહેવું છે કે જીપીટી-4ઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને યુનિફાઇડ મલ્ટિમોડલ ઇન્ટરેક્શનની વધુ શોધ કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ થયો કે તેના કેટલાક એડવાન્સ ટેકનોલોજી ફીચર્સ જેવા કે ઓડિયો આઉટપુટ મર્યાદિત સ્વરૂપમાં પ્રી-સેટ વોઇસમાં જ એક્સેસ કરી શકાય છે.
કંપનીએ કહ્યું છે કે, ચેટ જીપીટી-4o સંપૂર્ણ રિલીઝ પહેલા વધુ અપડેટ કરવામાં આવશે, જેથી તે મુશ્કેલ મલ્ટિમોડલ કાર્યોને પણ સારી રીતે હેન્ડલ કરી શકે.
આ પણ વાંચો | ગુગલ આઇઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો, પ્રોજેક્ટ એસ્ટ્રા કર્યો લોન્ચ
જો સુરક્ષાની વાત કરીયે તો ઓપનએઆઇનું કહેવું છે કે, જીપીટી-4o બિલ્ટ-ઇન સેફ્ટી મેજર સાથે આવે છે. કંપનીનો દાવો છે કે નવું મોડલ ગંભીર સુરક્ષા પરીક્ષણો અને બાહ્ય સમીક્ષાઓમાંથી પસાર થયું છે, આ સમય દરમિયાન સાયબર સિક્યોરિટી, ખોટી માહિતી અને પક્ષપાત ભર્યા પ્રતિભાવોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us