/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-2023-10-31T213131.535.jpg)
પાકિસ્તાન ગેરકાયદે રહેતા અફઘાન સહિત વિદેશી નાગિરકોને દેશ છોડવા ચેતવણી આપી છે. (Photo : @NRC_Egeland)
Pakistan Gave Afghanistan Ultimatum : પાકિસ્તાનના નૌશેરાના અઝાખેલ શહેરમાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ના પ્રત્યાર્પણ કેન્દ્રોની બહાર અફઘાન શરણાર્થીઓની લાંબી લાઈનો છે. પાકિસ્તાને ગેરકાયદેસર રહેતા લોકોને દેશમાંથી છોડવાની અંતિમ ચેતવણી આપ્યા બાદ અફઘાન શરણાર્થીઓ માલસામાન ભરેલી ટ્રકોમાં ઘરે પરત ફરતા જોઈ શકાય છે.
પાકિસ્તાનના પ્રાંતીય અને સંઘીય સત્તાવાળાઓ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની તૈયારી કરી રહ્યા છે. 1 નવેમ્બરની સમયમર્યાદા હોવાથી અફઘાની નાગિરકો પાસે પાકિસ્તાન છોડવા માટે 24 કલાકથી ઓછા સમય બાકી છે.
Thousands of poor & exhausted Afghans are crossing the border each day from Pakistan as deportation deadline looms.
After decades of conflict & an economic crisis, Afghanistan will struggle to absorb returning families.
All returns should be voluntary, safe, and sustainable. pic.twitter.com/Lo2Ds2TOJk— Jan Egeland (@NRC_Egeland) October 31, 2023
પાકિસ્તાનમાં ગેરકાયદે રહેતા વિદેશીઓને ચેતવણી (Afghanistanis Crossing Border Pakistan Give Ultimatum)
પાકિસ્તાનની સરકારે કહ્યું કે આ નિર્ણય માત્ર દેશની અંદર રહેતા ગેરકાયદેસર અફઘાની નાગરિકો પુરતું જ નથી, પરંતુ તેમા તમામ ગેરકાયદેસર વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને જિનીવા સંમેલન હેઠળ છેલ્લા 40 વર્ષોમાં તેની ધરતી પર 40 લાખથી વધુ અફઘાની શરણાર્થીઓને રહેવા દીધા છે, તે હકીકત હોવા છતાં કે તેણે તેના પર સહી કરી ન હતી.
એક દિવસ પહેલા તેણે કહ્યું હતું કે ગેરકાયદેસર સ્વરૂપે વર્ગીકૃત કરાયેલા 10 લાખથી વધુ વિદેશીઓ કાયદેસર અને માન્ય દસ્તાવેજો વિના પાકિસ્તાનમાં રહે છે. અફઘાન નિવાસીઓ તોરખામ બોર્ડર પાર કરીને અફઘાનિસ્તાન પરત ફરી રહ્યા છે.
પાકિસ્તાનથી 60 હજારથી વધુ અફઘાની નાગરિકો પરત ફર્યા
અધિકારીઓએ જણાવ્યું કે 1 થી 28 ઓક્ટોબર સુધીમાં 4,672 પરિવારો, જેમાં 67,604 લોકો હતા, તેઓ અફઘાનિસ્તાન પરત ફર્યા છે. તેમણે કહ્યું હતું કે તમામ સ્વદેશ પરત ફરેલા અફઘાની નાગિરકો પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા અને અફઘાન પરિવારોને કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી પડોશી દેશમાં પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. તો બીજી બાજુ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કહ્યું કે 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબરની વચ્ચે લગભગ 60,000 અફઘાની નાગિરકો પાકિસ્તાનથી પાછા ફર્યા છે.
પંજાબના આઈજી ઉસ્માન અનવરે જણાવ્યું હતું કે તેઓ ગેરકાયદેસર રહેવાસીને પરત મોકલવા સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે અને 3 નવેમ્બરથી સમગ્ર પ્રાંતમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને તબક્કાવાર બહાર કાઢવાનું શરૂ થશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના રાવલપિંડી, સરગોધા, ગુજરાંવાલા, શેખુપુરા, લાહોર અને પ્રાંતના અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકોને દેશમાંથી બહાર હાંકી કાઢવામાં આવશે. પંજાબના આઈજીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રહેવાસીઓને પ્રાંતમાંથી હાંકી કાઢવામાં આવશે અને હકાલપટ્ટી પહેલા તેમને “હોલ્ડિંગ સેન્ટર્સ”માં રાખવામાં આવશે.
આ પણ વાંચો | અમેરિકા બનાવવા જઇ રહ્યું છે સુપર શક્તિશાળી બોમ્બ, હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બથી લગભગ 24 ગણો વધારે ખતરનાક
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે પ્રત્યાર્પણની યોજના આંતરરાષ્ટ્રીય ધોરણો અને નિયમોને અનુરૂપ છે. ઈસ્લામાબાદ અનુસાર, પાકિસ્તાન 40 લાખથી વધુ અફઘાની રેફ્યુજી અને શરણાર્થીઓનું ઘર છે, જેમાંથી લગભગ 17 લાખ લોકો માટે કોઇ પણ પ્રકારના દસ્તાવેજ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us