/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Army.jpg)
Army : આર્મી સેૈનિક પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Baloch Group Bras National Army In Pakistan: પાકિસ્તાન અને ચીનની મુશ્કેલીઓ હવે વધવા જઈ રહી છે. પાકિસ્તાન સ્થિત બલોચ સમૂહોએ પોતાની સેના બનાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ બલોચ પ્રતિરોધક જૂથે સિંધી અલગાવવાદી જૂથો સાથેની યુદ્ધ કવાયતનો અંત આણ્યો છે. જે બાદ બલૂચ રાજી અજોઈ સંગાર (બ્રાસ) દ્વારા જારી સંયુક્ત વાતચીતમાં નિર્ણાયક યુદ્ધની રણનીતિની જાહેરાત કરવામાં આવી છે. બ્રાસની આ જાહેરાત બાદ પાકિસ્તાનમાં પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહેલા સીપીએફસી પ્રોજેક્ટ્સ પર મોટો ખતરો જોવા મળી રહ્યો છે.
બલોચ રાજી અજોઈ સંગાર એટલે કે બ્રાસની સંયુક્ત બેઠક બાદ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ બેઠકમાં બલોચ લિબરેશન આર્મી, બલોચ રિપબ્લિકન ગાર્ડ્સ, બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ અને સિંધી લિબરેશન ઓર્ગેનાઈઝેશન ઈન્ડસ દેશ રિવોલ્યુશનરી આર્મીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોએ ભાગ લીધો હતો.
ચીન પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનનો ઉપયોગ કરે છે
બ્રાસના નિવેદન અનુસાર આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલી હતી. જેમાં બલોચ રાષ્ટ્રીય આંદોલનને નિર્ણાયક સ્તર પર લઈ જવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે બ્રાસ ટૂંક સમયમાં બલૂચ નેશનલ આર્મીનું રૂપ ધારણ કરશે.
બ્રાસની બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ સંગઠનોના કાર્યકરો અને નેતાઓને સંકલિત લશ્કરી માળખામાં લાવવામાં આવશે. આ સાથે જ ઉચ્ચ સ્તરીય સમિતિ અને વિભાગનું પુન: ગઠન કરવામાં આવશે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે વૈશ્વિક મંચ પર બલૂચ રાષ્ટ્રીય મુદ્દાને વધુ સારી રીતે રજૂ કરવા માટે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. પાકિસ્તાન અને ચીનમાં અત્યાચાર, બલૂચ નરસંહાર, લોકોના ગુમ થવા, સૈન્ય આક્રમણ સહિત તમામ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દાયકાઓથી પાકિસ્તાન ચીનનો સહયોગ લઈ રહ્યું છે. જ્યાં ચીન તેની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને મદદ કરે છે. આવામાં ભારત સામે એક સાથે આવવા પાછળ બંને દેશોને મુખ્ય કારણ માનવામાં આવે છે. પાકિસ્તાને ભારત સામે ચીનને પોતાની સાથે જોડ્યું છે. 1947ના ભાગલા બાદ પાકિસ્તાનને ચીન તરફથી કૂટનીતિક અને સૈન્ય સમર્થન મળી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us