પાકિસ્તાન ચૂંટણી : ઈમરાન-નવાઝ અને બિલાવલ પાસે શું છે વિકલ્પ? ફાઇનલ પરિણામમાં બધા બહુમતીથી દૂર

Pakistan Election : અપક્ષ ઉમેદવારોએ 100થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) ના પૂર્વ ઇમરાન ખાનના સમર્થક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે

Pakistan Election : અપક્ષ ઉમેદવારોએ 100થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) ના પૂર્વ ઇમરાન ખાનના સમર્થક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pakistan election, nawaz sharif, imran khan

નવાઝ શરીફ, ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો (તસવીર - એએનઆઈ)

Pakistan Election 2024 Final Results : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે, લાંબી રાહ જોયા બાદ આખરે ચૂંટણી પંચે પરિણામ જાહેર કરી દીધા છે. આ ચૂંટણીની ખાસ વાત એ છે કે કોઈ પણ પાર્ટીને બહુમત મળી નથી. અપક્ષ ઉમેદવારોએ 100થી વધુ બેઠકો જીતી છે, જેમાંથી મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ) ના પૂર્વ ઇમરાન ખાનના સમર્થક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દેશમાં કેવી રીતે સરકાર બનશે તે જોવું રસપ્રદ રહેશે.

Advertisment

ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામોની વાત કરીએ તો પીટીઆઈ સમર્થિત વિજેતા ઉમેદવારોની સંખ્યા 101ની નજીક હોવાનું કહેવાય છે. આ સિવાય ત્રણ વખત પૂર્વ પીએમ રહી ચૂકેલા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ બીજા નંબરે રહી છે. તેમની પાસે 75 બેઠકો છે. બિલાવલ ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને 54 બેઠકો મળી છે. અલ કરાંચીની મુત્તાહિદા કૌમી મુવમેન્ટ પાકિસ્તાને 17 સીટો પર જીત મેળવી છે.

પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ

પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદ બની રહી છે. આવી સ્થિતિમાં અપક્ષો સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન તમામ અપક્ષ વિજેતા ઉમેદવારોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બહુમતનો આંકડો મેળવવા માટે 133 સીટોની જરૂર છે. અપક્ષ ઉમેદવારોની કુલ સંખ્યા પણ 101 છે. આવી સ્થિતિમાં ઈમરાન ખાન માટે પડકાર એ પણ છે કે તે અન્ય 32 ઉમેદવારોને ક્યાંથી લાવશે, પછી ભલે તે બિલાવલ ભુટ્ટોનું સમર્થન લેશે કે પછી નવાઝ શરીફ તરફ વળશે. આ ઉપરાંત તેમની સામે પણ પડકાર છે કે તેઓ પોતાના સમર્થક વિજેતા નેતાઓને બચાવીને, નહીં તો તેમનો દાવો પણ નબળો પડી શકે છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિની આ પુત્રી કોણ છે? અબજો રૂપિયાનું કર્યું છે દાન, જાણો નેટવર્થ અને લવ સ્ટોરી

Advertisment

પાકિસ્તાન - શું ઈમરાન ખાનને PM બનવા નહીં દેવાય?

તો બીજી તરફ પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. જો આ બંને પક્ષો એક સાથે આવે તો પણ બહુમતના આંકડાથી 6 બેઠકો ઓછી રહેશે. આવી સ્થિતિમાં તેમને અપક્ષ ઉમેદવારોની પણ જરૂર પડશે. આવી સ્થિતિમાં બંને પક્ષો અપક્ષ ઉમેદવારોને તેમની સાથે લાવવાની યોજના બનાવી રહ્યા છે કારણ કે બંને નેતાઓ કોઈપણ કિંમતે ઇમરાન ખાનને ફરીથી પીએમ બનવા દેવા માંગતા નથી.

નવાઝ શરીફ સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે

દેશના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના વડા નવાઝ શરીફે પાકિસ્તાનને હાલની મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે સાથે મળીને સરકાર બનાવવાની હાકલ કરી હતી. નવાઝને પાછળથી પાકિસ્તાની સેનાનું સમર્થન મળી રહ્યું છે. નવાઝ શરીફે પોતાના નાના ભાઈ અને પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફને આ મુદ્દે અન્ય પક્ષો અને વિજેતા ઉમેદવારો સાથે વાત કરવાની જવાબદારી સોંપી છે.

ડો.ખાલિદ મકબૂલ સિદ્દીકીની આગેવાની હેઠળ એમક્યુએમ-પીનું એક પ્રતિનિધિમંડળ લાહોરમાં છે. તેમણે શાહબાઝ સાથે બેઠક કરી છે. નવાઝ શરીફ સાથે મોટી બેઠકમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના પ્રમુખ શાહબાઝ શરીફ, મરિયમ નવાઝ સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. સરકારની રચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. એમક્યૂએમ-પી ના નેતાઓનું કહેવું છે કે તેઓ નવાઝ શરીફની પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા માટે તૈયાર છે. બીજી તરફ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ મુનીરે પણ લોકતાંત્રિક તાકાતોએ એક સાથે મળીને ગઇકાલે સરકાર બનાવવાની માગ કરી હતી.

ઈમરાન ખાન સામે મોટો પડકાર

ઈમરાન ખાનની સરકાર બનવા અંગે પાકિસ્તાનના વિશ્લેષકોનું કહેવું છે કે પીટીઆઈથી જીતેલા ઉમેદવારો ભેગા થઈને સરકાર બનાવે તો શક્ય છે પરંતુ આ રસ્તો લાંબો છે. આ માટે ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ચૂંટણી પંચમાંથી પોતાનું ચૂંટણી ચિન્હ પરત લેવું પડશે, જે ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.

પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ