Pakistan Election Results 2024 Highlights: પાકિસ્તાન ચૂંટણી પરિણામ હાઇલાઇટ્સ, જાણો કોણ જીત્યું

Pakistan Election Results 2024 Highlights: પાકિસ્તાન ચૂંટણી પરિણામ હાઇલાઇટ્સ, જાણો કોણ જીત્યું. ઇમરાન ખાન સમર્થિત અપક્ષ અને શરીફની પાર્ટી વચ્ચે ભારે રસાકસી જામી હતી.

Pakistan Election Results 2024 Highlights: પાકિસ્તાન ચૂંટણી પરિણામ હાઇલાઇટ્સ, જાણો કોણ જીત્યું. ઇમરાન ખાન સમર્થિત અપક્ષ અને શરીફની પાર્ટી વચ્ચે ભારે રસાકસી જામી હતી.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
Pakistan new PM, પાકિસ્તાન વડાપ્રધાન રેસ : નવાઝ શરીફથી કેવી રીતે આગળ નીકળ્યા શાહબાઝ શરીફ?

Pakistan Election Result Live: પાકિસ્તાન ચૂંટણી 2024, પાકિસ્તાન મતદાન લાઇવ

Pakistan National Election Results 2024 Highlights: પાકિસ્તાન ચૂંટણી 2024 ના પરિણામો હજુ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો જીતી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના નેતાઓ સૌથી વધુ જીતવાના છે. આવી સ્થિતિમાં સૈન્યના તમામ પ્રયત્નો છતાં ઇમરાન ખાનને રોકી શક્યા નથી. અત્યાર સુધી જેટલા પણ પરિણામો સામે આવ્યા છે તેમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારો 88 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે નવાઝ શરીફની પાર્ટી હાલ 60 બેઠકો પર આગળ ચાલી રહી છે. બિલાવલની પાર્ટી 46 સીટો સાથે ત્રીજા નંબર પર છે. ઈમરાન ખાન સામે ચાલી રહેલા કેસમાં થયેલી કાર્યવાહી સંદર્ભે તેમની પાર્ટીનું ચિહ્ન બેટ એમની પાસેથી છીનવી લેવાતાં ઈમરાન ખાન સમર્પિત ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

Advertisment

અત્યાર સુધી જણાવવામાં આવી રહ્યું છે કે 210 સીટો પર પરિણામ આવી ગયા છે, હજુ ઘણી સીટો પર નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ ઈમરાન સમર્થિત ઉમેદવારોએ જે લીડ બનાવી છે તે જોતા કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીએમ સેના પર ભારે પડ્યા છે. હજુ સુધી પૂર્ણ બહુમતની સરકાર બનવાની કોઈ શક્યતા નથી, પરંતુ ત્રિશંકુ ચૂંટણીમાં પણ ઈમરાનના ઉમેદવારો આગળું હોવું મોટો સંદેશો આપી રહ્યા છે.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શહબાજ શરીફ પોતાની બેઠક પર જીતી ગયા છે. તેઓ લાહોરની એનએ 123 બેઠક પરથી જીત્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર તેમણે 63953 મતની સરસાઇ મેળવી છે. સામે પક્ષે ઈમરાન ખાન સમર્પિત ઉમેદવારો પણ જીતમાં આગળ ચાલી રહી છે.

પાકિસ્તાન ચૂંટણી 2024 માટે ગુરૂવારે મતદાન યોજાયું હતું અને હાલમાં મત ગણતરી ચાલી રહી છે. અંદાજે 12 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ હિંસા ભડકી હતી અને કેટલાક સ્થળોએ મતદાન અટકાવી દેવાની પણ ફરજ પડી હતી.

Advertisment
  • Feb 09, 2024 20:51 IST

    પાકિસ્તાનની ચૂંટણી - સૌથી આગળ નીકળ્યા ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારો

    પાકિસ્તાનની ચૂંટણીમાં ઇમરાન ખાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો જીતી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેમના નેતાઓ સૌથી વધુ જીતવાના છે. આવી સ્થિતિમાં સૈન્યના તમામ પ્રયત્નો છતાં ઇમરાન ખાનને રોકી શક્યા નથી. અત્યાર સુધી જેટલા પણ પરિણામો સામે આવ્યા છે તેમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારો 88 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, જ્યારે નવાઝ શરીફની પાર્ટી હાલ 60 બેઠકો પર આગળ ચાલી રહી છે. બિલાવલની પાર્ટી 46 સીટો સાથે ત્રીજા નંબર પર છે.

    અત્યાર સુધી જણાવવામાં આવી રહ્યું છે કે 210 સીટો પર પરિણામ આવી ગયા છે, હજુ ઘણી સીટો પર નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ ઈમરાન સમર્થિત ઉમેદવારોએ જે લીડ બનાવી છે તે જોતા કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ પીએમ સેના પર ભારે પડ્યા છે. હજુ સુધી પૂર્ણ બહુમતની સરકાર બનવાની કોઈ શક્યતા નથી, પરંતુ ત્રિશંકુ ચૂંટણીમાં પણ ઈમરાનના ઉમેદવારો આગળું હોવું મોટો સંદેશો આપી રહ્યા છે.



  • Feb 09, 2024 18:59 IST

    Pakistan Election Results Live: નવાજ શરીફ જીત્યા

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ 2024 લાઇવ - પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાજ (પીએમએલ-એન) પાર્ટીના વડા નવાજ શરીફ લાહોરમાં એનએ 130 બેઠક પરથી ભારે સરસાઇથી જીત્યા છે. નવાજ શરીફ એમના હરીફ પાકિસ્તાન તહરીક ઇન્સાફ સમર્થિત અપક્ષ ઉમેદવાર ડો. યાસ્મીન રશીદ સામે 172000 મતથી જીત્યા છે.



  • Feb 09, 2024 17:02 IST

    Pakistan Election Results Live: 107 બેઠકોના પરિણામ જાહેર

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ પ્રાપ્ત થઇ રહ્યા છે. ચાલી રહેલી મત ગણતરી દરમિયાન અત્યાર સુધી 107 બેઠકો પર પરિણામ આવી ગયા છે. જેમાં ઈમરાન ખાનની પીટીઆઇ સમર્થિત અપક્ષ ઉમેદવારોનો દબદબો દેખાઇ રહ્યો છે. 42 બેઠકો પર આ અપક્ષ ઉમેદવાર જીત્યા છે. પીએમએલએનને 34, પીપીપી 27 અને અન્ય ચાર બેઠકો પર જીત મેળવી ચુક્યા છે.



  • Feb 09, 2024 16:49 IST

    પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોની જીત

    પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ કાંબર શાહડાડકોટ સીટથી જીત મેળવી હતી. ઇલેક્શન કમિશનના મતે તેમને 85,370 મત મળ્યા છે.



  • Feb 09, 2024 16:34 IST

    Pakistan Election Results Live: આસિફ ઝરદારી જીત્યા

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ 2024 લાઇવ - પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શહીદ બેનજીરાબાદની એનએ 207 બેઠક પરથી જીત પ્રાપ્ત કરી છે. ઝરદારીએ 1,46,989 મત મેળવ્યા હતા જ્યારે હરીફ પીટીઆઇ સમર્થિત ઉમેદવાદ સરદાર શેર મોહમ્મદ રિંદ બલોચને 51 હજાર મત મળ્યા હતા.



  • Feb 09, 2024 13:54 IST

    Pakistan Election Results Live: પૂર્વ પીએમ શહબાઝના પુત્રની જીત

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ લાઇવ - પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શહબાઝ શરીફના પુત્ર અને પંજાબ પ્રાંતના પૂર્વ મુખ્યમંત્રી હમજા શાહબાઝની લાહોરમાં 118 બેઠક પરથી જીત થઇ છે. ચૂંટણી કમિશનના અનુસાર તે 1,05,960 મતથી ચૂંટણી જીત્યા છે.



  • Feb 09, 2024 12:21 IST

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ્સ

    પાકિસ્તાની દૈનિક ન્યૂઝ પેપર ડૉનના તાજેતરના અપડેટ મુજબ , નવાઝ શરીફની આગેવાની હેઠળની પીએમએલ-એન 12 બેઠકો પર આગળ છે જ્યારે ઈમરાન ખાનના પીટીઆઈ સમર્થિત અપક્ષો 8 બેઠકો પર આગળ છે. બિલાવલ ભુટ્ટોની પીપીપી 7 બેઠકો પર આગળ છે, જ્યારે અન્યને 2 બેઠકો પર લીડ છે.



  • Feb 09, 2024 11:56 IST

    નવાજ શરીફની પીએમએલ એન આગળ નીકળી

    પાકિસ્તાન ચૂંટણી પરિણામો 2024 લાઇવ અપડેટ્સ: નવાઝ શરીફની આગેવાની હેઠળની પીએમએલ-એન પાર્ટીના ઉમેદવારો ઈમરાન ખાનના પીટીઆઈ સમર્થિત અપક્ષો વચ્ચેની ટક્કરમાં છેવટે આગળ નીકળ્યા છે. નવાઝ શરીફની આગેવાની હેઠળની PML-N એ ઇમરાન ખાનના PTI-સમર્થિત અપક્ષો પાસેથી લીડ પાછી ખેંચી રેસમાં આગળ ચાલી રહ્યા છે.



  • Feb 09, 2024 11:50 IST

    બિલાવલ ભુટ્ટો લાહોરથી જીત માટે તૈયાર

    પાકિસ્તાન ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ્સ: પીપીપીના પીએમ ઉમેદવાર બિલાવલ ભુટ્ટો ઝરદારી લાહોરથી જીત માટે તૈયાર હોવાનું મીડિયા રિપોર્ટ કહી રહ્યા છે. શહેબાઝ શરીફ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા બિલાવલ ભુટ્ટો માર્યા ગયેલા પૂર્વ પીએમ બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર છે.



  • Feb 09, 2024 11:32 IST

    પાકિસ્તાનમાં કોઇ વડાપ્રધાન કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી

    પાકિસ્તાનના 29 વડાપ્રધાન પૈકી 18 વડાપ્રધાનોએ ભ્રષ્ટાચારના આરોપ, સેનાથી કરાયેલા સત્તા પરિવર્તન અને રાજકીય ઉલટફેર સહિત કારણોને લીધે સત્તા છોડવી પડી છે. 11 વડાપ્રધાન એવા છે કે જેઓ ઓછા સમય માટે આ પદ પર નિયુક્ત થયેલા છે અને કાર્યકારી વડાપ્રધાન તરીકે કામગીરી કરી છે.



  • Feb 09, 2024 11:30 IST

    ઈમરાન ખાન સમર્થિત અપક્ષઓએ 21 બેઠકો જીતી

    હાલમાં જેલવાસ ભોગવી રહેલા પાકિસ્તાન પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 50માંથી 21 બેઠકો જીતી હોવાનું બ્રોડકાસ્ટર જીઓ ન્યૂઝને ટાંકીને રોઈટર્સના અહેવાલમાં જણાવાયું છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 336 બેઠકો છે.



  • Feb 09, 2024 11:25 IST

    ઈમરાન ખાન સમર્પિત ઉમેદવાર આગળ

    મતગણતરી ચાલી રહી છે અને પ્રાપ્ત વિગતો અનુસાર ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇ સમર્પિત પાંચ ઉમેદવારોની જીત થઇ છે જ્યારે નવાજ શરીફની પીએમએલ એનના 4 ઉમેદવારો જીત્યા છે તો પીપીપીએ ત્રણ બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે.



લોકસભા ચૂંટણી 2024 પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ