પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટથી રાહત મળી ગઈ છે. તેમને આજે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ આ પહેલા તેમનો એક ઓડિયો સામે આવ્યો છે. જેનાથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ ઓડિયોમાં તે ચીફ જસ્ટીસ અંગે પ્રશ્ન કરતા સંભળાઈ રહ્યા છે. તેમનો ઓડિયો સામે આવ્યા બાદ તેમણે પીટીઆઈ નેતા મુસર્રત જમશેદ ચીમા સાથે પોતાની ધરપડક અંગે વાત કરતા સફાઇ આપી રહ્યા હતા.
પીટીઆઇ નેતાએ મુક્તિના નિર્ણયને ગણાવ્યો ઐતિહાસિક
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની મુક્તિ આપી હતી. પીટીઆઇ નેતાએ તેને ઐતિહાસિક જીત ગણાવી હતી. જ્યારે પાકિસ્તાનના માહિતી મંત્રીએ પોતાના દેશની સુપ્રીમ કોર્ટ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને આજે હાઇકોર્ટમાં રજૂ થવા માટે આદેશ આપ્યો હતો. ઇમરાન ખાન આજે પોલીસ સુરક્ષામાં પોલીસ લાઇન ગેસ્ટ હાઉસમાં છે.
ઓડિયોમાં શું વાતચીત થઈ?
ઇમરાન ખાનઃ હેલો મુસર્રત, સિચુએશન શું છે, તેને મેસેજ પહોંચી ગયો?
મુસર્રત જમશેદ ચીમાઃ સર, મેં મેસેજ પહોંચાડી દીધો છે. અહીં હાઇકોર્ટમાં અમે બેઠા છીએ. અમે ચોખ્ખું કરી દીધું હતું કે અમે નહીં જઈએ. જ્યાં સુધી ઇમરાન ખાનને રજૂ ન કરવામાં આવે.
ઇમરાન ખાનઃ શું ખ્વાજા હારિસ ત્યાં છે?
મુસર્રત જમશેદ ચીમાઃ ખ્વાઝા હારિસ અને સલમાન સફદર બંને જ મારી સાથે છે. હું તેમના ત્યાં બેઠી છું. જો તમે ઇચ્છો તો તમારી વાત કરાવી શકું છું.
ઇમરાન ખાનઃ હું માત્ર પૂછી રહ્યો છું.. આજમ સ્વાતિને કહો કે તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે અને તેમણે જે કર્યું છે એ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
મુસર્રત જમશેદ ચીમાઃ જી બિલકુલ, તમે ચિંતા ન કરો સર..
ઇમરાન ખાનઃ ચીફ જસ્ટીસ શું કરી રહ્યા છે. તે તેમની પાસેથી આદેશ લે છે?
મુસર્રત જમશેદ ચીમાઃ એનએબી અને અન્ય લોકો આવ્યા પરંતુ અમે તેમને કહ્યું કે ખાન સાહેબને અદાલતમાં પેશ કરો. હું ખ્વાજા હારિસની સાથે બેઠી છું. અમે કોર્ટમાં જ બેઠા છીએ. તમારો કેસ મુખ્ય ન્યાયાધીશની સમક્ષ સુનાવણી માટે લાઇનમાં છે.
ઇમરાન ખાનઃ નહીં, પરંતુ ચીફ જસ્ટીસ તેમની પાસેથી આદેશ લે છે. તમારે આજમ સાથે વાત કરવી જોઈએ.
મુસર્રત જમશેદ ચીમાઃ ઓકે સર, તમારું ધ્યાન રાખજો.