પાકિસ્તાનમાં મંદિર પર ડાકુઓનો રોકેટ લોન્ચરથી હુમલો, શું પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર સાથે છે કોઇ કનેક્શન?

Pakistan Hindu Temple : પાકિસ્તાની ડાકુ ઉમર શારે કહ્યું હતું કે જો સીમા હૈદરનો મુદ્દો નહીં ઉકેલાય તો મંદિરો પર હુમલો કરવામાં આવશે. એટલે કે તે ધમકીના થોડા દિવસો બાદ પાકિસ્તાનમાં આ હુમલો થયો છે

Pakistan Hindu Temple : પાકિસ્તાની ડાકુ ઉમર શારે કહ્યું હતું કે જો સીમા હૈદરનો મુદ્દો નહીં ઉકેલાય તો મંદિરો પર હુમલો કરવામાં આવશે. એટલે કે તે ધમકીના થોડા દિવસો બાદ પાકિસ્તાનમાં આ હુમલો થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
seema haider | pakistan woman seema haider | pakistan hindu temple attack

સીમા હૈદર અને સચિન મીના તસવીર (Express PHOTO by Gajendra Yadav)

Seema Haider : પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર સતત હુમલા થતા રહે છે. તમામ દાવાઓ વચ્ચે ત્યાં અનેક મંદિરો પર હુમલા થયા છે, પથ્થરમારો જોવા મળ્યો છે. આ જ કડીમાં હવે સિંધ કાશમોર વિસ્તારમાં આવેલા એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો છે. કેટલાક ડાકુઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા છે અને પોલીસ તેમને શોધી રહી છે.

Advertisment

ડાકુઓનો હુમલો, પોલીસ પ્રશાસન નિષ્ફળ

પાકિસ્તાનના અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે ડાકુઓના એક જૂથે રવિવારે સિંધ કાશમોર વિસ્તારમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો હતો. આરોપીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લૂંટારૂઓ રોકેટ લોન્ચર સાથે પૂજા સ્થળે પહોંચ્યા હતા. હાલ તમામ આરોપીઓ ફરાર છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સીમા હૈદર સાથે શું છે કનેક્શન?

હવે આ હુમલાનો ટાઇમિંગ પણ મહત્વનો છે કારણ કે થોડા દિવસ પહેલા ધમકી હતી કે જો સીમા હૈદરને ભારત પાકિસ્તાનમાં પરત નહીં મોકલે તો ફરી 26/11 જેવો હુમલો કરવામાં આવશે. આ ઉપરાંત પાકિસ્તાની ડાકુ ઉમર શારે કહ્યું હતું કે જો સીમાનો મુદ્દો નહીં ઉકેલાય તો મંદિરો પર હુમલો કરવામાં આવશે. એટલે કે તે ધમકીના થોડા દિવસો બાદ પાકિસ્તાનમાં આ હુમલો થયો છે. હજુ સુધી પોલીસ તેને સીમા હૈદરના કેસ સાથે જોડી રહી નથી, પરંતુ ચર્ચા જોરશોરથી થઈ રહી છે કે પાકિસ્તાનમાં સીમા હૈદરને લઈને જબરદસ્ત ગુસ્સો છે.

આ પણ વાંચો - જો સીમા હૈદરને પાકિસ્તાન પાછી નહીં મોકલે તો 26/11 જેવા થશે આતંકી હુમલો, મુંબઈ પોલીસને મળી ધમકી

Advertisment

સીમા હૈદર હાલ ગ્રેટર નોઇડામાં સચિન મીના સાથે રહે છે

હાલ સીમા હૈદર ગ્રેટર નોઇડામાં સચિન મીના સાથે રહે છે. તેમની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન પરત ફરવાની નથી. સીમાએ કોઇપણ જાતના દબાણ વગર હિન્દુ ધર્મ કબુલ કરી લીધો છે. તે સીએમ યોગી આદિત્યનાથ પાસે ભારતની નાગરિકતા માંગી રહી છે. હજુ સુધી આ મામલે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે. સીમા હૈદરને લઇને ઘણા પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે તેની પૃષ્ટી કરી શકાય નહીં.

સીમાએ છૂટાછેડા આપ્યા, પતિએ ના સ્વીકાર્યા

થોડા દિવસો પહેલા ગુલામ હૈદર અને સીમા હૈદરે એક સાથે ખાનગી ચેનલની ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન સીમા હૈદરે કહ્યું કે મેં તને છોડી દીધો છે, જો તું સંમત નથી તો હવે હું તને તલાક આપું છું, તલાક આપું છું, તલાક આપું છું. તમે મારી જિંદગી છોડી દો, તમારી જિંદગીમાં ખુશ રહો. તેના પર ગુલામ હૈદરે કહ્યું કે આવા તલાકથી કોઈ ફરક પડતો નથી. મતલબ કે આ વિવાદ હજુ શાંત થવાનો નથી અને આગામી દિવસોમાં તેના પર વધુ હોબાળો જોવા મળી શકે છે.

india ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ પાકિસ્તાન વિશ્વ