જિંદાબાદ… જિંદાબાદ, 12 સેકંડ સુધી લોકોએ લગાવ્યા નારા અને પછી એક જ ઝાટકે 40થી વધુ જિંદગી થઇ સ્વાહા, સામે આવ્યો પાકિસ્તાન બ્લાસ્ટનો દર્દનાક video

pakistan bomb blast viral video: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 40થી વધારે લોકોનો મોત નીપજ્યા હતા. 150 જેટલા લોકો ઘાયલ થયા છે.

pakistan bomb blast viral video: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 40થી વધારે લોકોનો મોત નીપજ્યા હતા. 150 જેટલા લોકો ઘાયલ થયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bomb blast in Pakistan |bomb blast latest updates | pakistan bomb blast viral video

પાકિસ્તાન બ્લાસ્ટ વાયરલ વીડિયો

Pakistan, bomb blast latest updates : પાકિસ્તાનમાં રવિવારે એક મોટો આતંકવાદી હુમલો થયો હતો જેના પગલે આખું પાકિસ્તાન હચમચી ગયું હતું. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભીષણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 40થી વધારે લોકોનો મોત નીપજ્યા હતા. 150 જેટલા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે.

Advertisment

બોમ્બ બ્લાસ્ટનો ડરામણો વીડિયો

વાયરલ વીડિયોમાં કેટલાક નેતા મંચ પર ઊભા થઇને પોતાનું ભાષણ આપી રહ્યા છે. સાથે જ સમર્થકોની ભીડ સતત જિંદાબાદ જિંદાબાદના નારા લગાવી રહી છે. વીડિયોમાં 12 સેકંડ સુધી આવી જ રીતે જિંદાબાદ જિંદાબાદના નારા લાગી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ તરત જ એક જોરદાર ધડાકો થયો અને બુમાબુમ અને હડકંપ મચી ગયો હતો. લોકો ભાગંભાગી કરી રહ્યા હતા. બધા લોકો જીવ બચાવવાની કોશિશ કરતા દેખાઇ રહ્યા છે.

આતંકી હુમલાનો જુનો ઇતિહાસ, કોણ છે જવાબદાર?

અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. પરંતુ જોકે હુમલો ખૈબર પખ્તુનખ્વામાં થયો છે તો આવામાં ટીટીપીની ભૂમિકાને અવગણી શકાય નહીં. આ આખો વિસ્તાર અફઘાનિસ્તાન સીમા પાસે છે. આવી સ્થિતિમાં અહીં પર પાકિસ્તાની તાલિબાન દ્વારા અનેક તક પર મોટા ઘાતક હુમલાઓ થયા છે. આવી સ્થિતિમાં હવે રવિવારે આ બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં અત્યાર સુધી 40થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.

અત્યારે તપાસ ચાલી રહી છે. સરકાર તરફથી પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે. પરંતુ મોટી વાત એ છે કે આ પહેલા પણ જમીયત -ઉલેમા-એ-ઇસ્લામ-ફજલના કાર્યક્રમોમાં આતંકીઓએ નિશાન બનાવ્યા છે. તેમ છતાં પણ જો સુરક્ષામાં આટલી મોટી ચૂક થઇ ગઈ છે તો તંત્ર પર ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Advertisment

આ આતંકી હુમલા પર એક સાક્ષીએ હચમચાવી દેનાર પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે અમે ભાષણ સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક ભારે બ્લાસ્ટ થવાનો અવાજ આવ્યો. અમે બેભાન થઇ ગયા અને જ્યારે હોશમાં આવ્યા ત્યારે સ્થળ પર લોહી જ લોહી હતું.

અહીં એ સમજવું જરૂરી છે કે ગત વર્ષે નવેમ્બરમાં ટીટીપીથી પાકિસ્તાન સરકારે વાતચીત નિષ્ફળ ગઇ છે. આતંકવાદી સંગઠન તરફથી હુમલાઓ વધારે વધી ગયા છે. એક આંકડા તો એ પણ વ્યક્ત કરે છે કે આ વર્ષે અત્યાર સુધીના આંકવાદી હુમલાઓમાં કુલ 389 લોકોના જીવ ગયા છે. મોટી વાત તો એ છે કે સતત આતંકવાદી હુમલાઓમાં વધારો જોવા મળે છે.

વાયરલ વીડિયો પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ