/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/pakistan.jpg)
પાકિસ્તાનની સરકાર હાલના દિવસોમાં આર્થિક સંકટથી ઝઝુમી રહી છે. (Pics - ANI)
Pakistan Electricity: આર્થિક અને રાજકીય સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં વીજળીનું સંકટ પણ વધુ ઘેરું બની રહ્યું છે. સ્થિતિ એ છે કે શહબાઝ સરકારને જરૂરી વસ્તુઓ માટે પણ વીજળી આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. તમામ બજારો, મોલ્સ, કોમર્શિયલ સેન્ટરો, ઓફિસો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા પણ સરકારે આવો આદેશ આપ્યો હતો. સરકારના આ નિર્ણયથી વેપારીઓ ખૂબ જ રોષે ભરાયા છે.
પાકિસ્તાનના અખબાર ધ ડોનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન સરકારે ઇંધણની આયાત પર થનાર ખર્ચ પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે. આ સંકટને જોતા પીએમ શહબાઝ શરીફે મંગળવારે બે બેઠક કરી હતી. વીજ સંકટને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 1 જુલાઈથી તમામ બજારો વહેલા બંધ કરી દેવામાં આવશે. સરકારે કહ્યું કે દુકાનો ઉપરાંત તમામ વેપારી સંસ્થાઓ પણ બંધ રહેશે. સરકાર એલઇડી લાઇટને પણ પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત એવા ગીઝરને પણ પ્રોત્સાહન આપવામાં આવશે જેનાથી વધુ વીજળીની બચત થઇ શકે છે.
આ પણ વાંચો - અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ – શાળામાં 80 વિદ્યાર્થીનીઓને ઝેર અપાયું, હોસ્પિટલમાં દાખલ
વેપારીઓનો વિરોધ
વેપારીઓએ સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ઓલ પાકિસ્તાન અંજુમન-એ-તજીરાનના પ્રમુખ અજમલ બલૂચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે અગાઉ પણ આવા અનેક નિર્ણયો લીધા હતા પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે કહ્યું કે આ સિઝનમાં અમે હવે રાત્રે 8 વાગ્યે અમારી દુકાનો બંધ કરીશું નહીં. વેપારીઓનું કહેવું છે કે ગરમીના કારણે લોકો બપોરે ઘરની બહાર નીકળતા નથી. સાંજે લોકો ખરીદી કરવા જાય છે. રાતના 8 થી 11 વાગ્યા સુધીનો સમય તેમનો પીક ટાઇમ હોય છે. સરકારના આ નિર્ણયથી વેપારીઓને ઘણું નુકસાન થશે.
સરકારે કેમ લેવો પડ્યો નિર્ણય
પાકિસ્તાનની સરકાર હાલના દિવસોમાં આર્થિક સંકટથી ઝઝુમી રહી છે. તેની પાસે વિદેશી મુદ્રા ભંડાર ઘણો ઓછો બચ્યો છે. ઉર્જા માટે પણ પાકિસ્તાન તેલ પર નિર્ભર રહે છે. હાલમાં જ સઉદી અરબે તેલ ઉત્પાદનમાં એક મિલિયન ડોલરનો કાપ મુક્યો છે. તેથી તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલની પાર જઇ શકે છે. તેથી પાકિસ્તાન વીજળી બચાવવા પર ભાર આપી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us