Pakistan Paramilitary HQ Attack: પાકિસ્તાનના અર્ધસૈનિક દળના હેડક્વાર્ટ્સ પર બંદૂકધારીઓએ હુમલો કર્યો છે. પાકિસ્તાની મીડિયા ડોનના રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીઓના અનુસાર સોમવારે પાકિસ્તાનના ઉત્તર પશ્વિમી શહેર પેશાવરમાં આવેલા પેરામિલિટરી દળના મુખ્યાલય ખાતે બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ મુખ્યાલય ભીડભાડવાળા વિસ્તારમાં સ્થિત છે અને જે સૈનિક છાવણીની નજીક આવેલું છે.
રોયટ્રસના રિપોર્ટ અનુસાર ફ્રંટિયર કાંસ્ટેબુલરી અર્ધસૈનિક દળના મુખ્યાલય ખાતે બે આત્મઘાતી હુમલાખોરોએ હુમલો કર્યો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે. એક પોલીસ અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે, એક આત્મઘાતી હુમલાખોરે પહેલા પોલીસ દળના મુખ્યાલય ખાતે હુમલો કર્યો અને બીજો આત્મઘાતી પરિસરમાં ઘૂસી ગયો હતો.
વિસ્ફોટ બાદ ગોળીબારીના અવાજ સંભળાયા
રિપોર્ટ્સ અનુસાર પહેલા વિસ્ફોટ થયો હતો અને બાદમાં અંધાધૂંધ ગોળીબારીના અવાજો આવ્યા હતા. આ હુમલામાં બંને આત્મઘાતી હુમલાખોરો માર્યા ગયા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરાબંદી કરી લીધી છે.
ડોનના અનુસાર પેશાવર કેપિટલ સિટીના પોલીસ અધિકારી ડો. મિયા સઇદ અહમદે કહ્યું કે, એફસી મુખ્યાલય પર હુમલો થયો છે. જવાબી કાર્યવાહી ચાલી રહી છે અને આ વિસ્તારને ઘેરાબંદી કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો | રાજનાથ સિંહના સિંધ નિવેદનથી પાકિસ્તાન અકળાયું, આપી આવી પ્રતિક્રિયા
અહીં નોંધનિય છે કે, આ હુમલો જ્યાં થયો છે એ મુખ્યાલય વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત છે તેમજ સૈનિક છાવણીની નજીક આવેલું છે. આ હુમલો અફઘાનિસ્તાન સરહદ સાથે જોડાયેલા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં થયો છે.





