Pakistan Petrol Price : પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 19 રૂપિયાનો વધારો, નવો ભાવ જાણી નવાઈ લાગશે

Pakistan Petrol Price today : પાકિસ્તાનમાં મોંઘવારી (inflation) એ માજા મુકી છે, પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Pakistan Petrol Price today : પાકિસ્તાનમાં મોંઘવારી (inflation) એ માજા મુકી છે, પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Pakistan Petrol and Diesel Rate, Today

પાકિસ્તાન પેટ્રોલ અને ડીઝલના દર, આજે

Pakistan Petrol Price : હાલના સમયે સમગ્ર વિશ્વ મોંઘવારીથી પરેશાન છે, પરંતુ પાકિસ્તાનમાં આના કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. હવે પાકિસ્તાન સરકારે તેના દેશના લોકોને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisment

પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં ઈંધણના ભાવમાં થયેલા તાજેતરના વધારા બાદ હવે પેટ્રોલની કિંમત 272.95 રૂપિયા અને ડીઝલની કિંમત 273.40 રૂપિયા થઈ ગઈ છે.

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોનમાં છપાયેલા અહેવાલ અનુસાર પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા 15 દિવસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં હાઈ સ્પીડ ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, સરકાર પેટ્રોલની કિંમતમાં વધારો ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, આ મામલે પીએમ શાહબાઝ શરીફ સાથે પણ ચર્ચા થઈ છે.

દેશના હિતમાં પેટ્રોલના ભાવમાં વધારો

નાણામંત્રીએ વધુમાં કહ્યું કે, દેશના હિતમાં પેટ્રોલના ભાવમાં વધારો કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, હાઈ સ્પીડ ડીઝલની કિંમતમાં 19.90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે નવા ભાવ 273.40 રૂપિયા પ્રતિ લીટર થશે. પેટ્રોલની કિંમતમાં 19.95 રૂપિયાનો વધારો, હવે પેટ્રોલ 272.95 રૂપિયા પ્રતિ લીટર થશે.

Advertisment

આ પણ વાંચો - LPG Price in ahmedabad : સારા સમાચાર… LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો, જોઈલો નવા ભાવ

તેમણે કહ્યું કે, નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. ડારે એમ પણ કહ્યું કે, સરકાર પેટ્રો-ડીઝલની કિંમત ઘટાડવા માંગે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય કિંમત તેના નિયંત્રણમાં નથી.

ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન વિશ્વ