toshakhana case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના પ્રમુખ ઈમરાન ખાન તોશાખાના કેસમાં હાજર થવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. કોર્ટે તેને ન્યાયિક સંકુલની બહાર હાજરી ચિહ્નિત કરવાની મંજૂરી આપી હતી અને હવે તે કોર્ટની બહારથી જ પાછા ફર્યા છે.
શનિવાર (18 માર્ચ) સવારથી ઇમરાન ખાનના ઘરની બહાર અને તેઓ ઇસ્લામાબાદ પહોંચ્યા ત્યાં સુધી ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘણુ ઘર્ષણ જોવા મળ્યું હતુ. લાહોર હાઈકોર્ટે પીટીઆઈ પ્રમુખની ખાતરી પર ધરપકડ પર રોક લગાવી દીધી હતી. ઈમરાન ખાને કોર્ટને કહ્યું હતું કે, તે શનિવારે સંબંધિત કોર્ટમાં હાજર થશે.
કોર્ટે કહ્યું હતું કે, “અથડામણ વચ્ચે સુનાવણી થઈ શકે નહીં”
એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ (ADSJ) ઝફર ઈકબાલે PTIના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જ્યુડિશિયલ કોમ્પ્લેક્સની બહાર તેમની હાજરી ચિહ્નિત કરવાની મંજૂરી આપી હતી. જ્યાં પીટીઆઈ ચીફ સામે તોશાખાના કેસમાં આરોપ ઘડવાના છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર, ન્યાયાધીશે કહ્યું છે કે, ન્યાયિક પરિસરની બહાર ઈસ્લામાબાદ પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણને લઈને, જજે કહ્યું છે કે સુનાવણી અને દેખાવ એક સાથે આગળ વધી શકે નહીં. તેમણે કહ્યું કે, જેઓ અહીં એકઠા થયા છે તેઓ ચાલ્યા જાય. ગોળીબારી કે, પથ્થરમારો કરવાની જરૂર નથી, જો આવું ચાલુ રહેશે તો આજે સુનાવણી થઈ શકશે નહીં.
પાકિસ્તાની મીડિયા અનુસાર, કોર્ટરૂમની અંદર ટીયર ગેસની અસરને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. પીટીઆઈ નેતાઓએ પણ પોલીસ દ્વારા ખૂબ જ ખરાબ વર્તનની ફરિયાદ કરી છે.
આ પણ વાંચો – પાકિસ્તાનમાં આર્થિક અને રાજકીય અસ્થિરતા, પીએમ શહેબાઝ શરીફે ઈમરાન ખાન સાથે વાતચીતની કરી ઓફર
ઈમરાન ખાનનો દાવો છે કે, કોર્ટરૂમમાં પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા
ન્યાયિક સંકુલની બહાર હાજર ઈમરાન ખાને સંદેશ જારી કર્યો હતો કે, “તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. મીડિયાને જાહેર કરવામાં આવેલા એક ઓડિયો સંદેશમાં ઇમરાને કહ્યું, “હું 15 મિનિટથી દરવાજાની બહાર રાહ જોઈ રહ્યો હતો અને અંદર પ્રવેશવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેઓએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને ચેકપોઇન્ટ બનાવ્યા અને એવું લાગે છે કે, તેઓ તેમને અંદર જવા દેવા માંગતા નથી.”