Pakistan Political crisis : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમારન ખાનને શુક્રવારે કડક સુરક્ષા વચ્ચે આગોતરા જામીન માટે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પેશી બ ઇમરાન ખાનની ધરપકડ થઇ શકે છે. આ મામસે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ઇમારન ખાનને મોટી રાહત આપી હતી. કોર્ટે તોશાખાના મામલે ઇમરાન ખાન વિરુદ્ધ સુનાવણી પર સ્ટે લગાવી દીધો છે.
ઇમરાન ખાન વિરુદ્ધ ક્રિમિનલ ટ્રાયલ નહીં થાય. પાકિસ્તાન ચૂંટણી આયોગે ક્રિમિનલ ટ્રાયલની અરજી કરી હતી. ઇમરાનની પેશી પહેલા આખા વિસ્તારમાં સુરક્ષા- વ્યવસ્થા કડક કરી દીધી હતી. મીડિયા રિપોટ પ્રમાણે પોલીસે અત્યારે એક હજારથી વધારે પીટીઆઈ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો ઇમરાન ખાનની મૂક્તિનો આદેશ
ગુરુવારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અદાલત પરિસરમાંથી ઇમરાન ખાનની ધરપકડ ખોટી ઠેરવીને તાત્કાલિક છોડવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ આદેશ બાદ સરકાર અને સેના બંને બેકફૂટ પર આવી ગઈ હતી. પાકિસ્તાનની પીએમ શહબાજ શરીફને પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મોટો ફટકો લાગ્યો છે. શરીફની પાર્ટીના જ અનેક નેચા ચીફ જસ્ટીસને નિશાના પર લઈ રહ્યા છે.
કોર્ટમાં રજૂ થયા પહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે પોલીસ લાઇનના ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. અહીંથી તેમને સીધા હાઇકોર્ટ લઇ જવામાં આવ્યા હતા. ગત રાત્રે ઇમરાન ખાને પોતાના સમર્થકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ધરપકડ દરમિયાન તેમણે દંડાથી માર માર્યો હતો.
મારા વિરુદ્ધ 145 કેસ નોંધાયા : ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યું છે કે તેની સામે 145 મામલા નોંધવામાં આવ્યા છે. તેમની ધરપકડ એક આતંકીની જેમ કરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલ, જસ્ટીસ મુહમ્મદ અલી મજહર અને જસ્ટીસ અતર મિનલ્લાહની ત્રણ સદસ્યીય પીઠે મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટ પરિસરથી તેમની ધરપકડ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે તેનાપર આ કાર્યવાહી ગેરકાયદેસર હતી.