Pneumonia in china : ચીન ફરી એકવાર ન્યુમોનિયાના પ્રકોપનો શિકાર બન્યું છે. ત્યાંના લોકોના મનમાં કોરોના યુગની સૌથી ખરાબ યાદો ફરી દોડવા લાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના સૌથી મોટા પ્રાંતના લોકોએ ખુલાસો કર્યો છે કે, ન્યુમોનિયાના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.
એવું માનવામાં આવે છે કે, સપ્ટેમ્બરથી ચીનના ઘણા શહેરોમાં ન્યુમોનિયા ફેલાયો છે. પહેલા બાળકો તેનો શિકાર બન્યા અને હવે મોટી ઉંમરના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.
શું માહિતી બહાર આવી રહી છે?
ઈન્ફલ્યુએન્ઝા, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ, રાઈનોવાઈરસ અને અન્ય શ્વસન વાઈરસ ચીનમાં પરિસ્થિતિ બગાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે.
આ બાજુ સરકારે કોવિડના કેસોને નકારી કાઢ્યા છે, ત્યારે જનતા પણ કોવિડના અસ્તિત્વ વિશે વાત કરી રહી છે. જોકે બંનેના લક્ષણો લગભગ સરખા છે. લોકોને તાવ આવ્યા બાદ તીવ્ર ઠંડી લાગે છે. આ પછી સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હેનાન પ્રાંતની ઘણી હોસ્પિટલો લગભગ ભરાઈ ગઈ છે.





