Yubaraj Ghimire : નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ચાર દિવસના પ્રવાસે બુધવારે નવી દિલ્હી પહોંચ્યા છે. ડિસેમ્બર 2022માં પદભાર ગ્રહણ કરનાર દહલ ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે મળશે, જે ઉર્જા, વેપાર અને કનેક્ટિવિટીમાં સહયોગ પર કેન્દ્રીત રહેશે. પીએમના કાઠમાંડુથી રવાના થવાના થોડાક કલાક પહેલા રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે નેપાળના નાગરિકતા કાનૂનમાં એક વિવાદાસ્પદ સંશોધનને પોતાની સહમતિ આપી હતી. જે નેપાળીઓ સાથે લગ્ન કરનાર વિદેશીઓને રાજનીતિક અધિકારો સાથે-સાથે લગભગ તરત નાગરિકતા આપે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ જે સુધારાને સંસદે બીજી વખત તેમની પાસે પાછો મોકલ્યો હોવા છતા પણ સંમતિ આપવાનો ઇનકાર કરી દીધો હતો, તે નેપાળના નાગરિકતા કાનૂનને વિશ્વના સૌથી ઉદાર કાયદાઓમાંથી એક બનાવે છે. રાષ્ટ્રપતિ પૌડેલની આ કાર્યવાહીથી ચીન નારાજ થાય તેવી સંભાવના છે, જે ચેતવણી આપતું રહ્યું છે કે આ કાયદો તિબેટીયન શરણાર્થીઓના વંશજોને નાગરિકતા અને સંપત્તિના અધિકાર આપી શકે છે.
પ્રચંડ અને ભારત
1997 સુધી રાજ્ય/સરકારના વડાઓની નિયમિત પારસ્પરિક મુલાકાતો દ્વિપક્ષીય પરંપરા રહી હતી, જે પછી ભારતે નેપાળી નેતાઓની યજમાની કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ પારસ્પરિક મુલાકાતો લીધી ન હતી.
2006માં બિનસાંપ્રદાયિક પ્રજાસત્તાકની સ્થાપનાની તરફેણમાં મુખ્યત્વે યુરોપિયન યુનિયન અને અમેરિકા તરફથી બાહ્ય સમર્થન એકઠું કરવામાં ભારતની ભૂમિકાની વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ દહલે એક વખત કહ્યું હતું કે નેપાળમાં “માઇક્રો મેનેજમેન્ટ” ના પ્રયત્નોને કારણે સદ્ભાવનામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. વળી નેપાળમાં વધી રહેલી પશ્ચિમી ભૂમિકાને કારણે ચીને દેશમાં પોતાની હાજરી અને પ્રભાવ વધારવા માટે આક્રમક પ્રતિ-પગલાં લીધાં હતાં.
પ્રચંડને પહેલા અમેરિકા અને ભારતને “સામ્રાજ્યવાદી અને વર્ચસ્વવાદી તાકતો” ના રૂપમાં જોતા ચીન સમર્થક માનવામાં આવતા હતા. જોકે વડા પ્રધાન હવે વ્યાપકપણે ભારતને ખાતરી આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ચીનના પ્રભાવને કાબૂમાં રાખવા માટે તેની સાથે જોડાણ કરવા માટે યોગ્ય છે. તેઓ આ મુલાકાત માટે ઉત્સુક રહ્યા છેઅને કહ્યું છે કે તેઓ દ્વિપક્ષીય સંબંધોમાં કશુંક મહત્વપૂર્ણ કરવા માંગે છે.
ગયા ફેબ્રુઆરીમાં દહલે નેપાળી કોંગ્રેસ સાથે હાથ મિલાવીને મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન નેપાળ કોમ્પેક્ટ અંતર્ગત 500 મિલિયન અમેરિકન ડોલરની ગ્રાન્ટ મેળવવા માટે રાજકીય યુ-ટર્ન લીધો હતો. જેને સંસદ દ્વારા બહાલી આપવામાં આવી હતી. પોતાની પાર્ટીના વિચારને ત્યાગ દીધો જે “ઇન્ડો-પેસિફિક સુરક્ષા યોજના” નો એક ભાગ છે, જે નેપાળની રાજદ્વારી ગુટનિરપેક્ષતાને નબળી પાડશે.
બુધવારે રાષ્ટ્રપતિ પૌડેલ દ્વારા નાગરિકતા કાયદાની મંજૂરીને ભારત અને અમેરિકા સુધીની બીજી પહોંચ તરીકે જોવામાં આવે છે. જોકે રાષ્ટ્રપતિની મંજૂરીને કોર્ટમાં પડકારવામાં આવે તેવી સંભાવના છે અને રાજકીય ગરમાવો આવી શકે છે.
આ પણ વાંચો – ચીનને પણ પસંદ આવી રહી છે ભારતની નવી સંસદ, ગ્લોબલ ટાઇમ્સમાં કહ્યું – ગુલામોના પ્રતિકને પાછળ છોડી રહ્યો છે દેશ
દહલ 15 વર્ષ પહેલાના ક્રાંતિકારીને બદલે ભારતના એક મિત્રના રૂપમાં જોવા માંગે છે. જેમણે 2008માં પ્રથમ વખત વડા પ્રધાન બન્યા પછી શીર્ષ નેપાળી નેતાઓની પરંપરાને તોડી નાખી હતી. નેપાળના પીએમ પ્રથમ વિદેશ મુલાકાત ભારતની કરતા હોય છે. જોકે દહલે બેઇજિંગની મુલાકાત કરી હતી.
તેઓ તેમના પ્રવાસના કાર્યક્રમમાં ઈન્દોર અને ઉજ્જૈન મહત્વપૂર્ણ શિવ મંદિરોવાળા શહેરોનો સમાવેશ કરીને નેપાળી હિન્દુઓની ભાવનાઓને માન આપવા માટે પણ ઉત્સુક હોવાનું જણાય છે.
ભારત નેપાળમાં જે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે તેની આસપાસના ઘર્ષણના મુદ્દાઓને હલ કરવા પર પ્રગતિ થઈ છે. વડા પ્રધાન તેમના સાથી અને પુરોગામી શેર બહાદુર દેઉબાની જેમ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) હેઠળના પ્રોજેક્ટ્સમાં ધીમી ગતિએ આગળ વધ્યા છે, જે માટે નેપાળે છ વર્ષ પહેલાં સંમતિ આપી હતી.
ઘરમાં પરેશાની
દહલ નેપાળના રાજકારણમાં ભારતની સદ્ભાવના જે સતત ભૂમિકા ભજવે છે તેનાથી વાકેફ છે. ગયા ડિસેમ્બરમાં તેમણે અન્ય સામ્યવાદી પક્ષ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (યુનિફાઇડ માર્ક્સવાદી-લેનિનિસ્ટ) સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે ભારત તરફી નેપાળી કોંગ્રેસ સાથેનું જોડાણ વધુ આરામદાયક લાગ્યું. કમ્યુનિસ્ટ પાર્ટીઓની એકસાથે આવવાની શક્યતાઓ હવે ખતમ થઈ ગઈ છે, કમ સે કમ હમણાં માટે તો ખરું જ.
પોતાના દેશમાં રાજકીય અસ્થિરતા અને તોળાઈ રહેલી આર્થિક કટોકટી ઉપરાંત દહલ શાહી લોકો માટે સંભવિત ભારતીય સમર્થન વિશે પણ ચિંતિત છે. જે નેપાળના હિન્દુ સામ્રાજ્યને પુનઃસ્થાપિત કરવા માંગે છે. અગ્રણી સામાજિક સંશોધન જૂથ ઇન્ટરડિસિપ્લિનરી એનાલિસ્ટ્સ (IDA)દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક ઓપિનિયન પોલમાં 91% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે સેના સૌથી વિશ્વસનીય સંસ્થા છે. પદભ્રષ્ટ રાજા જ્ઞાનેન્દ્ર શાહ રાજકીય નેતાઓની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવતા દેશનો પ્રવાસ કરી રહ્યા છે. પ્રચંડે એ વાત પર ધ્યાન આપ્યું છે કે હાલની વ્યવસ્થા સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે.
માઓવાદીઓ નેપાળના એક દાયકાથી ચાલી રહેલા ઉગ્રવાદ, જેમાં 17,000 લોકો માર્યા ગયા હતા. પીડિતો માટે સત્ય અને સુલેહની પ્રક્રિયાને ટાળી રહ્યા છે. સાથે માનવાધિકારોના ઉલ્લંઘન માટે તેમના ટોચના નેતાઓને તપાસ માટે રજૂ કરી રહ્યા છે.
વડા પ્રધાનના રાજકીય હરીફો અને કેટલાક માનવ અધિકાર જૂથો ધ હેગની અદાલતમાં માઓવાદીઓ પર કેસ ચલાવવા માટે દબાણ કરે છે. દહલ જાણે છે કે ભારત તેમની અને તેમના સાથીઓને મદદ કરી શકે છે અને પશ્ચિમી દેશોને પણ સમજાવી શકે છે. તે માનવાધિકારોના ઉલ્લંઘનના ગુનેગારો માટે સામાન્ય માફી પણ ઇચ્છે છે અને ભારતનું સમર્થન તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રચંડમાં શબ્દોમાં ક્રાંતિકારી બનવાની અને વ્યવહારમાં સમાધાન કરવાની અનન્ય ક્ષમતા ધરાવે છે. તેમની ભારત યાત્રામાં વ્યક્તિગત રીતે ઉચ્ચ દાવ છે. તેઓ વડા પ્રધાન મોદી પાસેથી આશ્વાસન માંગશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો