/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/pm-modi-in-greece.jpg)
ગ્રીસના રાષ્ટ્રપતિ કતેરિના સકેલારોપોલુ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા (તસવીર - નરેન્દ્ર મોદી ટ્વિટર)
PM Narendra Modi Greece Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ એક દિવસના ગ્રીસના પ્રવાસે છે. ગ્રીસે પીએમ મોદીને પોતાનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. ગ્રીસના રાષ્ટ્રપતિ કતેરિના સકેલારોપોલુ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા છે.
સન્માન મેળવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને ગ્રીસ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કરવા માટે હું રાષ્ટ્રપતિ કતેરીના એન સકેલારોપોલુ, ગ્રીસની સરકાર અને લોકોનો આભાર માનું છું. આ ગ્રીસના લોકોની ભારત પ્રત્યે સન્માન દર્શાવે છે.
ઓર્ડર ઓફ ઓનરની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. આ ગ્રીસનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરને ગ્રીસના રાષ્ટ્રપતિ દ્વારા વિવિધ દેશોના વડા પ્રધાનો અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે. આ તે લોકોને આપવામાં આવે છે જેમણે ગ્રીસનું કદ વધારવામાં પોતાનું યોગદાન આપ્યું છે.
#WATCH | PM Narendra Modi conferred with the Grand Cross of the Order of Honour by Greek President Katerina N. Sakellaropoulou in Athens pic.twitter.com/p3Opq0BMyZ
— ANI (@ANI) August 25, 2023
આ પણ વાંચો - બ્રિક્સ સમિટ : પીએમ નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે શું થઇ વાતચીત? વાયરલ થઇ રહી છે તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવ્યું છે. પ્રશસ્તિ પત્રમાં લખ્યું છે કે પીએમ મોદી એક રાજનેતા છે જેમણે પોતાના દેશને ગ્લોબક સ્તર સુધી પહોંચાડ્યો છે. પીએમ મોદીએ ભારતની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિ માટે વ્યવસ્થિત રીતે કામ કર્યું છે અને તેમાં સાહસિક સુધારા લાવ્યા છે. વડા પ્રધાન મોદી એક એવા રાજકારણી છે જે પર્યાવરણીય સંરક્ષણ અને જલવાયુ પરિવર્તનને આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની પ્રાથમિકતાઓમાં રાખે છે.
ગ્રીસ પહોંચ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે 40 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન ગ્રીસ આવ્યા છે. તેમણે કહ્યું કે આટલા લાંબા સમય પછી કોઈ પણ વડા પ્રધાને ગ્રીસની મુલાકાત લીધી પરંતુ હજુ પણ આપણા સંબંધોની મજબુતી ઓછી થઈ નથી. ગ્રીસ અને ભારત વિશ્વની બે પ્રાચીન સંસ્કૃતિઓ, લોકશાહી વિચારધારાઓ, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોનો સંગમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમારા સંબંધોનો પાયો પ્રાચીન અને મજબૂત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us