/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/PM-Narendra-Modi-5.jpg)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)
Climate Change Summit : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઈમાં COP28 સમિટને સંબોધિત કરતી વખતે ભારતમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમણે કહ્યું કે આજે હું આ મંચથી COP33 ક્લાઈમેટ સમિટને 2028માં ભારતમાં હોસ્ટ કરવાનો પ્રસ્તાવ રાખું છું. દુબઈમાં COP28 સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધતા PM એ લોકોની ભાગીદારી દ્વારા કાર્બન સિંક બનાવવા પર કેન્દ્રિત ગ્રીન ક્રેડિટ પહેલ પણ રજૂ કરી હતી.
વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારત 4 ટકાથી ઓછું યોગદાન આપે છે તે બાબતને હાઇલાઇટ કરતાં તેમણે નોંધ્યું હતું કે દેશ એવા કેટલાક દેશોમાંનો એક છે જે તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC) ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાની યોજનાઓ હાંસલ કરવા માટે ટ્રેક પર છે. ભારતમાં વિશ્વની 17 ટકા વસ્તી રહે છે તેમ છતાં વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં તેનું યોગદાન 4 ટકાથી ઓછું છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતે ઇકોલોજી અને અર્થવ્યવસ્થા વચ્ચે એક સરસ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું મોડેલ રજૂ કર્યું છે. ભારતે 2030 સુધીમાં ઉત્સર્જનમાં 45 ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે ગ્રીન એનર્જીનો હિસ્સો વધારીને 50 ટકા કરવાનો નિર્ણય લીધો છે. અમે 2070 સુધીમાં નેટ શૂન્યના અમારા લક્ષ્ય તરફ આગળ વધવાનું પણ ચાલુ રાખીશું.
આ પણ વાંચો - પાંચ રાજ્યોના પરિણામ પહેલા શરુ થઇ રિસોર્ટ પોલિટિક્સ, કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહી આવી વાત
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે એનર્જી ટ્રાન્ઝેક્શન થશે, પરંતુ આ માટે આપણે ઇનોવેટિવ બનવું પડશે. આપણે સતત નવીન ટેકનોલોજી વિકસિત કરવાની અને આપણા હિતોથી ઉપરના અન્ય દેશોમાં ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવાની પ્રતિજ્ઞા પણ લેવાની છે. ભારતે પ્રતિબદ્ધ સમયમર્યાદા કરતાં 11 વર્ષ પહેલાં તેના ઉત્સર્જન-તીવ્રતાના લક્ષ્યાંકો હાંસલ કર્યા છે.
ગુરુવારે શરૂ થયેલી યુએન કોન્ફરન્સની 28મી એડિશન 12 ડિસેમ્બર સુધી ચાલશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુબઈમાં લગભગ 21 કલાકના રોકાણ દરમિયાન મોદી સાત દ્વિપક્ષીય બેઠકો કરશે. વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે (30 નવેમ્બર) રાત્રે સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us