PM મોદી UAE પ્રવાસ: અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

PM Narendra Modi UAE : પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ (PM Modi France) ની મુલાકાત બાદ હવે યુએઈ પહોંચ્યા છે. અહીં તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (sheikh mohammed bin zayed al nahyan) સાથે મુલાકાત કરી.

PM Narendra Modi UAE : પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ (PM Modi France) ની મુલાકાત બાદ હવે યુએઈ પહોંચ્યા છે. અહીં તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન (sheikh mohammed bin zayed al nahyan) સાથે મુલાકાત કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi UAE

પીએમ નરેન્દ્ર મોદી યુએઈ - શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાયાન સાથે મુલાકાત

PM Narendra Modi UAE : PM નરેન્દ્ર મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને શનિવારે (15 જુલાઈ)ના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) પહોંચી ગયા છે. અહીં પહોંચ્યા બાદ પીએમ મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી.

Advertisment

આ પહેલા વડાપ્રધાન મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યા હતા. ફ્રાન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની સફળ મુલાકાત બાદ વિદાય લીધી. આ મુલાકાતે ભારત-ફ્રેન્ચ સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી હતી.

યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની સફરને લગતી ખાસ બાબતો

સંયુક્ત આરબ અમીરાત (UAE)ની તેમની મુલાકાત દરમિયાન, PM મોદી ટોચના નેતૃત્વ સાથે ખાસ કરીને ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રો પર વાતચીત કરે તેવી શક્યતા છે. આ દરમિયાન બંને વ્યૂહાત્મક ભાગીદાર દેશો ઐતિહાસિક વેપાર કરાર અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.

પીએમ મોદીએ તેમની મુલાકાતની શરૂઆત સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરીને કરી છે. પીએમની મુલાકાત અંગે, UAEમાં ભારતના રાજદૂત સંજય સુધીરે કહ્યું, "આ સંબંધની સુંદરતા એ છે કે, અમારા નેતાઓ નિયમિત સંપર્કમાં હતા, કોવિડ દરમિયાન પણ તેઓ વર્ચ્યુઅલ રીતે મળ્યા હતા."

Advertisment

તેમણે નોંધ્યું હતું કે, ઐતિહાસિક વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA), જેણે બંને દેશો વચ્ચે આર્થિક જોડાણને નવી ગતિ આપી હતી, તેના પર પણ COVID-19 મહામારી દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - અમેરિકાએ ચીનને આપ્યો મોટો ઝટકો, અરુણાચલ પ્રદેશ પર ભારતના સમર્થનનો પ્રસ્તાવ સેનેટ કમિટીમાં થયો પાસ

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત

વડાપ્રધાન મોદીએ શનિવારે UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ મુલાકાત પહેલા ટ્વીટ કર્યું, “હું મારા મિત્ર મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવા માટે ઉત્સુક છું. બંને દેશ વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, જેવા અનેક ક્ષેત્રોમાં જોડાયેલા છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ નરેન્દ્ર મોદી વિશ્વ દેશ PM Narendra Modi