PM Narendra Modi US visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના પહોંચી ગયા છે. અમેરિકી પ્રવાસ માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ અમેરિકન મીડિયા હાઉસ વોલ સ્ટ્રીટ જર્નલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. અમેરિકા સાથે ભારતના સંબંધો પર પીએમ મોદીએ કહ્યું કે તેઓ હવે વધુ મજબૂત અને ગાઢ છે. આ ઉપરાંત ભારત અને ચીનના સંબંધો પર પીએમ મોદીએ કહ્યું કે સારા સંબંધો માટે એલએસી પર શાંતિ જરૂરી છે.
ભારતને દુનિયામાં તેનું યોગ્ય સ્થાન મળવું જોઈએ: પીએમ મોદી
વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યુ કે અમે ભારતને કોઈ પણ દેશના વિકલ્પના રૂપમાં જોતા નથી. અમે આ પ્રક્રિયાને ભારતને વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન મેળવતા તરીકે જોઈએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા પહેલા કરતા આજે વધુ એકબીજા સાથે જોડાયેલી છે. તેને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે સપ્લાય ચેઇનમાં વધુ વિવિધતા હોવી જોઈએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાના અભૂતપૂર્વ સંબંધો છે અને બંને દેશોના નેતાઓ વચ્ચે અભૂતપૂર્વ વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીએ રશિયાને એવી પણ સલાહ આપી હતી કે વિવાદોનો ઉકેલ યુદ્ધથી નહીં પણ કૂટનીતિ અને સંવાદથી થવો જોઇએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આખી દુનિયાને ખાતરી છે કે ભારતની પ્રાથમિકતા શાંતિ છે અને અમે તેની તરફેણમાં છીએ. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત તે તમામ પ્રયાસોનું સમર્થન કરશે જેનાથી સંઘર્ષ ખતમ થઈ શકે અને શાંતિ અને સ્થિરતા લાવી શકાય.
આ પણ વાંચો – પીએમ મોદીના અમેરિકા પ્રવાસની 10 મોટી વાતો, 24 પ્રખ્યાત હસ્તીઓ સાથે મુલાકાત, 20થી વધારે સ્થળો પર સ્વાગત
ચીનને ચેતવણી
ચીન સાથે સંબંધોના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે ભારત સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતાના સમ્માનમાં માને છે. તેમણે ચીનને ચેતવણી આપી હતી કે ભારત કોઈપણ મતભેદો અને વિવાદોના કાનૂની અને શાંતિપૂર્ણ સમાધાનની તરફેણમાં છે. જોકે તેની સાર્વભૌમત્વ અને ગરિમાની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર અને સમર્પિત છે.
ઇન્ટરવ્યૂ દરમિયાન પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફાર પર પીએમ મોદીએ કહ્યું કે હાલની સમસ્યાનું મૂલ્યાંકન થવું જોઈએ અને દુનિયાને પૂછવું જોઈએ કે શું તે ભારતને ત્યાં જોવા માંગે છે?





