PM modi US visit | ગ્રીન ડાયમંડ, ગણેશ પ્રતીમા, ચંદન બોક્સ વ્હાઇટ હાઉસમાં ડિનર પર પીએમ મોદીએ જો બાઇડન અને જિલ બાઇનને શું શું આપી ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં પ્રાઇવેટ ડિનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિવ બાઇડનને ખાસ ઉપહાર ભેટ કર્યા છે. ગ્રીમ ડાયમંડ, ભગવાન ગણેશમી પ્રતિમા, ચાંદીના દીવા અને દસ દાનમ સહિત અનેક ચીજો ગિફ્ટ કરી છે.

Written by Ankit Patel
June 22, 2023 12:33 IST
PM modi US visit | ગ્રીન ડાયમંડ, ગણેશ પ્રતીમા, ચંદન બોક્સ  વ્હાઇટ હાઉસમાં ડિનર પર પીએમ મોદીએ જો બાઇડન અને જિલ બાઇનને શું શું આપી ગિફ્ટ
પીએમ મોદીએ જો બાઇડન, જિલ બાઇડનને આપી ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદીએ વોશિંગટનમાં વ્હાઇટ હાઉસમાં પ્રાઇવેટ ડિનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિવ બાઇડનને ખાસ ઉપહાર ભેટ કર્યા છે. ગ્રીમ ડાયમંડ, ભગવાન ગણેશમી પ્રતિમા, ચાંદીના દીવા અને દસ દાનમ સહિત અનેક ચીજો ગિફ્ટ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુરુવારે અમેરિકા પ્રવાસનો બીજો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની પત્ની જિલ બાઇડને તેમની માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિલ બાઇડનને 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ગિફ્ટ કર્યો હતો. જો બાઇડને ચંદનનું બોક્સ ગિફ્ટમાં આપ્યું હતું.

ચંદનના બોક્સની સાથે જો બાઇડનને ભેટમાં આપી ખાસ વસ્તુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જો બાઇડનને એક વિશેષ ચંદનનું બોક્સ ભેટમાં આપ્યું હતું. જે જયપુર રાજસ્થાનના એક શિલ્પકાર દ્વારા હાથથી બનાવ્યું હતું. બોક્સને બનાવવા માટે કર્ણાટકના મૈસૂરથી ચંદનનું લાકડું મંગાવવામાં આવ્યું હતું. જેના પર નક્કાશીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે. વડાપ્રધાન મોદી ધ ટેન પ્રિંસિપલ્સ ઉપનિષદસની ફર્સ્ટ એડિશન કોપી પણ જો બાઇડનને ગિફ્ટ કરી છે. જે લંડનના ફેબર એન્ડ ફેબર લિમિટેડને પબ્લિશ કરી છે. ધ યુનિવર્સિટી પ્રેસ ગ્લાસગો દ્વારા પ્રિન્ટ કરવામાં આવી છે.

ચંદનના બોક્સમાં ભગવાન ગણેશની ચાંદીની એક પ્રતિમા છે. જે કોલકાત્તામાં ચાંદીની વસ્તુઓ બનાવનાર પાંચમી પેઠીના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. હિન્દુઓમાં ભગવાન ગણેશને કોઇપણ શુભ કામ કરતા પહેલા પૂજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે જીવનની દરેક પરેશાનીઓને ખતમ કરી દે છે. આ ઉપરાંત ભગવાન ગણેશની દરેક દેવી-દેવતાઓમાં સૌથી પહેલા પુજા થાય છે.

ચંદન બોક્સમાં એક ચાંદીનો દીવો પણ છે. આ પણ હેન્ડક્રાફ્ટ છે અને કોલકાત્તાના ચાંદીનો સામાન બનાવનાર કારીગરોએ તૈયાર કર્યો છે. આ સાથે તાંબાનું પાત્ર છે. જેના પર શ્લોક લખ્યો છે. જે ઉત્તર પ્રદેશથી મંગાવ્યો છે.

એક બોક્સમાં ચાંદીનું બોક્સ પણ છે. જેને દસ દાનમ અથવા દસ દાનનું પ્રતિક માનવામાં આવે છે. આમા ગૌદાન, ભૂદાન, તિલદાન, હિરણ્યાદાન, અજયદાન, ઘી અથવા માખણ દાન, ધાન્યદાન, વસ્ત્રદાન, ગુડદાન, ચાંદીના સિક્કાનું દાન અને લવન દાન અથવા મીઠાના દાનનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ તમિલનાડુના તલ આપ્યા, જેમાં તલદાન અંતર્ગત સફેદ તલના બીજ ચઢાવવામાં આવ છે. કર્ણાટકના મૈસુરથી ચંદનનો એક સુગંધિત ટુકડો ભૂદાન માટે આપવામાં આવ્યો છે. જેને જમીન પર ચઢાવવામાં આવે છે. ચાંદીનું નારિયેળ આપવામાં આવ્યું જેને કોલકાત્તાના કારીગરોએ હાથેથી બનાવ્યું હતું. આને ગાયના દાનના સ્થાન પર ચઢાવવામાં આવે છે.

જિલ બાઇડનને આપ્યો 7.5 કરેટેનો ગ્રીન ડાયમંડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાઇડન ફિમિલીને ગિફ્ટ કરવામાં આવેલી ખાસ ગિફ્ટમાં એક ગ્રીન ડાયમંડ પણ છે. પીએમ મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડનને ભેટમાં આપ્યો હતો. આ ડાયમંડને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ પ્રમાણે પીએમ મોદી દ્વારા ગિફ્ટ કરવામાં ડાયમંડને ધરતીથી ખોદવામાં લીલા કેમિકલ અને ઓપ્ટિકલ ગુણોને દર્શાવે છે. આ સાથે જ આ ઇકોફ્રેન્ડલી પણ છે. જેને સોલર અને પવન ઉર્જા જેવા ઇકો ડાયવર્સિફાઇડ સંસાધનોથી બનાવ્યા છે. આ સાથે જ જિલ બાઇડનને પેપર મેશી પણ ગિફ્ટ કરવામાં આવી હતી. આ એક બોક્સ છે જેમાં હીરો રાખવામાં આવ્યો છે. આને કાર-એ-કલમદાની તરીકે ઓળખાય છે.

બાઇડનની ફેમિલીની તરફથી પીએમ મોદીને પણ આપવામાં આવી આ ગિફ્ટ

જો બાઇડને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપહારના રૂપમાં વિંટેઝ કેમેરા ભેટમાં આપ્યો છે. આ સાથે જ જોર્જ ઇસ્ટમેનના પહેલા કોડક કેમેરાની પેટન્ટનો એક અભિલેખીય પ્રતિકૃતિ પ્રિન્ટ અને અમેરિકી વન્યજીવ ફોટોગ્રાફીની એક હાર્ડકવર પુસ્તક પણ છે. જેલ બાઇડને તેમને 20મી સદીની શરુઆતની એક હસ્તનિર્મિત પ્રાચીન અમેરિકી બુક ગૈલી પીએમ મોદીને આપી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ