PM Narendra Modi Ahlan Modi Event In UAE : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં 14 ફેબ્રુઆરીએ સ્વામી નારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ આ પહેલા 13 ફેબ્રુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમને અહલાન મોદી (નમસ્કાર મોદી) નામ આપવામાં આવ્યું છે.
યુએઇમાં ખરાબ હવામાનને કારણે અહલાન મોદીનો કાર્યક્રમ ટૂંકો કરવામાં આવ્યો છે. અબુ ધાબીમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવાનો કાર્યક્રમ અહલાન મોદીને ખરાબ હવામાનને કારણે ટૂંકાવવામાં આવ્યો છે. કાર્યકરમની તૈયારીમાં સામેલ એક અધિકારીએ સોમવારે આ વિશે જાણકારી આપી છે.
વરસાદને કારણે લોકોની સંખ્યા ઘટાડવામાં આવી (PM Narendra Modi Ahlan Modi Event In UAE)
યુએઇમાં ભારે વરસાદ અને વીજળીના કડાકાને કારણે ટ્રાફિક જામ અને પાણી ભરાયા બાદ ‘અહલાન મોદી’ (નમસ્કાર મોદી) કાર્યક્રમને ટૂંકાવવામાં આવ્યો છે. કોમ્યુનિટી લીડર સજીવ પુરૂષોતમે પીટીઆઈને જણાવ્યું હતું કે અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીના અત્યાર સુધીના સૌથી મોટા પ્રવાસી કાર્યક્રમની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી પરંતુ હવામાનને કારણે લોકોની સંખ્યા 80,000 થી ઘટાડી 35,000 કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ રજિસ્ટ્રેશન કરવા માટે એક વેબસાઇટ મારફતે 60000 લોકોએ પહેલાથી કન્ફર્મ કરી દીધું હતું, આ કાર્યક્રમમાં માત્ર ભારતીય મૂળના લોકો જ હાજરી આપશે. પુરૂષોતમના જણાવ્યા અનુસાર, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારાઓ સહિત 35,000 થી 40,000 લોકો આ કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે 1000 થી વધુ સ્વયંસેવકો સાથે 500 થી વધુ બસો દોડાવવામાં આવશે.
આ પણ વાંચો | પીએમ મોદી અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરનું ઉદઘાટન કરશે, જાણો પૂરો કાર્યક્રમ, લાઈવ ક્યાં જોઈ શકશો?
પીએમ મોદી યુએઇમાં હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે (PM Narendra Modi inaugurat BAPS Temple In Abu Dhabi UAE)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી યુએઇની બે દિવસની મુલાકાત લેશે, જ્યાં તેઓ 14 ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં ભવ્ય BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર અબુ ધાબીમાં અંદાજે 27 એકર જમીન પર બનેલ છે અને તેનું નિર્માણ કાર્ય 2019થી ચાલી રહ્યું છે. આ મંદિર માટે જમીન UAE સરકારે દાનમાં આપી હતી. UAEમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે જે દુબઈમાં આવેલા છે. BAPS મંદિર ખાડી દેશોમાં સૌથી મોટું મંદિર બનશે.