Pope Francis Death: પોપ ફ્રાન્સિસનું નિધન, હવે કોણ બનશે નવા પોપ, કેવી રીતે પસંદગી થશે? કાળા અને સફેદ ધુમાડાનો અર્થ શું છે?

Pope Francis Vatican: પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલ, 2025ના રોજ નિધન થયું છે. તેમના નિધન બાદ હવે નવા પોપ કોણ બનશે તેના વિશે અટકળો થવા લાગી છે.અહીં નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપી છે.

Pope Francis Vatican: પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલ, 2025ના રોજ નિધન થયું છે. તેમના નિધન બાદ હવે નવા પોપ કોણ બનશે તેના વિશે અટકળો થવા લાગી છે.અહીં નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Pope Francis Death | How is New Pope | How To new pope elected | Vatican city

Pope Francis Death: પોપ ફ્રાન્સિસના નિધમ બાદ હવે નવા પોપ કોણ બનશે તેની ચર્ચાઓ થવા લાગી છે.

How To New Pope Elected After Pope Francis Death: પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલ, 2025 સોમવારે કાસા સાન્ટા માર્ટા સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. વેટિકને એક વીડિયો નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી છે. અગાઉ પોપ ફ્રાન્સિસની તબિયત લથડી છે અને તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેમને ફેફસામાં ઈન્ફેક્શન થયું હતું અને કિડનીની સમસ્યા પણ હતી. પોપની તંદુરસ્તી માટે દુનિયાભરના ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisment

પોપની કથળતી તબિયત દરમિયાન હવે પછીનો પોપ કોણ હશે તે અંગે ચર્ચા તેજ થઈ ગઇ હતી. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે પોપ કોણ છે, પોપના મૃત્યુ બાદ નવા પોપની પસંદગી માટે શું પ્રક્રિયા અપનાવવામાં આવી છે.

પોપ કોણ છે?

પોપ રોમના બિશપ અને કેથોલિક ચર્ચના વડા છે. ઈસુ ખ્રિસ્ત આ ચર્ચના અદૃશ્ય વડા છે જ્યારે પોપ તેનું દૃશ્યમાન પ્રમુખ છે. તેમને સુપ્રીમ પોન્ટિફ પણ કહેવામાં આવે છે અને તેમના પદને પાપેસી (Papacy) કહેવામાં આવે છે. Papacy ચર્ચની વહીવટી સંસ્થા Holy See (હોલી સી) અને વેટિકન સિટીનું (Vatican City) સંચાલન કરે છે. વેટિકન સિટીના વિશ્વના તમામ દેશો સાથે રાજદ્વારી સંબંધો છે.

પોપ ફ્રાન્સિસ કોણ હતા?

પોપ ફ્રાન્સિસ ને પોપ પોપ બેનેડિક્ટ સોળમા પછી આ પદ સંભાળ્યું હતું. તેઓ કેથોલિક ચર્ચના 266મા પોપ હતા અને સેન્ટ પીટરની પરંપરા (ઇ.સ. 30) સાથે સંકળાયેલા હતા.

Advertisment

પોપ ફ્રાન્સિસ પ્રથમ દક્ષિણ અમેરિકન પોપ હોવાની સાથે જ, જેસુઇટ સમુદાયના પ્રથમ વ્યક્તિ હતા, જે પોપના પદ સુધી પહોંચ્યા હતા. તેનું વાસ્તવિક નામ જોર્જ મારિયો બર્ગોલિઓ છે અને તેનો જન્મ 1936માં બ્યુનોસ એરિસ (આર્જેન્ટિના)માં થયો હતો. 1969માં તેમને જેસ્યુઈટ પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, 1992માં તેઓ બિશપ બન્યા અને 1998માં તેઓ બ્યુનોસ આયર્સના આર્કબિશપ બન્યા. તેમણે 13 માર્ચ, 2013ના રોજ પોપ બેનેડિક્ટ સોળમાનું સ્થાન લીધું હતું. પોપ બેનેડિક્ટ સોળમાએ કથળતી તંદુરસ્તીના કારણોસર 2013માં રાજીનામું આપ્યું હતું.

પોપ ફ્રાન્સિસને ઉદારવાદી માટે પ્રખ્યાત

પોપ ફ્રાન્સિસને ઉદાર વિચારધારાના માર્ગ પર ચાલનારા નેતા માનવામાં આવતા હતા. તેમણે ચર્ચને સમલૈંગિક લોકોની માફી માંગવા કહ્યું. પોપે સમલૈંગિક લગ્ન, મહિલા પાદરીઓની નિમણૂક અને ગર્ભપાતનો વિરોધ કર્યો હતો. વર્ષ 2024માં તેમણે બાળ યૌન શોષણની ઘટનાઓને ચર્ચના વારસા પર એક ડાઘ ગણાવ્યો હતો. પોપે ભ્રષ્ટાચાર અને ચર્ચની કામગીરીમાં સુધારો કરવા સામે ઝુંબેશ ચલાવી હતી.

પત્રકાર ફ્રાન્સેસ્કા અંબ્રોઘેટ્ટીએ પોપના જીવનચરિત્ર પર 'પોપ ફ્રાન્સિસઃ હિઝ લાઇફ ઇન હિઝ ઓન વર્ડ્સ' લખ્યું છે. તેમણે રોઇટર્સને જણાવ્યું હતું કે પોપનું જીવન "ખૂબ જ શાંત અને નિયંત્રિત" હતું.

પોપના મૃત્યુ બાદ વેટિકનમાં અનેક જૂની પરંપરાઓ અને કાયદા અનુસાર નવા પોપને ચૂંટવાની પ્રક્રિયા શરૂ થાય છે. કેમરલેંગો (Camerlengo) પોપના મૃત્યુની પુષ્ટિ કરે છે. કેમરલેંગો ચર્ચના ખજાનચી છે. તે ત્રણ વખત પોપના બપતિસ્માનું નામ વખત પોકારે છે, અને જો કોઈ જવાબ ન મળે તો પોપને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવે છે. વર્તમાનમાં કાર્ડિનલ કેવિન ફેરેલ કેમેર્લેન્ગોનું સ્થાન ધરાવે છે.

ફિશરમેન રિંગ કેમ તોડવામાં આવે છે?

પોપના મોતની જાહેરાત બાદ 'ફિશરમેન રિંગ' તોડવામાં આવે છે. આ રિંગ પર પોપના શાસનની મહોર મારવામાં લાગેલી હોય છે, તેને તોડવામાં આવે છે જેથી કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે. આ સાથે જ પોપના એપાર્ટમેન્ટને સીલ કરી દેવામાં આવે છે.

ત્યારબાદ મીડિયા અને ચર્ચને આ વાતની જાણકારી આપવામાં આવે છે. 'નોવેંડિયાલ' એટલે કે 9 દિવસનો શોક. પોપના પાર્થિવ દેહને સેન્ટ પીટર્સ બેસિલિકામાં રાખવામાં આવે છે, જેથી લોકો તેમના છેલ્લા દર્શન કરી શકે. પોપના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મૃત્યુના 4થી 6 દિવસની અંદર થાય છે. વર્ષ 2022માં પોપ ફ્રાન્સિસે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને 'સાન્ટા મારિયા માઝોર બેસિલિકા' (રોમ)માં દફનાવવામાં આવે.

નવા પોપની પસંદગી કેવી રીતે થાય છે?

SEDE VACANTE નો અર્થ એ છે કે પોપનું પદ ખાલી છે. આ સમય દરમિયાન, ચર્ચની સત્તા કોલેજ ઓફ કાર્ડિનલ્સ પાસે જતી રહે છે. 15થી 20 દિવસમાં 80 વર્ષથી ઓછી ઉંમરના તમામ કાર્ડિનલ્સ વેટિકનના સિસ્ટાઇન ચેપલમાં એકત્ર થાય છે. તેમનો બાહ્ય વિશ્વ સાથે કોઈ સંપર્ક નથી જેથી પોપને ન્યાયી રીતે ચૂંટી શકાય.

કાર્ડિનલ્સ ઘણા તબક્કામાં મતદાન કરે છે

કાર્ડિનલ્સ નવા પોપની પસંદગી માટે ઘણા તબક્કામાં મતદાન કરે છે. આ મતદાન ત્યાં સુધી થાય છે જ્યાં સુધી એક ઉમેદવારને બે તૃતિયાંશ બહુમત ન મળે. દરેક તબક્કામાં, પોપ ચૂંટાય ત્યાં સુધી, કાર્ડિનલ ચેપલમાંથી કાળો ધુમાડો બહાર છોડે છે, પરંતુ નવા પોપની ચૂંટણી પછી સફેદ ધુમાડો બહાર નીકળે છે. કાર્ડિનલ્સ કૉલેજનો એક પ્રતિનિધિ સેન્ટ પીટર્સ બેસિલિકાની મુખ્ય બાલ્કનીમાં આવે છે અને જાહેર કરે છે - Habemus Papam જેનો અર્થ એ થાય છે કે આપણને નવા પોપ મળી ગયા છે. ત્યારબાદ નવા પોપ સફેદ વસ્ત્રોમાં આવે છે અને જનતાને સંબોધિત કરે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ વિશ્વ