NASA news updates: નાસામાં વિજળી ગુલ, અંતરિક્ષ યાત્રીઓ સાથે ટૂટ્યો સંપર્ક, રશિયાની લેવી પડી મદદ

NASA lose contact with Space station : મિશન કંટ્રોલથી સ્ટેશન પર કમાંડ મોકલી શકાતો ન્હોતો. સ્પેશ સ્ટેશને જાણકારી આપી કે વીજળી કટ થવાના કારણે થોડા સમય સુધી સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાત થઇ શકી ન્હોતી.

Written by Ankit Patel
Updated : July 26, 2023 13:23 IST
NASA news updates: નાસામાં વિજળી ગુલ, અંતરિક્ષ યાત્રીઓ સાથે ટૂટ્યો સંપર્ક, રશિયાની લેવી પડી મદદ
નાસાની તસવીર (Photo credit - NASA)

નાસામાં વિજળી ગુલ થવાના કારણે અંતરિક્ષ સ્ટેશન સાથે અસ્થાયી રૂપથી સંપર્ક ટૂટી ગયો હતો. નાસામાં વિજળી કટ થવાના કારણે મંગળારે મિશન કંટ્રોલ અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ચ્ચે સંપર્ક ટૂટી ગયો હતો. મિશન કંટ્રોલથી સ્ટેશન પર કમાંડ મોકલી શકાતો ન્હોતો. સ્પેશ સ્ટેશને જાણકારી આપી કે વીજળી કટ થવાના કારણે થોડા સમય સુધી સાત અંતરિક્ષ યાત્રીઓ સાથે વાત થઇ શકી ન્હોતી.

હ્યૂસ્ટનના જોનસન સ્પેસ સેન્ટરની ઇમારતમાં મરમ્મત કામ ચાલી રહ્યું હતું. જેના પગલે વિજળી ગુલ થઈ હતી. જોકે, બેકઅપ કંટ્રોલ સિસ્ટમ થકી 90 મિનિટની અંદર કામને ફરીથી સ્ટાર્ટ કરી દીધું હતું. જાણકારી પ્રમાણે પહેલીવાર નાસાના સ્પેશ સ્ટેશનથી કનેક્શન માટે બેકઅપ સિસ્ટમનો ઉપયોગ કરવો પડ્યો હતો.

90 મિનિટની અંદર ફરીથી શરુ થયું કામ

રશિયા – યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે અમેરિકાને બગડેલી સ્થિતિ પર કાબુ મેળવવા માટે રશિયાની સ્પેસ એજન્સીની મદદ લેવી પડી હતી. અંતરિક્ષ સ્ટેશન કાર્યક્રમ પ્રબંધન જોએલ મોંટેલબાનોએ કહ્યું કે અંતરિક્ષ યાત્રી કોઈ ખતરમાં ન્હોતા અને બેકઅપ કંટ્રોલ સિસ્ટમે 90 મિનિટની અંદર કામ સંભાળી લીધું હતું. વીજળી ગુલ થયાના 20 મિનિટની અંદર ચાલક દળને રશિયા સંચાર પ્રણાલિઓના માધ્યમથી સમસ્યા અંગે સૂચિત કરવા માટે કહેવાયું હતું. તેમણે કહ્યું કે નાસાને આશા છે કે આજે સમસ્યાનું સમાધાન થઈ જશે અને ઓપરેશન નોર્મલ થઇ જશે.

રશિયાની સ્પેસ એજન્સીની લેવી પડી મદદ

ઉલ્લેખનીય છે કે તૂફાન કે અન્ય કો આપદા સ્થિતિમાં કોઈપણ સમસ્યાથી લડવા માટે નાસાના હ્યુસ્ટનથી મીલો દૂર એક બેકઅપ કંટ્રોલ સિસ્ટમ સ્થાપિત કરી છે. જ્યારે રશયિાની સાથે તણાવ દરમિયાન પહેલીવાર બન્યું છે જ્યારે અમેરિકાની સ્પેસ એજન્સીને તેની મદદ લેવી પડી હોય. યુદ્ધ છતાં બંને દેશોની સ્પેસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. જોકે, રશિયાએ કહ્યું કે 2024 બાદ તેઓ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી હટી જશે અને પોતાનું જ સ્ટેશન બનાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ