ફ્રાન્સમાં બે દિવસીય પ્રવાસ પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ હમૈનુઅલ મૈક્રોને ચંદનની લાકડીમાંથી બનેલું સંગીત વાદ્યયંત્ર સિતારની એક પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોની પત્ની બ્રિગિટ મેક્રોને ચંદનના લાકડામાંથી બનેલા ડબ્બામાં પોચમપલ્લી રેશમ ઇકત ભેટ કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ મેક્રોના ઉપહારમાં આપવામાં આવેલી સિતારની પ્રતિકૃતિમાં જ્ઞાન, સંગીત, કલા, વાણી, બુદ્ધિ અને વિદ્યાની દેવી માનવામાં આવતી સરસ્વતીની તસવીરો છે. આ સિતાર પર વિઘ્નહર્તા ભગવાન ગણેશની આકૃતિ પણ બનેલી છે. અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મૈક્રોને ગિફ્ટમાં આપવામાં આવેલી સિતાર શુદ્ધ ચંદનમાંથી બનેલું છે. ચંદનની નક્કાશીની કલા દક્ષિણી ભારતમાં વર્ષોથી પ્રચલિત એક ઉત્કૃષ્ટ અને પ્રાચીન શિલ્પ છે.
ફ્રાન્સના વડાપ્રધાનને ગિફ્ટ કરવામાં આવ્યું માર્બલ ઇનલે વર્ક ટેબલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડાપ્રધાન એલિજાબેથ બોર્નને માર્બલ ઇનલે વર્ક ટેબલ ભેટમાં આપ્યું હતું. માર્બલ ઇનલે વર્ક અર્ધ કિમતી પથ્થરોનો ઉપયોગ કરીને સંગેમરમર પર બનાવવામાં આવ્યું છે. આકર્ષક કલાકૃતિઓમાં એક છે. આ સંગેમરમર રાજસ્થાનમાં મકરાના શહેરમાં મળે છે.
આ ઉપરાંત મોદીએ ફ્રાંસની સંસદના અધ્યક્ષ યેલ બ્રોન પિવેટને હાથથી વણેલા રેશન કાશ્મીરી કાલીન ભેટ કરી હતી. પીએમ મદીએ ફ્રેંચ નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ યેલ બ્રોન પિવેટને હાથથી બનેલી સિલ્ક કશ્મીરી કાલીન ઉપહારમાં આપી છે. કાશ્મીરના હાથથી બનાવેલી રેશમની કાલીન પોતાની કોમલતા અને શિલ્પ કૌશલ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સિલ્ક કાશ્મીરી કાલીનના રંગ અને તેની જટીલ ગાંઠો પણ અન્ય કાલીનથી અલગ તારવે છે.
આ ભેટ સોગાતો લઈને ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની પ્રથમ મહિલા બ્રિગિટ મૈક્રોનના સેંડલવુડ બોક્સમાં પોચમપલ્લી ઇકત ઉપહારમાં આપ્યું હતું. ભારતના તેલંગાણાના પોચમપલ્લી શહેરની પોચમપલ્લી રેશન ઇકત કપડાં, ભરાતની સમૃદ્ધ કપડા વિરાસતનું એક મંત્રમુગ્ધ કરી દેનારું પ્રમાણ છે. પોતાની જટિલ ડિઝાઈનો અને જીવંત રંગો માટે પ્રસિદ્ધ પોચમપલ્લી રેશમ ઇકત સાડી ભારતની સુંદરતા શિલ્પ કૌશલ અને સાંસ્કૃતિક વિરાસને સાચવીને રાખે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ ફ્રાંસીસી સેનેટના અધ્યક્ષ જેરાર્ડ લાર્ચરના ચંદનની હાથથી બનેલી હાથીની અંબારી ભેટમાં આપી હતી. સજાવટી હાથીની મૂર્તિ શુદ્ધ ચંદનથી બનેલી છે. સુગંધિત ચંદનથી સાવધાનીપૂર્વક બનાવવામાં આવેલી ઉત્કૃષ્ટ મૂર્તિઓ, આ શાનદાર પ્રાણિયોની કૃપા અને મહિમાને દર્શાવે છે. આ ચંદનની હાથીની આકૃતિઓ ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન રાખે છે. જે જ્ઞાન, શક્તિ અને સૌભાગ્યનું પ્રતિક છે. સુંદરતાથી ભરેલી આ મૂર્તિઓ પ્રકૃતિ, સંસ્કૃતિ અને કળા વચ્ચે તાલમેળ બેસાડે છે.





