/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/court.jpg)
પ્રતીકાત્મક તસવીર - (ઇન્ડિયન એક્સપ્રેસ).
ગયા વર્ષે ધરપકડ કરાયેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડ પર વિચાર કરવા માટે કતારની અદાલતે ભારતની અપીલ સ્વીકારી છે. કતાર કોર્ટે 26 ઓક્ટોબરે આ ભારતીયોને મૃત્યુદંડની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રાલયે આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને ખાતરી આપી હતી કે સરકાર તમામ કાયદાકીય વિકલ્પો શોધી રહી છે.
ભારત સરકારે આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓની ફાંસીની સજા વિરુદ્ધ આ અરજી દાખલ કરી છે. કતાર કોર્ટે 23 નવેમ્બર 2023ના રોજ તેનો સ્વીકાર કર્યો હતો અને હવે તે અપીલનો અભ્યાસ કરશે અને ટૂંક સમયમાં તેની સુનાવણી શરૂ કરશે. કતાર સરકારે પૂર્વ નૌસેના અધિકારીઓ સામેના આરોપો અંગે માહિતી આપી નથી.
ભારત મૃત્યુ દંડ સામે અપીલ કરે છે
ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ કતારમાં દેહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ નામની કંપનીમાં કામ કરતા હતા. આ તમામની ઓગસ્ટ 2022માં ધરપકડ કરવામાં આવી હતી. 26 ઓક્ટોબર 2023ના રોજ કતાર કોર્ટે આ પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવી હતી. આ આઠ ભારતીયોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત રીતે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશની દોહામાં ધરપકડ કરવામાં આવી હતી.
ભારતે કતાર કોર્ટના આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. સરકારે કહ્યું હતું કે કતાર કોર્ટ દ્વારા ભારતીય નેવીના 8 ભૂતપૂર્વ અધિકારીઓને રાહત આપવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે બાદ હવે ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યું છે અને સરકાર ભારતીય નાગરિકોને તમામ કાયદાકીય અને કોન્સ્યુલર સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે. કતાર સરકાર દ્વારા આ સમગ્ર પ્રક્રિયામાં નિર્ણય ગુપ્ત રાખવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us