scorecardresearch

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા, કહ્યું – હું તમારો ઓટોગ્રાફ લઇ લું, અમેરિકામાં તમે ઘણા લોકપ્રિય છો

G7 summit : રાષ્ટ્રપતિ બાઇડેને માત્ર પીએમ મોદીની લોકપ્રિયતાનો જ ઉલ્લેખ નથી કર્યો પરંતુ બધાની સામે તેમના કામના પણ વખાણ કર્યા

Quad meeting
જી-7ની સાથે જ શનિવારે ક્વાડની પણ મહત્વની બેઠક થઈ હતી (PMO India)

G7 summit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-7 સમિટમાં ઘણા મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીની અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફરી એકવાર અલગ બોન્ડિંગ જોવા મળી હતી. જો બાઇડેને કહેવું પડ્યું કે તેમને પીએમ મોદીનો ઓટોગ્રાફ જોઈએ છે.

પીએમ મોદીના પ્રશંસક બન્યા બાઇડેન

જી-7ની સાથે જ શનિવારે ક્વાડની પણ મહત્વની બેઠક થઈ હતી. તે બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ નરેન્દ્ર મોદીનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. જો બાઇડેને પીએમ મોદીને કહ્યું કે તેઓ અમેરિકામાં ખૂબ લોકપ્રિય છે. આવતા મહિને તમારા સ્વાગત માટે જે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે તેની તમામ ટિકિટો વેચાઈ ગઇ છે. અભિનેતાઓથી લઈને સંબંધીઓ સુધી દરેક આવવા માંગે છે.

જો બાઇડેને પીએમ મોદીને કહ્યું કે તમે તો મારા માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે. તમારા માટે આવતા મહિને અમે વોશિંગ્ટનમાં જે ડિનરનું આયોજન કર્યું છે ત્યાં દરેક જણ આવવા માંગે છે, મારી પાસે ટિકિટ ખૂટી ગઈ છે. અભિનેતાઓથી લઈને સંબંધીઓ સુધી, દરેક વ્યક્તિ કે જેમની સાથે મેં અગાઉ વાત કરી નથી, તેઓ આવવા માંગે છે. જો તમને વિશ્વાસ ન થતો હોય તો મારી ટીમને પૂછી લો.

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં ઝેલેન્સ્કીને કહ્યું – સતત ફોન પર વાત કરી, સમાધાન માટે દરેક સંભવ પ્રયાસ કરીશું

પ્રધાનમંત્રીના કામની પ્રશંસા કરી

રાષ્ટ્રપતિ બાઇડેને માત્ર પીએમ મોદીની લોકપ્રિયતાનો જ ઉલ્લેખ નથી કર્યો પરંતુ બધાની સામે તેમના કામના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે વાત જલવાયું પરિવર્તનની હોય કે ક્વાડના ઉદ્દેશોની, તમારું યોગદાન પ્રભાવ પાડી રહ્યું છે. G-7 સમિટમાં ક્વાડ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે યુક્રેનને શક્ય તમામ મદદની વાત કરી હતી. આ સિવાય શાંતિનો મોટો સંદેશ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે અમે સતત યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. મેં દરેક વખતે કહ્યું છે કે સમાધાન માટે જે પણ કરી શકાય તે અમે કરીશું. મારા માટે આ કોઇ રાજનીતિનો વિષય નથી પરંતુ માનવીય મૂલ્યોનો મુદ્દો છે. પીએમે એ વાત પર પણ ભાર મુક્યો કે આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે.

Web Title: Quad meeting us president biden asks for pm narendra modi autograph

Best of Express