RBI Gold Reserves: બ્રિટને ભારતને સોંપ્યું 100 ટન સોનું, જાણો કેમ?

RBI Moves 100 Tonnes Gold From UK: આરબીઆઈ દ્વારા બ્રિટનથી 100 ટન સોનું ખાસ વિમાન મારફતે ભારતમાં પરત લાવવામાં આવ્યું છે. જાણો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે કેટલું સોનું છે

RBI Moves 100 Tonnes Gold From UK: આરબીઆઈ દ્વારા બ્રિટનથી 100 ટન સોનું ખાસ વિમાન મારફતે ભારતમાં પરત લાવવામાં આવ્યું છે. જાણો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે કેટલું સોનું છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
rbi | gold reserves | rbi gold reserves | gold bars | gold reserves in india | reserve bank of india

RBI Gold Reserves: આરબીઆઈના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં 8.7 ટકા સોનું છે. (Photo - Canva)

RBI Moves 100 Tonnes Gold From UK: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એક મોટા સારા સમાચાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું દેશમાં પરત લાવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકે પરત લાવવામાં આવેલ સોનાને તેના ગોલ્ડ રિઝર્વમાં ટ્રાન્સફર કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ સોનું 1991માં ગીરવે મૂકવામાં આવ્યું હતું. હવે આ કરોડો રૂપિયાનું સોનું આરબીઆઈ દેશમાં પરત લાવી તે પોતાના ગોલ્ડ રિઝર્વમાં રાખ્યું છે.

Advertisment

હવે કોઇ ખર્ચ ચૂકવવો નહીં પડે

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, આરબીઆઈએ બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે તેના અડધાથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખ્યા છે. જ્યારે તેનો ત્રીજો ભાગનો હિસ્સો દેશમાં છે. રિપોર્ટ અનુસાર બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી RBIને સ્ટોક કાસ્ટ બચાવવામાં પણ મદદ મળશે. તે દર વર્ષે બેંક ઓફ ઈંગ્લેન્ડને ચૂકવવામાં આવે છે.

gold silver price today | gold silver rate today | gold coin | gold | Gold Bars Coins
સોનુ કિંમત ધાતુ છે. (Photo - Canva)

ભારત પાસે કેટલું સોનું છે?

RBIના તાજેતરના ડેટા અનુસાર, 31 માર્ચ, 2024 સુધીમાં ભારત પાસે 822.10 ટન સોનાનો ભંડાર છે. જ્યારે ગયા વર્ષે 794.63 ટન સોનું હતું. તમને જણાવી દઈએ કે 1991માં ચંદ્રશેખર સરકારે પેમેન્ટ ક્રાઇસિસથી બચવા માટે ગોલ્ડ મોર્ગેજ એટલે સોનું ગીરવે મૂકવ્યુ હતુ. ભારત સરકારના જણાવ્યા અનુસાર, તે સમય દરમિયાન આરબીઆઈ એ 40 કરોડ ડોલર જેટલી રકમ એકત્ર કરવા માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાનમાં 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું.

Advertisment

આરબીઆઈ સોનું ક્યાં રાખે છે?

100 ટન સોનું લાવવા માટે ખાસ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. RBI મુંબઈના મિન્ટ રોડ પર આવેલી રિઝર્વ બેંકની જૂની ઑફિસ બિલ્ડિંગમાં તેનું સોનું રાખે છે. ઉપરાંત નાગપુરમાં બનેલા સેફ વોલ્ટમાં સંપૂર્ણ સુરક્ષા સાથે સોનું રાખવામાં આવે છે.

RBI Repo Rate FY25 | governor shashikant das
આરબીઆઈ રેપો રેટ FY25 - ગવર્નર શશિકાંત દાસે (ફોટો ફાઈલ - એક્સપ્રેસ)

આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં મદદરૂપ

તમને જણાવી દઈએ કે વિદેશમાં સોનું રાખવાથી અન્ય દેશો સાથે બિઝનેસ કરવાનું સરળ બને છે. ગોલ્ડ રિઝર્વ વધવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ મદદ મળે છે. સોનાનો ઉપયોગ અન્ય દેશોમાંથી લોન લેવા અથવા આયાત માટે ચૂકવણી કરવા માટે થઈ શકે છે. ઉપરાંત વિદેશમાં સોના પર વધુ વ્યાજ મળે છે.

આ પણ વાંચો | હોમ લોનના વ્યાજદર સ્થિર, કેવી રીતે લોનના ઇએમઆઈની રકમ ઘટાડવી? જાણો અહીં

આરબીઆઈ સોનું કેમ રાખે છે?

આરબીઆઈ દ્વારા સોનું રાખવા પાછળની વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મુખ્યત્વે રેન કરન્સી એસેટ્સમાં અસ્કયામતોમાં વૈવિધ્યીકરણ, ફુગાવા સામે હેજિંગ અને વિદેશી ચલણના જોખમ ઘટાડવા માટે હોય છે. રિઝર્વ બેંક ડિસેમ્બર 2017 થી નિયમિતપણે સોનાની ખરીદી કરી રહી છે. પરિણામે, ભારતના કૂલ ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોનાનો હિસ્સો ડિસેમ્બર 2023ના અંતે 7.75 ટકા થી વધી એપ્રિલ 2024ના અંત સુધીમાં લગભગ 8.7 ટકા થયો છે.

સોનું ચાંદી આરબીઆઇ india બિઝનેસ વિશ્વ