પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિનો જયપુર પ્રવાસ, મોદી સાથે કરશે રોડ શો, શું છે કાર્યક્રમ?

પ્રજાસત્તાક દિવસ પહેલા એટલે કે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે.

પ્રજાસત્તાક દિવસ પહેલા એટલે કે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
republic day, modi macron jaipur visit, today news

પીએમ મોદી અને ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોન - photo - ANI

Republic day, chief guest france president : ભારત દેશ 26 જાન્યુઆરીએ પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. ભારતના ગણતંત્ર દિવસે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ત્યારે પ્રજાસત્તાક દિવસ પહેલા એટલે કે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે જયપુરમાં રોડ શો કરશે. તેઓ શહેરના પ્રસિદ્ધ સ્મારકો, જેમ કે જંતર-મંતર, હવા મહેલ, આમેર ફોર્ટ અને આલ્બર્ટ હોલની પણ મુલાકાત લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે.

Advertisment

કાર્યક્રમ શું છે?

પ્રજાસત્તાક દિવસ પહેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ બપોરે 2.30 કલાકે જયપુર પહોંચશે અને આમેર કિલ્લાની મુલાકાત લેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈમેન્યુઅલ મેક્રોન માટે રાજસ્થાનના લોક વારસાને દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. આમેર કિલ્લાની મુલાકાત લીધા પછી, તેઓ લગભગ 5.30 વાગ્યે જંતર-મંતર પહોંચશે, જ્યાં પીએમ મોદી પણ તેમની સાથે હશે. પીએમ મોદી યુપીના બુલંદશહરમાં નિર્ધારિત કાર્યક્રમ બાદ જયપુર પહોંચશે.

પીએમ મોદી અને મેક્રોન સાંજે લગભગ 6 વાગ્યે જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી રોડ શો કરશે અને પછી હવા મહેલની મુલાકાત લેશે. આ પછી બંને નેતા રામબાગ પેલેસ હોટલ જશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય વાતચીત કરશે. આ પછી, પીએમ મોદી ઇમેન્યુઅલ મેક્રોન માટે રાત્રિભોજનનું આયોજન કરશે અને સત્તાવાર મુલાકાતના કાર્યક્રમ મુજબ, બંને નેતાઓ રાત્રે 8.50 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

publive-image

UPIથી કરશે પેમેન્ટ

પીએમ મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન જંતર મંતરની મુલાકાત લેશે જે 1730માં જયપુરના સ્થાપક સવાઈ જય સિંહ દ્વારા બનાવવામાં આવેલ ખગોળશાસ્ત્રીય વેધશાળા છે. આ સ્મારક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. નેતાઓ રસ્તાની બાજુના સ્ટોલ પર ચા પીશે અને UPI દ્વારા તેના માટે ચૂકવણી કરશે. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધવાનો રહેશે.

Advertisment

આ પણ વાંચોઃ- Republic Day Speech in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસના દમદાર ભાષણની આવી રીતે કરો તૈયારી, જરૂર ઈનામ મળશે

બંને નેતાઓની હાઈ-પ્રોફાઈલ મુલાકાત માટે જયપુરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ મેયર મુનેશ ગુર્જર અને અધિકારીઓ બુધવારે તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં વ્યસ્ત રહ્યા. JMC ગ્રેટર કમિશનર રુક્મિણી રિયારે કહ્યું કે અધિકારીઓને તૈયારીઓ પર દેખરેખ રાખવા માટે અમુક વિસ્તારોનો હવાલો સોંપવામાં આવ્યો છે અને તમામ સુરક્ષા તૈયારીઓ કરવામાં આવી છે.

એરપોર્ટથી આમેર કિલ્લા સુધીના મુખ્ય રસ્તાઓને સાફ કરીને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. કોટવાળા શહેરના મુખ્ય બજારોને નવેસરથી રંગવામાં આવી રહ્યા છે. અને રસ્તાઓને સાફ કરી અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે. આમેર ફોર્ટ અને સિટી પેલેસ 25 જાન્યુઆરીએ સામાન્ય લોકો માટે બંધ રહેશે.

પ્રજાસત્તાક દિવસ વિશ્વ દેશ PM Narendra Modi