ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. ઋષિ સુનકે ઇતિહાસ રચી દીધો છે. 28 ઓક્ટોબરના રોજ બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ઋષિ સુનક શપથ લેશે. ઋષિ સુનક પેની મોરડોન્ટને હરાવી પીએમનો તાજ મેળવ્યો છે.
તે ભારતીય મૂળના પ્રથમ હિન્દુ પીએમ બનશે. લિઝ ટ્રસે ફક્ત 45 દિવસમાં રાજીનામું આપ્યા પછી સુનકને રેસમાં સૌથી આગળ માનવામાં આવતા હતા. જોકે તેમની દાવેદારી પર મોહર ત્યારે લાગી જ્યારે પૂર્વ પીએમ બોરિસ જોનસને પોતાને રેસમાંથી અલગ કરી લીધા હતા.
સુનક 2015માં પ્રથમ વખત સાંસદ બન્યા
સુનક 2015માં પ્રથમ વખત સાંસદ બન્યા હતા. આ પછી તેમણે પાછળ વળીને જોયું નથી. 2017માં તે બીજી વખત સાંસદ બન્યા તો 2018માં થેરેસા સરકારમાં મંત્રી બન્યા હતા. 2019માં તે ત્રીજી વખત સાંસદ બન્યા હતા. બોરિસ સરકારમાં તે વિત્ત મંત્રી હતા.
જોનસનના રાજીનામા પછી 2022માં તે પીએમ પદના ઉમેદવાર બન્યા. જોકે બે મહિના પહેલા લિઝ ટ્રસ સામે ચૂંટણીમાં પરાજય થયો હતો. લિઝ ટ્રસ 45 દિવસ પીએમ રહ્યા અને પછી રાજીનામું આપ્યું હતું.
ઋષિ સુનકે બિઝનેસમેન નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે
ઋષિ સુનકના માતા-પિતા ભારતીય મૂળના છે. ઋષિ સુનકનો જન્મ ઇંગ્લેન્ડના સાઉથટમ્પૈનમાં થયો હતો. સુનકના દાદા અને દાદી ભારતથી આફ્રિકામાં જઇને વસ્યા હતા. આ પછી સુનકના પિતા આફ્રિકાથી બ્રિટન ગયા હતા. સુનકના નાના પણ પંજાબથી તંઝાનિયા ગયા હતા. પછી ત્યાંથી તે પણ બ્રિટન ગયા હતા. બ્રિટનમાં જ સુનકના માતા-પિતાના લગ્ન થયા હતા અને ત્યાં જ સુનકનો જન્મ થયો હતો. ઋષિ સુનકે બિઝનેસમેન નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે. મૂર્તિ ઇન્ફોસિસના સંસ્થાપક રહ્યા છે. ઋષિ સુનક અને અક્ષતાની બે પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા છે.
7 હજાર કરોડ રૂપિયાથી વધારે સંપત્તિના માલિક
સુનક 7 હજાર કરોડથી વધારે સંપત્તિના માલિક છે. જોકે તેમની પત્ની અક્ષતા તેમનાથી ઘણા અમીર છે. સુનકે પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લેવાની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. વિત્ત મંત્રી તરીકે તેમને ઘણા અસરદાર માનવામાં આવ્યા હતા. જોનસન સરકારમાં તેમનું એક અલગ જ કદ હતું.