Russia fines Google: રશિયાએ ગૂગલને ફટકાર્યો 32000 ડોલરનો તોતિંગ દંડ, યુટ્યુબ પર યુક્રેન યુદ્ધના વીડિયો સંબંધિત મામલો

Russia fines Google on Ukraine conflict: એપલ અને વિકિપીડિયા બાદ રશિયાની એક અદાલતે ગૂગલને તેની માલિકીના યુટ્યુબ પરથી યુક્રેન યુદ્ધ સંબંધિત વિડિયો દૂર ન કરવા બદલ 32,000 ડોલરનો દંડ ફટકાર્યો છે.

Russia fines Google on Ukraine conflict: એપલ અને વિકિપીડિયા બાદ રશિયાની એક અદાલતે ગૂગલને તેની માલિકીના યુટ્યુબ પરથી યુક્રેન યુદ્ધ સંબંધિત વિડિયો દૂર ન કરવા બદલ 32,000 ડોલરનો દંડ ફટકાર્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Russia fines Google | Russia | Google | Russia slap Google fine | russia Ukraine war | russia google Ukraine youtube video | youtube video | Vladimir Putin

રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન અને ગૂગલનો લોગો (Photo:@KremlinRussia_E)

Russia slap Google 32000 dollar fine about Ukraine conflict video on youtube : રશિયાની સરકાર યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ કસર બાકી રાખવાના મૂડમાં નથી. એપલ અને વિકિપીડિયા બાદ રશિયાની એક કોર્ટે ગૂગલ પર નિશાન સાધ્યું છે. યુટ્યુબ પરથી યુક્રેન યુદ્ધ સંબંધિત વિડિયો દૂર ન કરવા બદલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગૂગલને 32,000 ડોલરનો દંડ ફટકાર્યો છે. રશિયાની કોર્ટે ઓગસ્ટમાં વિકિપીડિયા અને એપલ સામે આવું જ પગલું ભર્યું હતું. બંનેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisment

એસોસિએટ પ્રેસ (એપી)ના રિપોર્ટ અનુસાર રશિયાની અદાલતે યુક્રેનમાં યુદ્ધ વિશે ખોટી માહિતી હટાવવામાં નિષ્ફળ રહેવા બદલ ગૂગલને ગુરુવારે 30 લાખ રૂબલ એટલે કે લગભગ 32000 ડોલરનો ફટકાર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અદાલતે નોંધ્યુ કે, ગૂગલની માલિકીની યૂટ્યૂબે યુક્રેન યુદ્ધ વિશે ખોટી માહિતી આપતા વીડિયો હટાવ્યા નથી.

એજન્સીના જણાવ્યા અનુસાર, સગીરો માટે યોગ્ય ન હોય તેવા વીડિયોને દૂર ન કરવા બદલ ગૂગલને પણ દોષી ઠેરવવામાં આવ્યું હતું. રશિયાની એક અદાલતે ઓગસ્ટની શરૂઆતમાં એપલ અને વિકિપીડિયાને યુક્રેનમાં રશિયાની લશ્કરી કામગીરી વિશે ખોટી માહિતી આપતા કન્ટેન્ટને દૂર કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ પણ ફટકાર્યો હતો.

Advertisment

વિપક્ષના નેતા વ્લાદિમીર કારા-મુર્ઝાને 25 વર્ષની જેલની સજા

રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં સૈનિકો મોકલ્યા ત્યારથી, રશિયાએ લશ્કરી કાર્યવાહીની ટીકા કરનારને સજા કરવા માટે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. કેટલાક ટીકાકારોને સખત સજા કરવામાં આવી છે. વિપક્ષી નેતા વ્લાદિમીર કારા-મુર્ઝાને આ વર્ષે યુક્રેનમાં રશિયાની કાર્યવાહી વિરુદ્ધ ભાષણો બદલ રાજદ્રોહ બદલ 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો | ઈસરોના ચંદ્રયાન-3 કરતા રશિયાનું લુના 25 અવકાશયાન ચંદ્ર પર પહેલા લેન્ડ કરી શકે! જાણો કેમ

તમને જણાવી દઇયે કે, યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીએ રશિયા સામે ચારે બાજુથી મુશ્કેલી ઉભી કરી દીધી છે. એક તરફ પશ્ચિમના દેશોએ રશિયા પર ઘણાબધા કડક પ્રતિબંધો લાર્યા છે તો દેશની અંદર હાલ રશિયાની કાર્યવાહી વિરુદ્ધ અવાજ ઉઠી રહ્યો છે. પરંતુ રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિનની સરકારે તમામ તમામ વિરોધને દબાવી રહી છે.

વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ રશિયા ટેકનોલોજી વિશ્વ