/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/russia-moon-mission-luna-25-1.jpg)
રશિયાનું મૂન મિશન લુના 25 અને ભારતના ઈસરોનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3
russia moon mission luna 25 : ચંદ્રયાન-3 મિશન (Chandrayaan 3 Mission) જેમ જેમ ચંદ્રની આસપાસ તેની ભ્રમણકક્ષાને મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે રશિયા 11 ઓગસ્ટ, 2023, શુક્રવારના રોજ 47 વર્ષમાં તેનું પ્રથમ ચંદ્ર-ઉતરાણ અવકાશયાન લોન્ચ કરવા માટે તૈયાર છે. લુના-25 મૂન મિશન પણ 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. જે દિવસે ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
રશિયાનું લુના-25 મૂન મિશન, આપણા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રશિયન ફાર ઇસ્ટના વોસ્ટોચની કોસ્મોડ્રોમથી લોન્ચ થશે. રશિયન મિશન, ભારતીય મિશનની જેમ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાનો પ્રયાસ કરશે, જેનું લક્ષ્ય એક એવા મૂલ્યવાન ગંતવ્યનું હશે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં બરફ હોય, જેનો ઉપયોગ ભવિષ્યમાં ઓક્સિજન અને ઈંધણ કાઢવા માટે થઈ શકે છે. જો કોઈ એક મિશન બીજા પહેલા સફળ થાય છે, તો તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું માનવ ઇતિહાસનું પ્રથમ મિશન ગણવામાં આવશે.
ઈસરોના સમકક્ષ રશિયાના રોસકોસમોસે જણાવ્યું હતું કે, લુના-25 સોફ્ટ-લેન્ડિંગનો અભ્યાસ કરશે, માટીના નમૂનાઓનું વિશ્લેષણ કરશે અને ચંદ્રની સપાટી પર લાંબા ગાળાનું વૈજ્ઞાનિક સંશોધન કરશે. ચંદ્રયાન-3 મિશન એક ઓર્બિટર, લેન્ડર અને રોવર લઈને જઈ રહ્યું છે. લેન્ડર અને રોવર અનેક વૈજ્ઞાનિક પેલોડ વલઈને જઈ રહ્યું છે.
1976 પછી આ રશિયાનું પ્રથમ ચંદ્ર મિશન છે, જ્યારે દેશ સોવિયેત યુનિયનનો ભાગ હતું અને હવે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સાધનો વિના હાથ ધરવામાં આવશે, યુરો ન્યૂઝે અહેવાલ આપ્યો છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ESA એ Roscosmos સાથેનો સહકાર સમાપ્ત કર્યો.
આ પણ વાંચો - Russia Moon Mission | ઈસરો ચંદ્રયાન 3 બાદ રશિયા પણ ચંદ્ર પર યાન મોકલશે, Luna 25 કેમ છે ખાસ
Luna-25નું દ્રવ્યમાન 1.8 ટનનું છે અને 31 કિલોગ્રામ વૈજ્ઞાનિક સાધનો વહન કરે છે, જેમાંથી કેટલાકનો ઉપયોગ પાણીની ઉપસ્થિતિનું પરિક્ષણ કરવા માટે અને 15 સે.મી.ની ઊંડાઈ સુધી ખડકના નમૂનાઓને લેવા માટે કરવામાં આવશે, જેનો ઉપયોગ ભવિષ્યના ક્રૂ મિશનને ટેકો આપવા માટે થઈ શકે છે. આ મિશન મૂળ રૂપે ઑક્ટોબર 2021 માં લૉન્ચ થવાનું હતું, પરંતુ ઘણા વિલંબને કારણે તે અવરોધાયું હતું.
આ પણ વાંચો - Chandrayaan-3 Update : ચંદ્રયાન-3 એ ફરી આપ્યા Good News, ચંદ્રની ત્રીજી કક્ષામાં પહોંચ્યું, હવે માત્ર આટલી જ સફર બાકી
ચંદ્રયાન-3 કરતાં રશિયન મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં ઘણો ઓછો સમય લાગશે કારણ કે, ચંદ્રયાન-3 લાંબો રસ્તો લઈ રહ્યું છે, જે પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણનો લાભ લઈને ઘણું ઓછું ઈંધણ વાપરે છે.
રોઇટર્સના જણાવ્યા અનુસાર, રશિયા પ્રક્ષેપણ સ્થળની નજીકના ગામડામાંથી ગ્રામજનોને બહાર કાઢશે કારણ કે, "લાખમાંથી એક" એવી સંભાવના છે કે, જે રોકેટ સ્ટેજ લોન્ચ કરવામાં આવી રહ્યા છે, તેમાંથી એક પૃથ્વી પર પડી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us