Ukraine Russia War: રશિયા- યુક્રેનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને બુધવાર 19 ઓક્ટોબર, 2002 ને રશિયા દ્વારા સામેલ કરાયેલા યુક્રેનના 4 શહેરોમાં માર્શલ લૉની જાહેરાત કરી છે. આ 4 શહેરોમાં ખેરશોન, જપોરીજીયા, ડોનેત્સ્ક અને લુહાંસક છે. પુતિને સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ વાત કહી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયામાં સામેલ થયા પહેલા આ 4 શહેરોમાં માર્શલ લૉ લાગુ કરાયો છે.
રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન પુતિનને કહ્યું કે, ‘ મેં રશિયન સંઘના 4 શહેરોમાં માર્શલ લૉ લગાવવા માટે હુકમનામાં પર હસ્તાક્ષર કરી દીધા છે.’ આના પછી રશિયન રાષ્ટ્રપતિ કચેરીએ આ હુકમ બહાર પાડ્યો હતો અને કહ્યું છે કે ગુરુવારે સવારથી લાગુ કરી દેવાશે. આ દરમિયાન રશિયન રાષ્ટ્રીપતિએ લોકોની ઈચ્છાને ધ્યાનમાં લેવાનો ઇન્કાર કર્યો છે. બેઠકમાં પ્રસ્તાવને નામંજૂર કર્યો હતો.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યૂક્રેન પર આતંકવાદી પ્રવૃત્તીઓ કરવાનો પણ આરોપ છે. રશિયન પ્રેસિડેન્ટે કહ્યું કે તેઓ અમારા વિસ્તારમાં તોડફોડ કરનારા ટોળાને મોકલી રહ્યા છે. તેમને કહ્યું કે રશિયાના ક્રિમીઆ બ્રિજ પર હુમલા પછી આ પ્રવૃત્તિઓને નિષ્ફળ કરી દીધી હતી. તેમના મુજબ રશિયન પરમાણુ વીજળી ઘરોને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરાયો હતો.
માર્શલ લોની જાહેરાત સાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને કહ્યું કે રશિયાના બધા શહેરોના પ્રમુખને વધુ કટોકટી માટે બળ અપાશે. તેમને કહ્યું કે હાલની સ્થિતિમાં મેં બધા રશિયન શહેરોના પ્રમુખને વધુ અધિકાર આપવા એ આવશ્યક સમજુ છું. માર્શલ લૉ હેઠળ સરકારને વધારે અધિકાર મળી જાય છે કે તે સેનાને મજબૂત કરવાની સાથે કર્ફ્યુ, લોકોની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ, સેન્સરશિપ અને વિદેશી નાગરિકોના પ્રવેશ પર રોક પણ લગાવી શકે છે.
રશિયન રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે અમે રશિયાના ભવિષ્યને બચાવવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના જટિલ અને મોટા પાયે ઉકેલો માટે કામ કરી રહ્યા છીએ. યુક્રેનને અડીને આવેલા આઠ પ્રદેશોમાં હુકમનામું અને બહારની હિલચાલને ડિક્રી પ્રતિબંધિત કરે છે. એમાં ક્રાસ્નોદર, બેલ્ગોરોડ, બ્રાયન્સ્ક, વોરોનીશ, કુર્સ્ક અને રોસ્તોવ અને ક્રિમિયા અને સેવસ્તોપોલના દક્ષિણી ક્ષેત્ર સામેલ છે.