/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Vladimir-Putin.jpg)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી (ANI)
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન યુદ્ધને એક વર્ષ કરતા વધારે સમય સમય થઇ ગયો છે. હજુ પણ ત્યાંની સ્થિતિ વિસ્ફોટક બનેલી છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી છે. તેમની તરફથી રશિયા દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા વિશે જણાવવામાં આવ્યું છે. આ વાતચીત એટલા માટે મહત્વની છે કારણ કે આ સમયે રશિયામાં જમીન પરની પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. એક તરફ યુક્રેન તરફથી ભીષણ હુમલા થઈ રહ્યા છે. ત્યારે વેગનરની પ્રાઇવેટ સેનાએ પણ પુતિનની મુશ્કેલી વધારી દીધી છે.
જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ રશિયામાં પ્રાઇવેટ આર્મી વેગનરે બળવો કરીને વ્લાદિમીર પુતિન સામે ગંભીર પડકાર ઊભો કર્યો હતો. જોકે જ્યારે તેમના સૈનિકો મોસ્કોથી માત્ર 200 કિલોમીટર દૂર હતા ત્યારે વેગનરના પ્રમુખ યેવેગની પ્રીગોઝિને તેમના લડવૈયાઓને પાછા બોલાવી લીધા હતા. જોકે રાષ્ટ્રપતિ પુતિન નારાજ થયા હતા. તેમણે આ બળવાની તુલના આતંકવાદ સાથે પણ કરી હતી. હવે આ સ્થિતિ વચ્ચે પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે યુક્રેન હજુ પણ કોઇ પગલાં લેવા તૈયાર નથી. કોઇ પણ પ્રકારની સમજૂતી માટે પણ તૈયાર નથી.
બીજી તરફ જણાવવામાં આવી રહ્યું છે કે વાતચીત દરમિયાન પીએમ મોદીએ પુતિનના વખાણ કર્યા છે. યુદ્ધ દરમિયાન, શાંતિ માટે જે પગલાંની વાત કરવામાં આવી હતી તેને ટેકો આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - ભારતને અમેરિકા પાસેથી મળવાના છે અત્યાધુનિક હથિયાર, પાકિસ્તાનને લાગ્યા મરચા
એક દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદી સરકારના 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. રશિયાના ઇન્ટરનેશનલ ન્યૂઝ નેટવર્કના જણાવ્યા અનુસાર પુતિને ઘરેલું ઉત્પાદન અને બ્રાન્ડ્સના પ્રમોશન માટે ભારતનું ઉદાહરણ આપ્યું હતું.
આરટીના રિપોર્ટ પ્રમાણે પુતિને કહ્યું કે ભારતમાં અમારા અને રશિયાના ખાસ મિત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું હતું અને તેની ભારતીય અર્થવ્યવસ્થા પર ખૂબ જ સ્પષ્ટ અસર પડી છે. આરટીના જણાવ્યા અનુસાર પુતિને રશિયામાં ઘરેલું પ્રોડક્ટ્સ અને બ્રાન્ડ્સને પ્રોત્સાહિત કરવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું હતું. હાલમાં જ નવી દિલ્હી સ્થિત રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે કહ્યું હતું કે રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીએ તાકાત દેખાડી છે અને તે વધુ મજબૂત થઇ રહી છે.
દિલ્હીમાં આયોજિત રાજકીય સ્વાગત સમારોહ દરમિયાન એલિપોવે જણાવ્યું હતું કે રશિયા વિશે દૈનિક આધારે અને વૈશ્વિક સ્તરે જૂઠું બોલવામાં આવી રહ્યું છે. રશિયા-ભારતના સંબંધોને બાધિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રશિયા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે સત્ય એ છે કે રશિયા અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારીએ તાકાત બતાવી છે અને અમે પહેલા કરતા વધુ મજબૂત થઇ રહ્યા છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us