યુક્રેન પર છેલ્લા 10 મહિનાથી એટેક કરનાર રશિયાએ 5 જાન્યુઆરી, ગુરુવારના રોજ બે દિવસના ‘યુદ્ધ વિરામ’ની ઘોષણા કરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. રશિયાએ ગુરુવારે (જાન્યુઆરી 5) ઓર્થોડોક્સ ક્રિસમસની ઉજવણી માટે યુક્રેનમાં 6 જાન્યુઆરીની બપોરથી 7 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી 36 કલાકના યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે સમગ્ર દુનિયામાં પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે જ્યારે રશિયામાં 7 જાન્યુઆરીના રોજ નાતાલનો તહેવાર ઉજવાય છે. આ તારીખ ભેદ પાછળ ગ્રેગોરિયન કેલેન્ડર અને જુલિયન કેલેન્ડર જવાબદાર છે
એક નિવેદનમાં, ક્રેમલિને જણાવ્યું હતું કે, “રૂઢિવાદી મોટાભાગના લોકો દુશ્મન ક્ષેત્રમાં રહે છે તે બાબતને ધ્યાનમાં રાખીને અમે યુક્રેન વિરુદ્ધ યુદ્ધવિરામની જાહેરાત કરી છે અને તેમને નાતાલની પૂર્વસંધ્યાએ અને નાતાલના દિવસે કાર્યક્રમોમાં હાજરી આપવા જણાવીયે છીએ. “.
‘યુદ્ધવિરામ’ એ રશિયાની નવી ચાલ છે – યુક્રેન
DWના અહેવાલ અનુસાર, આ દરખાસ્તને “દંભી” ગણાવીને ફગાવતા યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયનો પર આરોપ મૂક્યો કે “ડોનબાસમાં અમારા છોકરાઓની પ્રગતિને રોકવા તેમજ સાધનસામગ્રી, દારૂગોળો અને સૈનિકોને અમારા વિસ્તારની નજીક તૈનાત કરવા માટે યુદ્ધવિરામ ઇચ્છે છે, . .
અલબત્ત રશિયા ભારત અને વિશ્વના ઘણા દેશોની જેમ ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરે છે. આ દેશનું ઓર્થોડોક્સ ચર્ચ હજુ પણ જુલિયન કેલેન્ડરને અનુસરે છે અને 7 જાન્યુઆરીના રોજ ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા તહેવાર નાતાલની ઉજવણી કરે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર નાતાલની ઉજવણી 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે.
ઇન્ડિયન એક્સપ્રેસે તપાસ્યુ છે કે, આ બેંને કેલેન્ડર શું છે અને રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ શા માટે જાન્યુઆરીમાં ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરે છે.
ગ્રેગોરિયન કેલેન્ડર અને જુલિયન કેલેન્ડર
ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ વર્ષ 1582માં રોમન કેથોલિક ચર્ચના મુખ્ય પોપ ગ્રેગરી XIII દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના નામ પરથી આ કેલેન્ડરનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર રાખવામાં આવ્યું છે. તે એક સોલાર ડેટિંગ સિસ્ટમ છે જેણે જુલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો હતો, જેની સ્થાપના ઇ.સ. પૂર્વ 45માં રોમન સમ્રાટ જુલિયસ સીઝર દ્વારા કરવામાં આવી હતી.
ગ્રેગોરિયન અને જુલિયન બંને 365 અને દિવસના ચોથા ભાગના એક સૌર વર્ષ માને છે. બંને કેલેન્ડર ‘ઇન્ટરકેલેટ’ને અનુસરે છે જેમાં દર ચાર વર્ષે એક દિવસ ઉમેરે છે જેથી કેલેન્ડર ઋતુઓને અનુરૂપ રહી શકે..
અલબત્ત, સૌર વર્ષમાં 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ, 45.25 સેકન્ડનો સમાવેશ થાય છે જ્યારે જુલિયન કેલેન્ડરમાં ઋતુઓની તારીખો પ્રત્યેક સદીમાં લગભગ એક દિવસ પાછળ જઇ રહી છે.
ગ્રેગોરિયન પ્રણાલીએ જુલિયન પ્રણાલીમાં માત્ર તે સદીના વર્ષોને લીપ વર્ષ તરીકે ધ્યાનમાં લઈને સુધારી હતી જે બરાબર 400 (દા.ત. 1600, 2000) વડે વિભાજ્ય છે.
જ્યારે જુલિયન કેલેન્ડર અમલમાં હતું, ત્યારે મધ્યયુગના સમયમાં મોટા ભાગના યુરોપમાં માર્ચ 25 (ઘોષણાનો પર્વ), નાતાલના નવ મહિના પૂર્વનો દિવસ, નવા વર્ષની શરૂઆત તરીકે ગણવામાં આવતો હતો.
રૂઢિચુસ્ત ખ્રિસ્તીઓ અને જુલિયન કેલેન્ડર
એકવાર પોપ ગ્રેગરી XIII એ નવા કેલેન્ડરના અમલીકરણની ઘોષણા કરી, ખ્રિસ્તી ધર્મના બે સૌથી મોટા સંપ્રદાયો પૈકીના એક ઓર્થોડોક્સ ચર્ચે તેને અનુસરવાનો ઇનકાર કર્યો, કારણ કે તેનો અમલ કરવાનો અર્થ એક મુખ્ય યહૂદી રજા ( Jewish holiday) અને ઇસ્ટરની વચ્ચે પ્રાસંગિક ઓવરલેપને સ્વીકારવા સમાન હતો, જ્યારે ઓર્થોડોક્સ ચર્ચના પવિત્ર ગ્રંથો તેની મંજૂરી આપતા નથી.
ચર્ચે જે જુલિયન કેલેન્ડર પર વર્ષો સુધી આધાર રાખ્યો તેણે વર્ષ 1923માં કેલેન્ડરની વિસંગતતાને દૂર કરવા તેમાં ફેરફાર કરવાનું નક્કી કર્યુ. ત્યાં સધીમાં જુલિયન અને ગ્રેગોરિયન કેલેન્ડર વચ્ચે 13-દિવસનો તફાવત હતો, જેના કારણે ઓર્થોડોક્સ ક્રિસમસ 25 ડિસેમ્બરથી 13 દિવસ પાછળ જતી રહી હતી.
તે વર્ષે કોન્સ્ટેન્ટિનોપલમાં એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કોન્સ્ટેન્ટિનોપલ, સાયપ્રસ, ગ્રીસ, રોમાનિયા, રશિયા અને સર્બિયાના ચર્ચના પ્રતિનિધિ મંડળોએ ભાગ લીધો હતીો. આનાથી ગ્રીસ, સાયપ્રસ અને રોમાનિયા જેવા દેશોમાં ઘણા રૂઢિવાદી ચર્ચો દ્વારા જુલિયન અને ગ્રેગોરિયન બંને કૅલેન્ડરનો વધુ સચોટ વિકલ્પ, સુધારેલા જુલિયન કૅલેન્ડરને અપનાવવામાં આવ્યું અને તેઓ હવે 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરે છે.
જો કે, રશિયા અને ઇજિપ્તના ઓર્થોડોક્સ ચર્ચોએ આ ફેરફારો સ્વીકારવાનો ઇનકાર કર્યો અને પરંપરાગત જુલિયન કેલેન્ડરને અનુસરવાનું ચાલુ રાખ્યું. આથી જ રશિયાના લોકો 7 જાન્યુઆરીના રોજ ઇસુ ખ્રિસ્તના જન્મ ક્રિસમસની ઉજવણી કરે છે.